Rajkot: રાજકોટમાં PMJAYમાં ગેરરીતિ બદલ વધુ 2 હોસ્પિટલ સસ્પેન્ડ

પ્રધાનમંત્રી જન આરોગ્ય અને મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઈપણ હોસ્પિટલ કે ડોક્ટરની કામગીરીને સાંખી નહીં લેવામાં આવે...કારણ કે હવે રજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે.આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી રહી છે. જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ અને ડોક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી શરૂ કરી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય અને મા યોજના અંતર્ગતની SAFU એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલની મુલાકાત કરી હતી. જેમાં રાજકોટની ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે.PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ ગત અઠવાડિયામાં 2 હોસ્પિટલ સસ્પેન્ડ અને 2ને પેનલ્ટી ફટકારવામાં આવી છે. રાજકોટની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, ભરૂચ અને વડોદરાની હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ પેનલ્ટી ફટકારવામાં આવી છે. ટ્યુબર બોર્ડના સર્ટીફિકેટના સહી સિક્કામાં છેડછાડ, સર્જરી માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંધન,બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ અને સોનોગ્રાફીની પ્લેટ સાથેના છેડછાડ સહિતના કારણોસર હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઇ તેમજ દંડ ફડકારવામાં આવ્યો છે.બે હોસ્પિટલમાં કુલ રૂ.90 લાખ થી વધુની રકમની પેનલ્ટી અને ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી યોજનામાંથી સસ્પેન્ડની કાર્યવાહી કરાઇ પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓના દર્દને દૂર કરવા માટેની યોજના છે જેમાં ગેરરીતિ કોઇપણ ભોગે નહીં જ ચલાવી લેવાય તેવું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

Rajkot: રાજકોટમાં PMJAYમાં ગેરરીતિ બદલ વધુ 2 હોસ્પિટલ સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રધાનમંત્રી જન આરોગ્ય અને મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઈપણ હોસ્પિટલ કે ડોક્ટરની કામગીરીને સાંખી નહીં લેવામાં આવે...કારણ કે હવે રજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે.

આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી રહી છે. જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ અને ડોક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી શરૂ કરી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય અને મા યોજના અંતર્ગતની SAFU એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલની મુલાકાત કરી હતી. જેમાં રાજકોટની ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે.

PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ ગત અઠવાડિયામાં 2 હોસ્પિટલ સસ્પેન્ડ અને 2ને પેનલ્ટી ફટકારવામાં આવી છે. રાજકોટની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, ભરૂચ અને વડોદરાની હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ પેનલ્ટી ફટકારવામાં આવી છે. ટ્યુબર બોર્ડના સર્ટીફિકેટના સહી સિક્કામાં છેડછાડ, સર્જરી માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંધન,બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ અને સોનોગ્રાફીની પ્લેટ સાથેના છેડછાડ સહિતના કારણોસર હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઇ તેમજ દંડ ફડકારવામાં આવ્યો છે.

બે હોસ્પિટલમાં કુલ રૂ.90 લાખ થી વધુની રકમની પેનલ્ટી અને ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી યોજનામાંથી સસ્પેન્ડની કાર્યવાહી કરાઇ પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓના દર્દને દૂર કરવા માટેની યોજના છે જેમાં ગેરરીતિ કોઇપણ ભોગે નહીં જ ચલાવી લેવાય તેવું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.