Tapiના ચાકધરા ગામે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા 7000 કેસર કેરીના છોડોનું કરાયું વિતરણ

એક વૃક્ષ પ્રભુના ચરણોમાંના સૂત્રને સાર્થક કરવા 8 ગામોમાં છોડોનું વિતરણ કરાયું તહેવારોની જેમ ધરતી માતાની ઉજવણી માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કર્યુ વૃક્ષારોપણ પર્યાવરણ ખોરવાશે તો આપણું જીવન પણ અસ્ત વ્યસ્ત થઈ ખોરવાશે સુરતની કોલેજ અને સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણને બચાવવા તેમજ અંતરિયાળ ગામોમાં સામાન્ય ગરીબ પરિવારોને આવકનો સ્ત્રોત શરૂ થાય તેવા શુભ આશય સાથે છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચાકધરા ગામે "એક વૃક્ષ પ્રભુના ચરણોમાં"ના સૂત્રને સાર્થક કરવાના આશય સાથે 8 જેટલા ગામોમાં કુલ 7 હજાર જેટલા કેસર કેરીના છોડોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણનું રક્ષણ કરવાથી પર્યાવરણ આપણું રક્ષણ કરશ આપણે જેમ દિવાળી, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રીનો તહેવાર ભગાવન માટે ઉત્સાહભેર ઉજવીએ છે. તે જ પ્રમાણે ધરતી માતા માટે પણ ઉજવણી સ્વરૂપે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ આવતીકાલે રક્ષાબંધન છે. ત્યારે આ પાવન પર્વને અનોખી રીતે ઉજવતા સંસ્થાના અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું કે, વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણનું રક્ષણ કરીશું તો આવનાર સમયમાં પર્યાવરણ આપણું રક્ષણ કરશે. વૃક્ષારોપણ કરી આપણે પર્યાવરણનું નિકંદન અટકાવી શકાય સાથે જ વધુમાં જણાવ્યું હતું કે. માનવ દ્વારા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. જે વૃક્ષોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. ત્યારે પર્યાવરણ ખોરવાશે તો આપણું જીવન પણ અસ્ત વ્યસ્ત થઈ ખોરવાશે જેથી વૃક્ષારોપણ કરી આપણે પર્યાવરણનું નિકંદન અટકાવી શકીએ છે. સમગ્ર ગુજરાતમાં વિકાસ થકી આધુનિકરણ તરફ વધી રહેલા ગાંધીનગર, વડોદરા, જૂનાગઢ, અમદાવાદ, સુરત સહિતની મેગાસિટીઓ પૈકી વસ્તી અને વિસ્તાર પ્રમાણે સુરત 2 જા ક્રમે છે. વૃક્ષોની દ્રષ્ટિએ સુરતનો ગુજરાતમાં છેલ્લો નંબરે જ્યારે દુઃખની બાબત એ છે કે વૃક્ષોની દ્રષ્ટિએ સુરતનો ગુજરાતમાં છેલ્લો નંબર છે. સુરત શહેરમાં તો પર્યાવરણ નહીં બચાવી શકનાર સંસ્થા આજે તાપી અને ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં વૃક્ષોનું વિતરણ અને વાવેતર કરી પર્યાવરણ બચાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે. વિવિધ ગામોમાં વૃક્ષોનું વિતરણ કરાયું આ ભૂતપૂર્વ વિધાર્થીઓ દ્વારા ગત વર્ષે ગામે ગામ 4,400 જેટલા કેસર આંબાના વૃક્ષો વિતરણ કરવામાં આવ્યા હતા. આજરોજ કરંજવેલ, કપડવંજ, આમણીયા, વડપાડા, રાણીઆંબા, રામપુરા અને કાનાદેવી ગામોમાં 7000 જેટલા વૃક્ષો વિતરણ કરાયા હતા. સંસ્થા દ્વારા માત્ર વૃક્ષો વિતરણ કરી જવાબદારીમાંથી હાથ ખેંચી લેવામાં નથી આવતા જે ગામોમાં વૃક્ષો વિતરણ કર્યા હોય તે ગામોમાં 5 થી 7 બહેનોની ટીમ બનાવવામાં આવે છે. દરેક ગામમાં 5 થી 7 બહેનોની ટીમ બનાવાઈ વિવિધ ગામોમાં બનાવવામાં આવેલ બહેનોની ટીમ દ્વારા ફોટાઓ પાડી સંસ્થાને દર બે મહિને મોકલવામાં આવે છે. આજે યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં બાયો ગ્રીન એનર્જી ઉત્પાદન કરતી ખાનગી કંપની ચલાવતા વલ્લભભાઈ ડાભી, સ્પર્શ સંવેદના ફાઉન્ડેશન ટ્રસ્ટના અશ્વિન ચૌધરી, ગુજરાત સર્વોદય મંડળના પ્રમુખ ક્રિષ્નકાંત ચૌધરી, આસપાસના ગામોના ખેડૂતો, સરપંચો તેમજ સુરત શહેરથી આવેલા પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tapiના ચાકધરા ગામે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા 7000 કેસર કેરીના છોડોનું કરાયું વિતરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક વૃક્ષ પ્રભુના ચરણોમાંના સૂત્રને સાર્થક કરવા 8 ગામોમાં છોડોનું વિતરણ કરાયું
  • તહેવારોની જેમ ધરતી માતાની ઉજવણી માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કર્યુ વૃક્ષારોપણ
  • પર્યાવરણ ખોરવાશે તો આપણું જીવન પણ અસ્ત વ્યસ્ત થઈ ખોરવાશે

સુરતની કોલેજ અને સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણને બચાવવા તેમજ અંતરિયાળ ગામોમાં સામાન્ય ગરીબ પરિવારોને આવકનો સ્ત્રોત શરૂ થાય તેવા શુભ આશય સાથે છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચાકધરા ગામે "એક વૃક્ષ પ્રભુના ચરણોમાં"ના સૂત્રને સાર્થક કરવાના આશય સાથે 8 જેટલા ગામોમાં કુલ 7 હજાર જેટલા કેસર કેરીના છોડોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પર્યાવરણનું રક્ષણ કરવાથી પર્યાવરણ આપણું રક્ષણ કરશ

આપણે જેમ દિવાળી, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રીનો તહેવાર ભગાવન માટે ઉત્સાહભેર ઉજવીએ છે. તે જ પ્રમાણે ધરતી માતા માટે પણ ઉજવણી સ્વરૂપે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ આવતીકાલે રક્ષાબંધન છે. ત્યારે આ પાવન પર્વને અનોખી રીતે ઉજવતા સંસ્થાના અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું કે, વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણનું રક્ષણ કરીશું તો આવનાર સમયમાં પર્યાવરણ આપણું રક્ષણ કરશે.

વૃક્ષારોપણ કરી આપણે પર્યાવરણનું નિકંદન અટકાવી શકાય

સાથે જ વધુમાં જણાવ્યું હતું કે. માનવ દ્વારા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. જે વૃક્ષોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. ત્યારે પર્યાવરણ ખોરવાશે તો આપણું જીવન પણ અસ્ત વ્યસ્ત થઈ ખોરવાશે જેથી વૃક્ષારોપણ કરી આપણે પર્યાવરણનું નિકંદન અટકાવી શકીએ છે. સમગ્ર ગુજરાતમાં વિકાસ થકી આધુનિકરણ તરફ વધી રહેલા ગાંધીનગર, વડોદરા, જૂનાગઢ, અમદાવાદ, સુરત સહિતની મેગાસિટીઓ પૈકી વસ્તી અને વિસ્તાર પ્રમાણે સુરત 2 જા ક્રમે છે.

વૃક્ષોની દ્રષ્ટિએ સુરતનો ગુજરાતમાં છેલ્લો નંબરે

જ્યારે દુઃખની બાબત એ છે કે વૃક્ષોની દ્રષ્ટિએ સુરતનો ગુજરાતમાં છેલ્લો નંબર છે. સુરત શહેરમાં તો પર્યાવરણ નહીં બચાવી શકનાર સંસ્થા આજે તાપી અને ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં વૃક્ષોનું વિતરણ અને વાવેતર કરી પર્યાવરણ બચાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે.

વિવિધ ગામોમાં વૃક્ષોનું વિતરણ કરાયું

આ ભૂતપૂર્વ વિધાર્થીઓ દ્વારા ગત વર્ષે ગામે ગામ 4,400 જેટલા કેસર આંબાના વૃક્ષો વિતરણ કરવામાં આવ્યા હતા. આજરોજ કરંજવેલ, કપડવંજ, આમણીયા, વડપાડા, રાણીઆંબા, રામપુરા અને કાનાદેવી ગામોમાં 7000 જેટલા વૃક્ષો વિતરણ કરાયા હતા. સંસ્થા દ્વારા માત્ર વૃક્ષો વિતરણ કરી જવાબદારીમાંથી હાથ ખેંચી લેવામાં નથી આવતા જે ગામોમાં વૃક્ષો વિતરણ કર્યા હોય તે ગામોમાં 5 થી 7 બહેનોની ટીમ બનાવવામાં આવે છે.

દરેક ગામમાં 5 થી 7 બહેનોની ટીમ બનાવાઈ

વિવિધ ગામોમાં બનાવવામાં આવેલ બહેનોની ટીમ દ્વારા ફોટાઓ પાડી સંસ્થાને દર બે મહિને મોકલવામાં આવે છે. આજે યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં બાયો ગ્રીન એનર્જી ઉત્પાદન કરતી ખાનગી કંપની ચલાવતા વલ્લભભાઈ ડાભી, સ્પર્શ સંવેદના ફાઉન્ડેશન ટ્રસ્ટના અશ્વિન ચૌધરી, ગુજરાત સર્વોદય મંડળના પ્રમુખ ક્રિષ્નકાંત ચૌધરી, આસપાસના ગામોના ખેડૂતો, સરપંચો તેમજ સુરત શહેરથી આવેલા પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.