Banaskanthaમાં સરકારી સબસિડીવાળા યુરિયા ખાતરનો કાળો કારોબાર ઝડપાયો, 4 લોકોની અટકાયત

રાજ્યના ખેડૂતોને ખેતી માટે જરૂરી યુરીયા ખાતર નીચા ભાવે મળી રહે તે હેતુસર સરકાર દ્વારા ખાતરમાં સબસિડી આપી ખેડૂતોને યુરિયા ખાતરની 45 કિલોની બેગ રૂપિયા 266.50ના ભાવે અપાય છે. પરંતુ આ બેગ સરકારી ગોડાઉનમાંથી નીકળી ગયા બાદ કેટલાક લેભાગુ ખાતર ગોડાઉન ધારકો ઊંચો નફો મેળવવા સરકારની આ સબસિડી વાળા ખાતરનો જ કાળો કારોબાર કરી દે છે.સબસિડી વાળા ખાતરમાંથી યુરિયા લિક્વિડ બનાવતા ત્યારે બનાસકાંઠામાં સરકારી સબસિડી વાળા ખાતરનો કાળો કારોબાર ઝડપાયો છે. બનાસકાંઠા એલસીબી પોલીસે દિયોદરના ડુચકવાડા ગામના એક ખાનગી ખેતરમાં રેડ કરી સરકારની સબસિડી વાળા ખાતરમાંથી યુરિયા લિક્વિડ બનાવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનના 4 શખ્સો પાલનપુરના કુંભલમેર ગામના રામજી પટેલ નામના ખાતરના વેપારી પાસેથી સરકારી સબસિડી વાળું ખાતર 266.50ની જગ્યાએ 700 રૂપિયા જેટલા ઊંચા ભાવે ખરીદી આ ખાતર દિયોદરના ડુચકવાડા ગામે લાવતા અને આ ખાતરનો દૂરઉપયોગ કરી આ ખાનગી ખેતરમાં પ્રોસેસિંગ કરી આ સબસિડી વાળા ખાતરમાંથી યુરિયા લિક્વિડ બનાવતા હતા અને આ યુરીયા લિક્વિડ ભરવા દિલ્હીના નસીમ નામના એક શખ્સ પાસેથી અલગ અલગ કંપનીની લોગો ધારી ડોલો મગાવી આ ડોલોની અંદર ભરતા અને તે બાદ આ યુરીયા લિક્વિડ bs6 વાહનો માટે ઊંચા ભાવે વેચી નાખતા હતા. પોલીસે મુદ્દામાલ સાથે 4 લોકોને ઝડપ્યા જો કે એક તરફ રાજ્યનો ખેડૂત ખેતી માટે જરૂરી યુરિયા ખાતર મેળવવા તડપી રહ્યો છે. એક તરફ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર નથી મળી રહ્યું તો બીજી તરફ આવા લેભાગુ ખાતર ગોડાઉનના માલિકો ખેડૂતોને ખાતર સબસિડી સાથે આપવાની જગ્યાએ આ ખાતરનો કાળો કારોબાર કરતા ઝડપાયા છે. પોલીસે આ સમગ્ર કૌભાંડને ઝડપી પાડી ડુચકવાડા ગામના ખેતરમાં રહેલા સરકારી સબસિડી વાળા ખાતરના કટ્ટા સહિત અન્ય મુદ્દામાલ સાથે રાજસ્થાનના ફુસારામ લાલારામ જાટ, પૂનમચંદ મોટારામ ઝાટ, ગોગારામ રાવતારામ જાટ અને ભાભરના ભરત રૂપાભાઈ માળીને દબોચી લીધા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી તેમની પૂછપરછ કરતા આ ખાતરનો જથ્થો પાલનપુરના કુંભલમેર ગામના રામજી પટેલે પહોંચાડ્યો હોવાનું ખુલ્યું છે તો સાથે જ અલગ અલગ કંપનીની લોગાધારી ડોલ દિલ્હીના નસીમે પહોંચાડી હોવાનું સામે આવતા પોલીસે અત્યારે તો આ 6 લોકો સામે ગુનો નોંધી ખેડૂતોના સરકારી સબસિડી વાળા ખાતરનો કાળો કારોબાર કરતા 6 ખાતર કૌભાંડીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Banaskanthaમાં સરકારી સબસિડીવાળા યુરિયા ખાતરનો કાળો કારોબાર ઝડપાયો, 4 લોકોની અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના ખેડૂતોને ખેતી માટે જરૂરી યુરીયા ખાતર નીચા ભાવે મળી રહે તે હેતુસર સરકાર દ્વારા ખાતરમાં સબસિડી આપી ખેડૂતોને યુરિયા ખાતરની 45 કિલોની બેગ રૂપિયા 266.50ના ભાવે અપાય છે. પરંતુ આ બેગ સરકારી ગોડાઉનમાંથી નીકળી ગયા બાદ કેટલાક લેભાગુ ખાતર ગોડાઉન ધારકો ઊંચો નફો મેળવવા સરકારની આ સબસિડી વાળા ખાતરનો જ કાળો કારોબાર કરી દે છે.

સબસિડી વાળા ખાતરમાંથી યુરિયા લિક્વિડ બનાવતા

ત્યારે બનાસકાંઠામાં સરકારી સબસિડી વાળા ખાતરનો કાળો કારોબાર ઝડપાયો છે. બનાસકાંઠા એલસીબી પોલીસે દિયોદરના ડુચકવાડા ગામના એક ખાનગી ખેતરમાં રેડ કરી સરકારની સબસિડી વાળા ખાતરમાંથી યુરિયા લિક્વિડ બનાવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનના 4 શખ્સો પાલનપુરના કુંભલમેર ગામના રામજી પટેલ નામના ખાતરના વેપારી પાસેથી સરકારી સબસિડી વાળું ખાતર 266.50ની જગ્યાએ 700 રૂપિયા જેટલા ઊંચા ભાવે ખરીદી આ ખાતર દિયોદરના ડુચકવાડા ગામે લાવતા અને આ ખાતરનો દૂરઉપયોગ કરી આ ખાનગી ખેતરમાં પ્રોસેસિંગ કરી આ સબસિડી વાળા ખાતરમાંથી યુરિયા લિક્વિડ બનાવતા હતા અને આ યુરીયા લિક્વિડ ભરવા દિલ્હીના નસીમ નામના એક શખ્સ પાસેથી અલગ અલગ કંપનીની લોગો ધારી ડોલો મગાવી આ ડોલોની અંદર ભરતા અને તે બાદ આ યુરીયા લિક્વિડ bs6 વાહનો માટે ઊંચા ભાવે વેચી નાખતા હતા.

પોલીસે મુદ્દામાલ સાથે 4 લોકોને ઝડપ્યા

જો કે એક તરફ રાજ્યનો ખેડૂત ખેતી માટે જરૂરી યુરિયા ખાતર મેળવવા તડપી રહ્યો છે. એક તરફ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર નથી મળી રહ્યું તો બીજી તરફ આવા લેભાગુ ખાતર ગોડાઉનના માલિકો ખેડૂતોને ખાતર સબસિડી સાથે આપવાની જગ્યાએ આ ખાતરનો કાળો કારોબાર કરતા ઝડપાયા છે. પોલીસે આ સમગ્ર કૌભાંડને ઝડપી પાડી ડુચકવાડા ગામના ખેતરમાં રહેલા સરકારી સબસિડી વાળા ખાતરના કટ્ટા સહિત અન્ય મુદ્દામાલ સાથે રાજસ્થાનના ફુસારામ લાલારામ જાટ, પૂનમચંદ મોટારામ ઝાટ, ગોગારામ રાવતારામ જાટ અને ભાભરના ભરત રૂપાભાઈ માળીને દબોચી લીધા છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

તેમની પૂછપરછ કરતા આ ખાતરનો જથ્થો પાલનપુરના કુંભલમેર ગામના રામજી પટેલે પહોંચાડ્યો હોવાનું ખુલ્યું છે તો સાથે જ અલગ અલગ કંપનીની લોગાધારી ડોલ દિલ્હીના નસીમે પહોંચાડી હોવાનું સામે આવતા પોલીસે અત્યારે તો આ 6 લોકો સામે ગુનો નોંધી ખેડૂતોના સરકારી સબસિડી વાળા ખાતરનો કાળો કારોબાર કરતા 6 ખાતર કૌભાંડીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.