હવાલાના વ્યવહાર કરવા ગેરકાયદેસર બેંક એકાઉન્ટ ખોલતી ગેંગ ઝડપાઇ

અમદાવાદ,ગુરૂવાર સાયબર ફ્રોડ, જીએસટી કૌભાંડ અને ઓનલાઇન ગેમીંગમાં કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર કરવા માટે જરૂરિયાતમંદોને પ્રતિમાસ પાચ હજાર સુધીની લાલચ આપીને તેમના આધારકાર્ડને આધારે બેંક એકાઉન્ટ ખોલવાની સાથે સીમ કાર્ડ ખરીદી કરતી ગેંગના ત્રણ સભ્યોને વાસણા પોલીસે ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી મોટાપ્રમાણમાં સીમ કાર્ડ, ચેકબુક અને શ્રીલંકાની કરન્સી મળ ી આવી હતી. ભાવનગરમાં રહેતા ત્રણેય આરોપીઓએ વાસણા ઉપરાંત, અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને ટારગેટ કરીને તેમના બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયાના ગેર કાયદેસર આર્થિક વ્યવહાર કર્યાનું પણ સામે આવ્યું છે. જે અંગે વાસણા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે .વાસણા  પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને પ્રતિમાસ પાંચ હજાર સુધીની લાલચ આપીને તેમના પાનકાર્ડ અને આધારકાર્ડને આધારે બેંક એકાઉન્ટ ખોલીને તેમની બેંકની ચેકબુક, પાસબુક સહિતની કીટ મેળવવાની સાથે ડોક્યુમેન્ટના આધારે સીમ કાર્ડ ખરીદી કરતી ભાવનગરની ગેંગના ત્રણ સાગરિતો એપીએમસી    મેટ્રો સ્ટેશન પાસે એકઠા થયા છે. જેના આધારે પોલીસે  આસીમ બેલીમ (રહે. સંઘાડિયા બજાર, મોચી શેરી, ભાવનગર),  પાર્થ પરમાર (રહે.પાલીતાણા રોડ, ગારીયાધર, ભાવનગર) અને  આરીફ કુરેશી (રહે. મોદી શેરી, મેઇન બજાર. ગારીયાધર)ને ઝડપી લીધા હતા. તપાસ કરતા તેમની પાસેથી વિવિધ બેંકના ડેબીટ કાર્ડ, ચેક બુક, સીમ કાર્ડ અને શ્રીલંકાની કરન્સી મળી આવી હતી. જ્યારે  પોલીસને જોઇને અક્રમ નામના વ્યક્તિ નાસી ગયો હતો. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર આર એન પટેલે જણાવ્યું કે આસીમ બેલિમ અને તેની ગેંગના માણસો ઓનલાઇન ફ્રોડ કરતી, જીએસટી કૌભાંડ આચરતી અને ઓનલાઇન ગેંમિગ સાથે   સંકળાયેલી ગેંગ માટે સક્રિય હતા.  આ ગેંગ  અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં સ્થાનિક વ્યક્તિની મદદથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ટારગેટ કરતી હતી. જેમાં તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના આધાર કાર્ડ અને પાનકાર્ડથી બેંકમાં એકાઉન્ટ ખોલાવતા હતા. જેની કીટ તે પોતાની પાસે લઇ લેતા હતા. સાથેસાથે જે તે વ્યક્તિના ડોક્યુમેન્ટથી સીમકાર્ડ પણ કઢાવતા હતા. જેનો ઉપયોગ નેટબેંકિંગ માટે કરતા હતા. એક બેંક એકાઉન્ટના બદલામાં પ્રતિમાસ ત્રણ હજારથી પાંચ હજાર સુધીની રકમ બેંક એકાઉન્ટ હોલ્ડરને આપતા હતા. vઆ ગેંગ દ્વારા ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટમાં સૌથી વધારે સાયબર ફ્રોડના  અને ઓનલાઇન ગેમીંગના નાણાં આવતા હતા. આ ઉપરાંત, જીએસટી કૌભાંડ માટે પણ તે એકાઉન્ટ ખોલી આપતા હતા. આમ, એક એકાઉન્ટમાં લાખો રૂપિયાના વ્યવહાર કરીને નાણાં વિદેશમાં સક્રિય ગેંગને મોકલવામાં આવતા હતા. આરોપીઓએ વાસણા અને ગુપ્તાનગર તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં રહેતા અનેક લોકોના ડોક્યુેન્ટ લઇને મોટાપ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલ્યાની શક્યતાને આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

હવાલાના વ્યવહાર કરવા ગેરકાયદેસર બેંક એકાઉન્ટ ખોલતી ગેંગ ઝડપાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

 સાયબર ફ્રોડ, જીએસટી કૌભાંડ અને ઓનલાઇન ગેમીંગમાં કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર કરવા માટે જરૂરિયાતમંદોને પ્રતિમાસ પાચ હજાર સુધીની લાલચ આપીને તેમના આધારકાર્ડને આધારે બેંક એકાઉન્ટ ખોલવાની સાથે સીમ કાર્ડ ખરીદી કરતી ગેંગના ત્રણ સભ્યોને વાસણા પોલીસે ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી મોટાપ્રમાણમાં સીમ કાર્ડ, ચેકબુક અને શ્રીલંકાની કરન્સી મળ ી આવી હતી. ભાવનગરમાં રહેતા ત્રણેય આરોપીઓએ વાસણા ઉપરાંત, અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને ટારગેટ કરીને તેમના બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયાના ગેર કાયદેસર આર્થિક વ્યવહાર કર્યાનું પણ સામે આવ્યું છે. જે અંગે વાસણા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે .વાસણા  પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને પ્રતિમાસ પાંચ હજાર સુધીની લાલચ આપીને તેમના પાનકાર્ડ અને આધારકાર્ડને આધારે બેંક એકાઉન્ટ ખોલીને તેમની બેંકની ચેકબુક, પાસબુક સહિતની કીટ મેળવવાની સાથે ડોક્યુમેન્ટના આધારે સીમ કાર્ડ ખરીદી કરતી ભાવનગરની ગેંગના ત્રણ સાગરિતો એપીએમસી    મેટ્રો સ્ટેશન પાસે એકઠા થયા છે. જેના આધારે પોલીસે  આસીમ બેલીમ (રહે. સંઘાડિયા બજાર, મોચી શેરી, ભાવનગર)પાર્થ પરમાર (રહે.પાલીતાણા રોડ, ગારીયાધર, ભાવનગર) અને  આરીફ કુરેશી (રહે. મોદી શેરી, મેઇન બજાર. ગારીયાધર)ને ઝડપી લીધા હતા. તપાસ કરતા તેમની પાસેથી વિવિધ બેંકના ડેબીટ કાર્ડ, ચેક બુક, સીમ કાર્ડ અને શ્રીલંકાની કરન્સી મળી આવી હતી. જ્યારે  પોલીસને જોઇને અક્રમ નામના વ્યક્તિ નાસી ગયો હતો. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર આર એન પટેલે જણાવ્યું કે આસીમ બેલિમ અને તેની ગેંગના માણસો ઓનલાઇન ફ્રોડ કરતી, જીએસટી કૌભાંડ આચરતી અને ઓનલાઇન ગેંમિગ સાથે   સંકળાયેલી ગેંગ માટે સક્રિય હતા.  આ ગેંગ  અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં સ્થાનિક વ્યક્તિની મદદથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ટારગેટ કરતી હતી. જેમાં તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના આધાર કાર્ડ અને પાનકાર્ડથી બેંકમાં એકાઉન્ટ ખોલાવતા હતા. જેની કીટ તે પોતાની પાસે લઇ લેતા હતા. સાથેસાથે જે તે વ્યક્તિના ડોક્યુમેન્ટથી સીમકાર્ડ પણ કઢાવતા હતા. જેનો ઉપયોગ નેટબેંકિંગ માટે કરતા હતા. એક બેંક એકાઉન્ટના બદલામાં પ્રતિમાસ ત્રણ હજારથી પાંચ હજાર સુધીની રકમ બેંક એકાઉન્ટ હોલ્ડરને આપતા હતા. vઆ ગેંગ દ્વારા ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટમાં સૌથી વધારે સાયબર ફ્રોડના  અને ઓનલાઇન ગેમીંગના નાણાં આવતા હતા. આ ઉપરાંત, જીએસટી કૌભાંડ માટે પણ તે એકાઉન્ટ ખોલી આપતા હતા. આમ, એક એકાઉન્ટમાં લાખો રૂપિયાના વ્યવહાર કરીને નાણાં વિદેશમાં સક્રિય ગેંગને મોકલવામાં આવતા હતા. આરોપીઓએ વાસણા અને ગુપ્તાનગર તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં રહેતા અનેક લોકોના ડોક્યુેન્ટ લઇને મોટાપ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલ્યાની શક્યતાને આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.