Ahmedabad: CM ભૂપેન્દ્ર પટેલે વિઘ્નહર્તાના કર્યા દર્શન, વિવિધ ગણેશ પંડાલની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારના ગોતા, થલતેજ, બોડકદેવ, સાયન્સ સિટી રોડ ખાતેના વિવિધ સાર્વજનિક ગણપતિ ઉત્સવમાં નગરજનોના ઉમંગ અને ઉલ્લાસમાં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીએ AMC પ્લોટ સાયન્સ સિટી, મધુવૃંદ સોસાયટી ગણેશ મહોત્સવ, કે. કે. નગર પાટીદાર ચોક, ગુરુકુલ કા મહારાજા ગણેશ મહોત્સવ વગેરે પાંચ જેટલા સાર્વજનિક ગણેશ મહોત્સવના ગણપતિ સ્થાપનના ભક્તિભાવ અને શ્રદ્ધા પૂર્વક દર્શન પૂજન કર્યા હતા. મુખ્યમંત્રીએ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું મુખ્યમંત્રીએ ગણેશ મહોત્સવમાં દર્શન કરવા આવેલા નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ભૂલકાંઓ સાથે વડીલ વાત્સલ્ય ભાવથી વાર્તાલાપ કર્યો હતો. સાયન્સ સિટી ખાતે આયોજિત સાર્વજનિક ગણેશ મહોત્સવમાં યુવાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ઊભા કરવામાં આવેલા રીન્યુ એબલ એનર્જી મોડેલ સ્ટોલ પણ તેમણે રસપૂર્વક નિહાળ્યો હતો. મુખ્યમંત્રીએ ગણેશ પંડાલની મુલાકાત લીધી આ વેળાએ શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય અમિત શાહ, ધારાસભ્ય અમિત ઠાકર, જીતુભાઈ પટેલ, મેયર પ્રતિભા બહેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ, ડેપ્યુટી મેયર જતીન પટેલ, મ્યુનિસિપલ પક્ષના નેતા ગૌરાંગભાઈ અને મ્યુનિસિપલ કાઉન્સિલરો અને અન્ય પદાધિકારીઓ પણ જોડાયા હતા. ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદના ઘરે-ઘરે ગણપતિની સાથે સોસાયટી અને ફ્લેટમાં પણ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ રત્નદીપ એવેન્યું ખાતે પણ પાંચ દિવસ માટે ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં રોજ અલગ અલગ કાર્યકમો, ગરબા રાખવામાં આવ્યા છે તેની સાથે શારીરિક સ્વાસ્થ્ય માટે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડીલો, વૃદ્ધો તેમજ બાળકો માટેના કેમ્પનું આયોજન કરીને ઉજવણી સાથે સંભાળનો પણ સંદેશો આપવામાં આવ્યો છે.

Ahmedabad: CM ભૂપેન્દ્ર પટેલે વિઘ્નહર્તાના કર્યા દર્શન, વિવિધ ગણેશ પંડાલની મુલાકાત લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારના ગોતા, થલતેજ, બોડકદેવ, સાયન્સ સિટી રોડ ખાતેના વિવિધ સાર્વજનિક ગણપતિ ઉત્સવમાં નગરજનોના ઉમંગ અને ઉલ્લાસમાં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીએ AMC પ્લોટ સાયન્સ સિટી, મધુવૃંદ સોસાયટી ગણેશ મહોત્સવ, કે. કે. નગર પાટીદાર ચોક, ગુરુકુલ કા મહારાજા ગણેશ મહોત્સવ વગેરે પાંચ જેટલા સાર્વજનિક ગણેશ મહોત્સવના ગણપતિ સ્થાપનના ભક્તિભાવ અને શ્રદ્ધા પૂર્વક દર્શન પૂજન કર્યા હતા.

મુખ્યમંત્રીએ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું

મુખ્યમંત્રીએ ગણેશ મહોત્સવમાં દર્શન કરવા આવેલા નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ભૂલકાંઓ સાથે વડીલ વાત્સલ્ય ભાવથી વાર્તાલાપ કર્યો હતો. સાયન્સ સિટી ખાતે આયોજિત સાર્વજનિક ગણેશ મહોત્સવમાં યુવાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ઊભા કરવામાં આવેલા રીન્યુ એબલ એનર્જી મોડેલ સ્ટોલ પણ તેમણે રસપૂર્વક નિહાળ્યો હતો.

મુખ્યમંત્રીએ ગણેશ પંડાલની મુલાકાત લીધી

આ વેળાએ શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય અમિત શાહ, ધારાસભ્ય અમિત ઠાકર, જીતુભાઈ પટેલ, મેયર પ્રતિભા બહેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ, ડેપ્યુટી મેયર જતીન પટેલ, મ્યુનિસિપલ પક્ષના નેતા ગૌરાંગભાઈ અને મ્યુનિસિપલ કાઉન્સિલરો અને અન્ય પદાધિકારીઓ પણ જોડાયા હતા.

ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી

દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદના ઘરે-ઘરે ગણપતિની સાથે સોસાયટી અને ફ્લેટમાં પણ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ રત્નદીપ એવેન્યું ખાતે પણ પાંચ દિવસ માટે ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં રોજ અલગ અલગ કાર્યકમો, ગરબા રાખવામાં આવ્યા છે તેની સાથે શારીરિક સ્વાસ્થ્ય માટે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડીલો, વૃદ્ધો તેમજ બાળકો માટેના કેમ્પનું આયોજન કરીને ઉજવણી સાથે સંભાળનો પણ સંદેશો આપવામાં આવ્યો છે.