Sabarkantha: ગાડી સાથે નદીમાં ફસાયેલાં દંપતીનો આબાદ બચાવ, જુઓ વીડિયો
ઈડર વડીયાવીર અને કડિયાદરા ગામ વચ્ચે આવેલ નદીમાં પુલ સ્લેબ ઉપર પસાર થતી મારુતિ કંપનીની બ્રેજા ગાડી નદીમાં તણાઈ હતી ઇડર પોલીસ અને ફાયર ટીમે નદીના કિનારે પહોંચી હતી. ઈડર તાલુકાના વડીયાવીર ગામેથી કડિયાદરા જતા બંને ગામ વચ્ચે આવતી કરોલ નદીના સ્લેબ પુલ ઉપરથી રવિવારે આશરે 11:30 વાગ્યાના સમયે મૂળ ઇડર વતની હાલમાં અમદાવાદ ખાતે રહેતા સુરેશભાઈ મિસ્ત્રી અને તેમના પત્ની નયનાબેન મિસ્ત્રી મારુતિ કંપનીની બ્રેઝા ગાડી કડિયાદરા સાસરી જઈ રહ્યા હતા. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ સાર્વત્રિક વરસાદના કારણે કરોલ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, અચાનક કરોલ નદીના સ્લેબ ઉપરથી ફૂલ પાણી આવી જતા બ્રેઝા ગાડીમાં જઈ રહેલ દંપતી ભારે પાણીના પ્રવાહમાં ગાડી સાથે પાણીમાં તણાઈ ગયા હતા. વડીયાવીર અને કડિયાદરા કરોલ નદી પુલ ઉપરથી ગાડી પાણીમા તણાઈને વડીયાવીર ગામની સીમ આવેલ રગતીયા વીર મંદિર પાસે નદીની વચ્ચોવચ અટકાઈ ગઈ હતી. પતિ પત્ની બ્રેજા ગાડીની ઉપર પોતાનો જીવ હાથમાં લઇ બેઠા હતા, દેત્રોલી ગામ અને વડીયાવીર ગામ તેમજ આજુબાજુના ગામોના લોકો નદીની બંને કાંઠે આવી પહોંચ્યા હતા ઈડર પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનો પણ નદીની કિનારા ઉપર આવી પહોંચીને બચાવ કામગીરી કરી હતી પરંતુ બચાવ કામગીરી નિષ્ફ્ળ રહી હતી. આશરે 2 વાગ્યાના સમયે સંજય રાવળ તેમજ જીવ દયા ટીમના જાવેદ નામના યુવક ગાડી સુધી દોરડું લઈ પહોંચી બચાવ કામગીરીમાં સફળ રહ્યા હતા. ફાયર ટીમની 3 કલાક સુધીની મહેનત નિષ્ફળ ફાયર ટીમના જવાનોએ 3 કલાકથી વધુ સમયેથી પાણીની વચ્ચે જઈ પતિ પત્ની રેસ્ક્યુ કરવાની કોશિશ કરવા ઘણીવાર પાણીમાં પડયા હતા છતાં પાણી પ્રવાહ વધારે હોવાથી બચાવ કામગીરીમાં નિષ્ફળ રહ્યા હતા. નદીમાં તણાઈ આવેલ પતિ પત્નીને બચાવવા માટે ફાયર ટીમ જવાનો પાણીમાં જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાણીનો વેગ વધારે હોવાથી નદીના વચોવચ અટવાઈ ગયેલા પતિ પત્નીને બચાવવા નિષ્ફળ રહ્યા હતા. ત્યારે બીજી બાજુ વડીયાવીર, દેત્રોલી ગામના કેટલાક જવાનો પણ પાણીની અંદર જઈને બચાવવા માટે પ્રયાસ કરતા હતા ત્યારે લાબડીયાના સંજયભાઈ રાવળ તેમજ જીવ દયા ટીમના જાવેદભાઈ બને સામે સામે કિનારા થી નદી વચ્ચે દોરડું લઈને પાણી બહાર કાઢવા ઉતર્યા હતા. ત્યાર બાદ ફાયર ટીમના જવાનો પાણી દોરડું લઈ ઉતર્યા હતા. નદીના બંને કાઠે આવેલ લોકોએ તંત્રની નિષ્ફળ કામગીરી ઉપર સવાલો ઉઠવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઈડર વડીયાવીર અને કડિયાદરા ગામ વચ્ચે આવેલ નદીમાં પુલ સ્લેબ ઉપર પસાર થતી મારુતિ કંપનીની બ્રેજા ગાડી નદીમાં તણાઈ હતી ઇડર પોલીસ અને ફાયર ટીમે નદીના કિનારે પહોંચી હતી.
ઈડર તાલુકાના વડીયાવીર ગામેથી કડિયાદરા જતા બંને ગામ વચ્ચે આવતી કરોલ નદીના સ્લેબ પુલ ઉપરથી રવિવારે આશરે 11:30 વાગ્યાના સમયે મૂળ ઇડર વતની હાલમાં અમદાવાદ ખાતે રહેતા સુરેશભાઈ મિસ્ત્રી અને તેમના પત્ની નયનાબેન મિસ્ત્રી મારુતિ કંપનીની બ્રેઝા ગાડી કડિયાદરા સાસરી જઈ રહ્યા હતા. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ સાર્વત્રિક વરસાદના કારણે કરોલ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, અચાનક કરોલ નદીના સ્લેબ ઉપરથી ફૂલ પાણી આવી જતા બ્રેઝા ગાડીમાં જઈ રહેલ દંપતી ભારે પાણીના પ્રવાહમાં ગાડી સાથે પાણીમાં તણાઈ ગયા હતા. વડીયાવીર અને કડિયાદરા કરોલ નદી પુલ ઉપરથી ગાડી પાણીમા તણાઈને વડીયાવીર ગામની સીમ આવેલ રગતીયા વીર મંદિર પાસે નદીની વચ્ચોવચ અટકાઈ ગઈ હતી. પતિ પત્ની બ્રેજા ગાડીની ઉપર પોતાનો જીવ હાથમાં લઇ બેઠા હતા, દેત્રોલી ગામ અને વડીયાવીર ગામ તેમજ આજુબાજુના ગામોના લોકો નદીની બંને કાંઠે આવી પહોંચ્યા હતા ઈડર પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનો પણ નદીની કિનારા ઉપર આવી પહોંચીને બચાવ કામગીરી કરી હતી પરંતુ બચાવ કામગીરી નિષ્ફ્ળ રહી હતી. આશરે 2 વાગ્યાના સમયે સંજય રાવળ તેમજ જીવ દયા ટીમના જાવેદ નામના યુવક ગાડી સુધી દોરડું લઈ પહોંચી બચાવ કામગીરીમાં સફળ રહ્યા હતા.
ફાયર ટીમની 3 કલાક સુધીની મહેનત નિષ્ફળ
ફાયર ટીમના જવાનોએ 3 કલાકથી વધુ સમયેથી પાણીની વચ્ચે જઈ પતિ પત્ની રેસ્ક્યુ કરવાની કોશિશ કરવા ઘણીવાર પાણીમાં પડયા હતા છતાં પાણી પ્રવાહ વધારે હોવાથી બચાવ કામગીરીમાં નિષ્ફળ રહ્યા હતા.
નદીમાં તણાઈ આવેલ પતિ પત્નીને બચાવવા માટે ફાયર ટીમ જવાનો પાણીમાં જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાણીનો વેગ વધારે હોવાથી નદીના વચોવચ અટવાઈ ગયેલા પતિ પત્નીને બચાવવા નિષ્ફળ રહ્યા હતા. ત્યારે બીજી બાજુ વડીયાવીર, દેત્રોલી ગામના કેટલાક જવાનો પણ પાણીની અંદર જઈને બચાવવા માટે પ્રયાસ કરતા હતા ત્યારે લાબડીયાના સંજયભાઈ રાવળ તેમજ જીવ દયા ટીમના જાવેદભાઈ બને સામે સામે કિનારા થી નદી વચ્ચે દોરડું લઈને પાણી બહાર કાઢવા ઉતર્યા હતા. ત્યાર બાદ ફાયર ટીમના જવાનો પાણી દોરડું લઈ ઉતર્યા હતા. નદીના બંને કાઠે આવેલ લોકોએ તંત્રની નિષ્ફળ કામગીરી ઉપર સવાલો ઉઠવ્યા હતા.