Jamnagar: LCBને ચોરીના કેસમાં મળી સફળતા, 4 લાખના મુદ્દામાલ સાથે 1ની ધરપકડ

જામનગરમાં બે બંધ મકાનમાં થયેલી ચોરીના કેસમાં એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. મૂળ ઉત્તર પ્રદેશના આ શખ્સને પોલીસે સોના ચાંદીના દાગીના સહિત 4 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે. સોના ચાંદીના દાગીના સહિત 4 લાખનો મુદ્દામાલ જપ્ત જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં ભરૂચના કોસમડી ગામમાં રહેતા શખ્સને પકડી લઈ તપાસ કરતા તેના કબજામાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળીને રૂપિયા ચારેક લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ શખ્સે 2 ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. જામનગરના અંબર સર્કલ પાસે આવેલી ચર્ચવાળી ગલી નજીક આંટાફેરા કરતા એક શખ્સ પાસે ચોરેલો મુદ્દામાલ હોવાની અને આ શખ્સ ચોરીના ગુન્હામાં સંડોવાયેલો હોવાની બાતમી એલસીબીને મળતા પીઆઈને વાકેફ કરાયા પછી પીએસઆઈ તથા સ્ટાફે વોચ રાખી હતી. આ દરમિયાન મૂળ ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાનો વતની અને હાલમાં ભરૂચના અંકલેશ્વરમાં વસવાટ કરતો કરણસિંગ રાજકુમાર સિંગ ચૌહાણ નામનો વ્યક્તિ મળી આવ્યો હતો. શખ્સે બે ચોરી કર્યાની કબૂલાત કરી વધુમાં પોલીસ દ્વારા આ શખ્સની તપાસ કરવામાં આવતા તેની પાસેથી સોનાની ચાર વીંટી, કાનની બે બુટ્ટી, બે કડી, નાકના બે દાણા, પેન્ડલ સાથેની સોનાની ચેઈન, એક હાર, તેની સાથેની બુટ્ટી, ટીકો, સોનાની ત્રણ વીંટી, કાનની સર તેમજ ચાંદીના સાંકળા, માછલી, લક્કી, બે ગણપતિ, અને 12,100 રોકડા મળ્યા હતા. આ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવતા તેણે સિટી સી તથા સિટી બી ડિવિઝન હેઠળના વિસ્તારોમાં 2 ચોરી કર્યાની કબૂલાત આપી છે. કેવી રીતે શખ્સ કરતો હતો ચોરી? આ સાથે જ સિટી સી ડિવિઝન વિસ્તારમાંથી ચોરી કરેલી સોનાની ચાર વીંટી, પેન્ડલ સાથેનું મંગળસૂત્ર, ઠોરીયુ અને રૂપિયા 28,300 રોકડા પણ કાઢી આપ્યા છે. આ શખ્સની પૂછપરછ કરાતા આ શખ્સે બંધ મકાનને નિશાન બનાવી તેના બાથરૂમ અથવા દરવાજા પાસે પડેલા ચપ્પલ-બુટમાંથી ચાવી શોધી મકાનનું લોક ખોલી નાખી ચોરી કરતો હોવાની કબૂલાત આપી છે.

Jamnagar: LCBને ચોરીના કેસમાં મળી સફળતા, 4 લાખના મુદ્દામાલ સાથે 1ની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરમાં બે બંધ મકાનમાં થયેલી ચોરીના કેસમાં એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. મૂળ ઉત્તર પ્રદેશના આ શખ્સને પોલીસે સોના ચાંદીના દાગીના સહિત 4 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે.

સોના ચાંદીના દાગીના સહિત 4 લાખનો મુદ્દામાલ જપ્ત

જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં ભરૂચના કોસમડી ગામમાં રહેતા શખ્સને પકડી લઈ તપાસ કરતા તેના કબજામાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળીને રૂપિયા ચારેક લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ શખ્સે 2 ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. જામનગરના અંબર સર્કલ પાસે આવેલી ચર્ચવાળી ગલી નજીક આંટાફેરા કરતા એક શખ્સ પાસે ચોરેલો મુદ્દામાલ હોવાની અને આ શખ્સ ચોરીના ગુન્હામાં સંડોવાયેલો હોવાની બાતમી એલસીબીને મળતા પીઆઈને વાકેફ કરાયા પછી પીએસઆઈ તથા સ્ટાફે વોચ રાખી હતી. આ દરમિયાન મૂળ ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાનો વતની અને હાલમાં ભરૂચના અંકલેશ્વરમાં વસવાટ કરતો કરણસિંગ રાજકુમાર સિંગ ચૌહાણ નામનો વ્યક્તિ મળી આવ્યો હતો.

શખ્સે બે ચોરી કર્યાની કબૂલાત કરી

વધુમાં પોલીસ દ્વારા આ શખ્સની તપાસ કરવામાં આવતા તેની પાસેથી સોનાની ચાર વીંટી, કાનની બે બુટ્ટી, બે કડી, નાકના બે દાણા, પેન્ડલ સાથેની સોનાની ચેઈન, એક હાર, તેની સાથેની બુટ્ટી, ટીકો, સોનાની ત્રણ વીંટી, કાનની સર તેમજ ચાંદીના સાંકળા, માછલી, લક્કી, બે ગણપતિ, અને 12,100 રોકડા મળ્યા હતા. આ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવતા તેણે સિટી સી તથા સિટી બી ડિવિઝન હેઠળના વિસ્તારોમાં 2 ચોરી કર્યાની કબૂલાત આપી છે.

કેવી રીતે શખ્સ કરતો હતો ચોરી?

આ સાથે જ સિટી સી ડિવિઝન વિસ્તારમાંથી ચોરી કરેલી સોનાની ચાર વીંટી, પેન્ડલ સાથેનું મંગળસૂત્ર, ઠોરીયુ અને રૂપિયા 28,300 રોકડા પણ કાઢી આપ્યા છે. આ શખ્સની પૂછપરછ કરાતા આ શખ્સે બંધ મકાનને નિશાન બનાવી તેના બાથરૂમ અથવા દરવાજા પાસે પડેલા ચપ્પલ-બુટમાંથી ચાવી શોધી મકાનનું લોક ખોલી નાખી ચોરી કરતો હોવાની કબૂલાત આપી છે.