Jamnagarના સોલિડ વેસ્ટ વિભાગ દ્રારા બનાવવામાં આવી "ઈમાનદારીની દુકાન", વાંચો Special Story
જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના પોશ એરીયા પાસેના જાહેર માર્ગ ઉપર એક કન્ટેનર કેબીન ઈમાનદારીની દુકાન તરીકે સ્થાપી છે. જેમાં લોકો પોતાના માટે બીનજરુરી પણ અન્યને કામ આવે તેવી વસ્તુઓ મુકવા લાગ્યા છે અને જરુરીયાતમંદ લોકો પોતાને લગતા વસ્ત્રો સહિતની વસ્તુઓ મેળવવા લાગ્યા છે. આગામી દિવસોમાં આ પધ્ધત્તિને ઈમાનદારી પુર્વક અનુસરવામાં આવશે તો સંખ્યાબંધ જરુરીયાતમંદ લોકોને લાભ થશે. જામનગર એટલે છોટીકાશી અહીંની પ્રજા હંમેશા અન્ય લોકોને મદદરૂપ થવા માટે જહેમત ઉઠાવતી રહેતી હોય છે. આમ જરૂરિયાતમંદોને કામ આવવાની સાથે જ જામનગર મહાનગરપાલિકા દ્વારા ઈમાનદારીની દુકાન શરૂ કરવામાં આવી છે. જામનગરમાં પેલેસ રોડ ઉપર જોગર્સ પાર્કથી કલેક્ટર કચેરી રોડ ઉપર પોશ એરિયામાં એક કન્ટેનર મૂકવામાં આવ્યું છે. જેને ઈમાનદારીની દુકાન (RRR સેન્ટર) તરીકે લોકો ઓળખે છે. આ દુકાનમાં પોતાના માટે વધારાની અને અન્ય લોકોને કામ આવી શકે તેવી વસ્તુ (કપડાં, બુટ, ચંપલ, બાળકોના જુના રમકડાં જેવી વિવિધ વસ્તુઓ) શહેરીજનો મૂકી જાય છે અને જે પણ જરૂરિયાતમંદ છે તે અહીંથી કોઈની રોકટોક વગર લઈ પણ શકે છે. બિન જરૂરી વસ્તુઓ મૂકી જાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન થી ભારત દેશમાં સ્વચ્છ ભારત મિશન શરુ કરવામાં આવ્યું જે અંતર્ગત ગતવર્ષ સપ્તાહ સર્વેક્ષણમાં વડાપ્રધાન મોદી દ્વારા RRR એટલે કે રીડયુસ, રી-યુઝ અને રીસાયકલ ના સુત્રને વધારે ઉપયોગ કરવાનું જણાવ્યું હતું ત્યારે જામનગરમાં રિડ્યુસ, રી-યુઝ અને રિસાયકલના સૂત્ર સાથે કોર્પોરેશન દ્વારા આ પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. જેને લોકો પણ આવકારી રહ્યા છે. સવારે 7 થી 11 અને બપોરે 3 થી સાંજે 6 સુધીના સમયગાળા દરમિયાન લોકો સ્વયંભૂ વસ્તુ લઈ પણ જાય છે અને મૂકી પણ જાય છે. જૂની વણજોઈતી વસ્તુ બીજા લોકો માટે ખૂબ ઉપયોગી નીવડી શકે છે. કપડા લાગશે કામ ખાસ કરીને કપડાં જે જૂના અથવા ટૂંકા થઈ જતા હોય છે તેવા કપડાં લોકો ફેંકી દેતા હોય છે જેના સ્થાને હવે આ દુકાનમાં મૂકવાથી અન્ય ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પોતાની જરૂરિયાત મુજબ અહીંથી કપડાં મળી શકશે. એટલું જ નહીં શિયાળા દરમિયાન ગરમ કપડાં, બુટ, ચંપલ સહિતની વસ્તુઓ પણ લોકો રાખી જાય છે અને જેને જરૂર હોય તે વિના મૂલ્યે કોઈને પણ પૂછ્યા વગર લઈ શકે છે. શહેરીજનો આવકારશે આ મુક્ત વ્યવસ્થાને શહેરીજનોએ આવકારી પણ છે અને સારા પરિણામ પણ મળ્યા છે. બીજું કે જે લોકો ગુપ્ત દાનમાં માને છે તેઓ આ વ્યવસ્થાને ખાસ અનુસરી રહ્યા છે. કારણ કે અહીં મોટી સંખ્યામાં લોકો નવા જેવા કપડાં, લેડીઝ પર્સ, પાકીટ જેવી વસ્તુઓ અજાણ્યાઓ માટે મૂકી જાય છે. આગામી દિવસોમાં આ પદ્ધતિને ઈમાનદારીપૂર્વક અનુસરવામાં આવશે, તો સંખ્યાબંધ જરૂરિયાતમંદ લોકોને લાભ થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ આવી જ એક વ્યવસ્થા રણમલ તળાવ પરિસરમાં એક સંસ્થા દ્વારા કરાઈ હતી. પણ તેના ધાર્યા પરિણામ મળ્યા નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના પોશ એરીયા પાસેના જાહેર માર્ગ ઉપર એક કન્ટેનર કેબીન ઈમાનદારીની દુકાન તરીકે સ્થાપી છે. જેમાં લોકો પોતાના માટે બીનજરુરી પણ અન્યને કામ આવે તેવી વસ્તુઓ મુકવા લાગ્યા છે અને જરુરીયાતમંદ લોકો પોતાને લગતા વસ્ત્રો સહિતની વસ્તુઓ મેળવવા લાગ્યા છે. આગામી દિવસોમાં આ પધ્ધત્તિને ઈમાનદારી પુર્વક અનુસરવામાં આવશે તો સંખ્યાબંધ જરુરીયાતમંદ લોકોને લાભ થશે.
જામનગર એટલે છોટીકાશી
અહીંની પ્રજા હંમેશા અન્ય લોકોને મદદરૂપ થવા માટે જહેમત ઉઠાવતી રહેતી હોય છે. આમ જરૂરિયાતમંદોને કામ આવવાની સાથે જ જામનગર મહાનગરપાલિકા દ્વારા ઈમાનદારીની દુકાન શરૂ કરવામાં આવી છે. જામનગરમાં પેલેસ રોડ ઉપર જોગર્સ પાર્કથી કલેક્ટર કચેરી રોડ ઉપર પોશ એરિયામાં એક કન્ટેનર મૂકવામાં આવ્યું છે. જેને ઈમાનદારીની દુકાન (RRR સેન્ટર) તરીકે લોકો ઓળખે છે. આ દુકાનમાં પોતાના માટે વધારાની અને અન્ય લોકોને કામ આવી શકે તેવી વસ્તુ (કપડાં, બુટ, ચંપલ, બાળકોના જુના રમકડાં જેવી વિવિધ વસ્તુઓ) શહેરીજનો મૂકી જાય છે અને જે પણ જરૂરિયાતમંદ છે તે અહીંથી કોઈની રોકટોક વગર લઈ પણ શકે છે.
બિન જરૂરી વસ્તુઓ મૂકી જાવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન થી ભારત દેશમાં સ્વચ્છ ભારત મિશન શરુ કરવામાં આવ્યું જે અંતર્ગત ગતવર્ષ સપ્તાહ સર્વેક્ષણમાં વડાપ્રધાન મોદી દ્વારા RRR એટલે કે રીડયુસ, રી-યુઝ અને રીસાયકલ ના સુત્રને વધારે ઉપયોગ કરવાનું જણાવ્યું હતું ત્યારે જામનગરમાં રિડ્યુસ, રી-યુઝ અને રિસાયકલના સૂત્ર સાથે કોર્પોરેશન દ્વારા આ પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. જેને લોકો પણ આવકારી રહ્યા છે. સવારે 7 થી 11 અને બપોરે 3 થી સાંજે 6 સુધીના સમયગાળા દરમિયાન લોકો સ્વયંભૂ વસ્તુ લઈ પણ જાય છે અને મૂકી પણ જાય છે. જૂની વણજોઈતી વસ્તુ બીજા લોકો માટે ખૂબ ઉપયોગી નીવડી શકે છે.
કપડા લાગશે કામ
ખાસ કરીને કપડાં જે જૂના અથવા ટૂંકા થઈ જતા હોય છે તેવા કપડાં લોકો ફેંકી દેતા હોય છે જેના સ્થાને હવે આ દુકાનમાં મૂકવાથી અન્ય ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પોતાની જરૂરિયાત મુજબ અહીંથી કપડાં મળી શકશે. એટલું જ નહીં શિયાળા દરમિયાન ગરમ કપડાં, બુટ, ચંપલ સહિતની વસ્તુઓ પણ લોકો રાખી જાય છે અને જેને જરૂર હોય તે વિના મૂલ્યે કોઈને પણ પૂછ્યા વગર લઈ શકે છે.
શહેરીજનો આવકારશે
આ મુક્ત વ્યવસ્થાને શહેરીજનોએ આવકારી પણ છે અને સારા પરિણામ પણ મળ્યા છે. બીજું કે જે લોકો ગુપ્ત દાનમાં માને છે તેઓ આ વ્યવસ્થાને ખાસ અનુસરી રહ્યા છે. કારણ કે અહીં મોટી સંખ્યામાં લોકો નવા જેવા કપડાં, લેડીઝ પર્સ, પાકીટ જેવી વસ્તુઓ અજાણ્યાઓ માટે મૂકી જાય છે. આગામી દિવસોમાં આ પદ્ધતિને ઈમાનદારીપૂર્વક અનુસરવામાં આવશે, તો સંખ્યાબંધ જરૂરિયાતમંદ લોકોને લાભ થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ આવી જ એક વ્યવસ્થા રણમલ તળાવ પરિસરમાં એક સંસ્થા દ્વારા કરાઈ હતી. પણ તેના ધાર્યા પરિણામ મળ્યા નથી.