Ahmedabadમાં ટ્રાફિક સમસ્યાને લઈ પોલીસે કેટલાક જંકશન પર રોડ એન્જિનીયરીંગ શરુ કર્યુ
વધતી ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાત હાઈકોર્ટે શહેર ટ્રાફિક પોલીસની સામે કડક વલણ અપનાવ્યુ છે જેને ધ્યાને લઈને શહેર ટ્રાફિક પોલીસે શહેરમાં કેટલાક જંકશન પર રોડ એન્જિનીયરીંગ શરુ કર્યુ છે જેનાથી ટ્રાફિકની સમસ્યા તો ઘટી જ છે..સાથે સાથે રોડ અકસ્માતના બનાવોમાં 36 ટકાનો તોંતિંગ ઘટાડો જોવા મળ્યો છે. વાહનોની સંખ્યા વધી અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યા વધી રહી છે.જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ સતત વધી રહી છે.જો કે હજુ પણ કેટલાક જંકશનો પર જુની સિસ્ટમ અનુસરવામાં આવે છે જેના કારણે આવા જંકશનો પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી જો કે હવે શહેરની ટ્રાફિક પોલીસે આવા જંક્શનોનું રોડ એન્જીનીયરીંગ શરુ કર્યુ છે.જેના ભાગરૂપે જે જંકશનો ઓવરબ્રિજની નીચે આવેલા છે તે જંકશનો બંધ કરી દેવામાં આવ્યા છે.જેથી વાહનચાલકો ઓવરબ્રિજનો ઉપયોગ કરતા થયા છે. અકસ્માતો ઘટયા આ પ્રયોગ શહેરના પૂર્વ અમદાવાદના સીટીએમ ચાર રસ્તાથી શરુ કરવામાં આવ્યો હતો.જેને સફતા મળતા અન્ય જંકશનો પર આ પ્રકારની રોડ એન્જિનીયરીંગ કરાઈ રહ્યુ છે.જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2022માં પૂર્વ અમદાવાદમાં 214 વાહનચાલકોએ જીવ ગુમાવ્યા હતો.આવા જંકશન પર રોડ એન્જિનિયરીંગ કર્યા બાદ જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024માં પૂર્વ અમદાવાદમાં થયેલા અકસ્માતમાં 134 વાહનચાલકોએ જીવ ગુમાવ્યો છે. આમ રોડ એન્જિનીયરીંગ બાદ પૂર્વ અમદાવાદમાં અકસ્માતથી થતા મોતમાં 36 ટકાનો ઘટાડો નોંધાયો છે. ટ્રાફિકની સમસ્યા વધુ રહે છે આ સિવાય શહેરના રીંગ રોડ પરના જે જંકશનો પર હેવી વાહનોની મુવમેન્ટ વધારે રહેતી હોય તેવા જંકશનો બંધ કરી મુખ્ય ચાર રસ્તાથી 200 મીટર આગળ કટ મુકવામાં આવ્યો છે..જેનાથી સિગ્નલ બંધ રહેતા ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળ્યો છે. આ પ્રયોગ પણ પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પરના પાંજરાપોળ ચાર રસ્તા પર કરવામાં આવ્યો છે.જેના કારણે આ જંકશન પર થતી ટ્રાફિકજામની સમસ્યાથી રાહત મળી છે.આ સાથે જ અદાણી,ઓઢવ ચાર રસ્તા,ઈન્દિરાબ્રિજ, નરોડા,ચિલોડા રીંગરોડના જંકશન પર આ પ્રકારની કામગીરી કરાઈ છે. પત્ર લખી મદદ માંગી રોડ એન્જીનીયરીંગથી ટ્રાફિકની સમસ્યાતો હળવી થઈ જ છે.પણ તેની સાથે પૂર્વ અમદાવાદમાં થતા અકસ્માતના બનાવોમાં પણ 20 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે.જો કે હજુ પણ સરદાર પટેલ રીંગરોડના નિકોલ તેમજ વિશાલા સહિતના કેટલાક જંકશનો પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.જેમાં સુધારો લાવવા માટે ટ્રાફિક પોલીસે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખી મદદ માંગી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વધતી ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાત હાઈકોર્ટે શહેર ટ્રાફિક પોલીસની સામે કડક વલણ અપનાવ્યુ છે જેને ધ્યાને લઈને શહેર ટ્રાફિક પોલીસે શહેરમાં કેટલાક જંકશન પર રોડ એન્જિનીયરીંગ શરુ કર્યુ છે જેનાથી ટ્રાફિકની સમસ્યા તો ઘટી જ છે..સાથે સાથે રોડ અકસ્માતના બનાવોમાં 36 ટકાનો તોંતિંગ ઘટાડો જોવા મળ્યો છે.
વાહનોની સંખ્યા વધી
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યા વધી રહી છે.જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ સતત વધી રહી છે.જો કે હજુ પણ કેટલાક જંકશનો પર જુની સિસ્ટમ અનુસરવામાં આવે છે જેના કારણે આવા જંકશનો પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી જો કે હવે શહેરની ટ્રાફિક પોલીસે આવા જંક્શનોનું રોડ એન્જીનીયરીંગ શરુ કર્યુ છે.જેના ભાગરૂપે જે જંકશનો ઓવરબ્રિજની નીચે આવેલા છે તે જંકશનો બંધ કરી દેવામાં આવ્યા છે.જેથી વાહનચાલકો ઓવરબ્રિજનો ઉપયોગ કરતા થયા છે.
અકસ્માતો ઘટયા
આ પ્રયોગ શહેરના પૂર્વ અમદાવાદના સીટીએમ ચાર રસ્તાથી શરુ કરવામાં આવ્યો હતો.જેને સફતા મળતા અન્ય જંકશનો પર આ પ્રકારની રોડ એન્જિનીયરીંગ કરાઈ રહ્યુ છે.જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2022માં પૂર્વ અમદાવાદમાં 214 વાહનચાલકોએ જીવ ગુમાવ્યા હતો.આવા જંકશન પર રોડ એન્જિનિયરીંગ કર્યા બાદ જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024માં પૂર્વ અમદાવાદમાં થયેલા અકસ્માતમાં 134 વાહનચાલકોએ જીવ ગુમાવ્યો છે. આમ રોડ એન્જિનીયરીંગ બાદ પૂર્વ અમદાવાદમાં અકસ્માતથી થતા મોતમાં 36 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ટ્રાફિકની સમસ્યા વધુ રહે છે
આ સિવાય શહેરના રીંગ રોડ પરના જે જંકશનો પર હેવી વાહનોની મુવમેન્ટ વધારે રહેતી હોય તેવા જંકશનો બંધ કરી મુખ્ય ચાર રસ્તાથી 200 મીટર આગળ કટ મુકવામાં આવ્યો છે..જેનાથી સિગ્નલ બંધ રહેતા ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળ્યો છે. આ પ્રયોગ પણ પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પરના પાંજરાપોળ ચાર રસ્તા પર કરવામાં આવ્યો છે.જેના કારણે આ જંકશન પર થતી ટ્રાફિકજામની સમસ્યાથી રાહત મળી છે.આ સાથે જ અદાણી,ઓઢવ ચાર રસ્તા,ઈન્દિરાબ્રિજ, નરોડા,ચિલોડા રીંગરોડના જંકશન પર આ પ્રકારની કામગીરી કરાઈ છે.
પત્ર લખી મદદ માંગી
રોડ એન્જીનીયરીંગથી ટ્રાફિકની સમસ્યાતો હળવી થઈ જ છે.પણ તેની સાથે પૂર્વ અમદાવાદમાં થતા અકસ્માતના બનાવોમાં પણ 20 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે.જો કે હજુ પણ સરદાર પટેલ રીંગરોડના નિકોલ તેમજ વિશાલા સહિતના કેટલાક જંકશનો પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.જેમાં સુધારો લાવવા માટે ટ્રાફિક પોલીસે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખી મદદ માંગી છે.