Vadodara: પોલીસની કામગીરી સુધરે તો ગુનાઓ રોકવામાં સફળતા મળે: DGP

વડોદરામાં રાજ્યની પહેલી વખત ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન થતાં DGP સહિત 17 જેટલા આઈપીએસ અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યના પોલીસવાળાએ DGP વિકાસ સહાયના નેજા હેઠળ દર મહિને ગાંધીનગર કે અમદાવાદ ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાતી હોય છે. પરંતુ આ વખતે રાજ્ય પોલીસવાળાએ નવી પ્રથા શરૂ કરી છે અને હવે અલગ અલગ શહેરોમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે. જે અંતર્ગત આજે વડોદરા ખાતે પહેલી વખત ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન થયું છે. રાજ્યના પોલીસવડા પોલીસ ભવન ખાતે આવી પહોંચતા શહેર પોલીસ કમિશનર દ્વારા તેમનું પુષ્પગુચ્છ તેમજ બેન્ડથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રાઈમ કોન્ફરન્સ મોડી સાંજ સુધી ચાલશે અને તેમાં કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા તેમજ ક્રાઈમ રેટ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. પોલીસ મથકોની કામગીરીના સુધારા માટે તપાસ થાય છે: DGP રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ ક્રાઈમ કોન્ફરન્સમાં ચર્ચા કરેલ મુદ્દાઓ અંગે જણાવતા કહ્યું હતું કે, પોલીસની કામગીરી સુધરે તો ગુનાઓ રોકવામાં સફળતા મળે છે. પોલીસ મથકોની કામગીરી સુધરે તેની પર ભાર મૂકવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક જ્યાં જાય ત્યાં રાત્રી રોકાણ કરે તેની પર ધ્યાન આપવામાં આવ્યું. તેમજ અત્યાર સુધીમાં જિલ્લાના પોલીસ અધિક્ષકે 160થી વધુ નાઈટ હોલ્ડ કરી સ્થાનિકો સાથે ચર્ચા કરી છે. ઓગસ્ટમાં 3 હજારથી વધુ ગામડાઓની વિઝીટ કરવામાં આવી છે. ઓગસ્ટમાં નાસતા ફરતા 825 આરોપીઓ ઝડપાયા છે. ગુજરાત પોલીસ ‘તેરા તુજ કો અર્પણ ઝુંબેશ’ ચલાવે છે. 17.05 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને સોંપવામાં આવ્યો છે. 163 વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ફ્રોડના 26 કરોડ રૂપિયા પરત અપાવ્યા છે. 33 કરોડનો ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ થયો છે. ગુજરાતમાં ક્રાઇમ રેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

Vadodara: પોલીસની કામગીરી સુધરે તો ગુનાઓ રોકવામાં સફળતા મળે: DGP

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં રાજ્યની પહેલી વખત ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન થતાં DGP સહિત 17 જેટલા આઈપીએસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

રાજ્યના પોલીસવાળાએ DGP વિકાસ સહાયના નેજા હેઠળ દર મહિને ગાંધીનગર કે અમદાવાદ ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાતી હોય છે. પરંતુ આ વખતે રાજ્ય પોલીસવાળાએ નવી પ્રથા શરૂ કરી છે અને હવે અલગ અલગ શહેરોમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે.

જે અંતર્ગત આજે વડોદરા ખાતે પહેલી વખત ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન થયું છે. રાજ્યના પોલીસવડા પોલીસ ભવન ખાતે આવી પહોંચતા શહેર પોલીસ કમિશનર દ્વારા તેમનું પુષ્પગુચ્છ તેમજ બેન્ડથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રાઈમ કોન્ફરન્સ મોડી સાંજ સુધી ચાલશે અને તેમાં કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા તેમજ ક્રાઈમ રેટ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

પોલીસ મથકોની કામગીરીના સુધારા માટે તપાસ થાય છે: DGP

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ ક્રાઈમ કોન્ફરન્સમાં ચર્ચા કરેલ મુદ્દાઓ અંગે જણાવતા કહ્યું હતું કે, પોલીસની કામગીરી સુધરે તો ગુનાઓ રોકવામાં સફળતા મળે છે. પોલીસ મથકોની કામગીરી સુધરે તેની પર ભાર મૂકવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક જ્યાં જાય ત્યાં રાત્રી રોકાણ કરે તેની પર ધ્યાન આપવામાં આવ્યું. તેમજ અત્યાર સુધીમાં જિલ્લાના પોલીસ અધિક્ષકે 160થી વધુ નાઈટ હોલ્ડ કરી સ્થાનિકો સાથે ચર્ચા કરી છે. ઓગસ્ટમાં 3 હજારથી વધુ ગામડાઓની વિઝીટ કરવામાં આવી છે. ઓગસ્ટમાં નાસતા ફરતા 825 આરોપીઓ ઝડપાયા છે. ગુજરાત પોલીસ ‘તેરા તુજ કો અર્પણ ઝુંબેશ’ ચલાવે છે. 17.05 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને સોંપવામાં આવ્યો છે. 163 વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ફ્રોડના 26 કરોડ રૂપિયા પરત અપાવ્યા છે. 33 કરોડનો ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ થયો છે. ગુજરાતમાં ક્રાઇમ રેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.