Porbandar બની ખાડા નગરી, જયાં જુઓ ત્યાં માત્ર ખાડા જ ખાડા

મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાડા નગરી બની રહી છે.પોરબંદરમાં વાહન ચાલકોની કમર ભાંગી રહી છે.પોરબંદર નગરપાલિકા દ્વારા વારંવાર મુખ્ય માર્ગોનું રી સરફેસિંગ કરવામાં આવતું હોય પરંતુ પાલિકા દ્વારા રી સરફેસિંગના નામે માત્ર થિગડા મારવામાં આવતા હોય છે.ઉલ્લેખનીય છે કે પોરબંદર પાલિકા દ્વારા વેરો ન ભરતા લોકોના ઘરે અથવા દુકાને જઈ ઢોલ નગડા વગાડીને વેરો વસૂલ કરવામાં આવ્યો હતો. પરંતુ પાલિકા દ્વારા વેરો તો વસૂલ કરવામાં આવે છે પણ પોરબંદરમાં વાહન ચાલકોને વ્યવસ્થિત માર્ગો મળતા નથી.પોરબંદર પાલિકાએ ચોમાસા દરમિયાન બગડેલા માર્ગનું રી સરફેસિંગ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ હજુ પણ પોરબંદરના રસ્તાઓ મગરની પીઠ જેવા જોવા મળે છે. 1470 કરોડ રોડ માટે ફાળવ્યા મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.

Porbandar બની ખાડા નગરી, જયાં જુઓ ત્યાં માત્ર ખાડા જ ખાડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાડા નગરી બની રહી છે.પોરબંદરમાં વાહન ચાલકોની કમર ભાંગી રહી છે.પોરબંદર નગરપાલિકા દ્વારા વારંવાર મુખ્ય માર્ગોનું રી સરફેસિંગ કરવામાં આવતું હોય પરંતુ પાલિકા દ્વારા રી સરફેસિંગના નામે માત્ર થિગડા મારવામાં આવતા હોય છે.ઉલ્લેખનીય છે કે પોરબંદર પાલિકા દ્વારા વેરો ન ભરતા લોકોના ઘરે અથવા દુકાને જઈ ઢોલ નગડા વગાડીને વેરો વસૂલ કરવામાં આવ્યો હતો. પરંતુ પાલિકા દ્વારા વેરો તો વસૂલ કરવામાં આવે છે પણ પોરબંદરમાં વાહન ચાલકોને વ્યવસ્થિત માર્ગો મળતા નથી.પોરબંદર પાલિકાએ ચોમાસા દરમિયાન બગડેલા માર્ગનું રી સરફેસિંગ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ હજુ પણ પોરબંદરના રસ્તાઓ મગરની પીઠ જેવા જોવા મળે છે.

1470 કરોડ રોડ માટે ફાળવ્યા

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.


ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે

ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.