Rajkot : જેતપુરમાં DYSP કચેરી બહાર યુવતીનો આત્મવિલોપનનો પ્રયાસ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં DYSP કચેરી બહાર એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો. યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી. યુવતીએ કચેરીની બહાર ઝેરી દવા ગટગટાવતા આપઘાતના પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. યુવતીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી.કચેરીમાં ફરિયાદ ના લેવાઈમળતી માહિતી મુજબ યુવતી દુષ્કર્મના ગુનાને લઈને કચેરીમાં ફરિયાદ કરવા ગઈ હતી. પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ ના નોંધાતા આખરે યુવતીએ કચેરી બહાર અંતિમ પગલું ભરી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોએ યુવતીને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી હતી. યુવતીના પરિવારે જૂનાગઢ પોલીસ પર દુષ્કર્મ ગુનેગારોને છાવરતા હોવાનો ગંભીર આરોપ લગાવતા ન્યાયની માંગ કરી. પરિવારનો આક્ષેપ છે કે તેમની પુત્રી દુષ્કર્મની ઘટનાનો શિકાર બની છે. છતાં પણ પોલીસ ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ નથી લઈ રહી. આખરે લોકોની રક્ષા કરતી પોલીસ તરફથી જ ન્યાય ના મળતાં યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. પીડિત પરિવારની ન્યાયની માંગપીડિતાના પરિવારે જેતપુર, વીરપુર, જૂનાગઢ પોલીસ ધક્કા ખડવતા હોવાનો આક્ષેપ કર્યો. પીડિતા અને તેના પરિવારજનોએ વીરપુર પોલીસના બદલે રૂરલ LCB અથવા જૂનાગઢ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરે તેવી માંગ કરી છે. યુવતીના પરિવારને શંકા છે કે જૂનાગઢ પોલીસ આરોપી વલ્લભ જાદવને છાવરી રહી છે અને એટલે જ ફરિયાદ નોંધવામાં ગલ્લાં તલ્લાં કરે છે. જેથી આરોપી સમય મળે ત્યારે ભાગી જઈ શકે.યુવતીના પરિવારજનોએ દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધી આરોપી સામે કાર્યવાહી કરતાં ન્યાયની માગ કરી.આ ઘટનાએ સ્થાનિક પોલીસની કાર્યપદ્ધતિ અને અપરાધીઓને રક્ષણ આપવાની શક્યતાને લઈને સવાલો ઊભા કર્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ જિલ્લાના જેતપુરમાં DYSP કચેરી બહાર એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો. યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી. યુવતીએ કચેરીની બહાર ઝેરી દવા ગટગટાવતા આપઘાતના પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. યુવતીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી.
કચેરીમાં ફરિયાદ ના લેવાઈ
મળતી માહિતી મુજબ યુવતી દુષ્કર્મના ગુનાને લઈને કચેરીમાં ફરિયાદ કરવા ગઈ હતી. પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ ના નોંધાતા આખરે યુવતીએ કચેરી બહાર અંતિમ પગલું ભરી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોએ યુવતીને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી હતી. યુવતીના પરિવારે જૂનાગઢ પોલીસ પર દુષ્કર્મ ગુનેગારોને છાવરતા હોવાનો ગંભીર આરોપ લગાવતા ન્યાયની માંગ કરી. પરિવારનો આક્ષેપ છે કે તેમની પુત્રી દુષ્કર્મની ઘટનાનો શિકાર બની છે. છતાં પણ પોલીસ ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ નથી લઈ રહી. આખરે લોકોની રક્ષા કરતી પોલીસ તરફથી જ ન્યાય ના મળતાં યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો.
પીડિત પરિવારની ન્યાયની માંગ
પીડિતાના પરિવારે જેતપુર, વીરપુર, જૂનાગઢ પોલીસ ધક્કા ખડવતા હોવાનો આક્ષેપ કર્યો. પીડિતા અને તેના પરિવારજનોએ વીરપુર પોલીસના બદલે રૂરલ LCB અથવા જૂનાગઢ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરે તેવી માંગ કરી છે. યુવતીના પરિવારને શંકા છે કે જૂનાગઢ પોલીસ આરોપી વલ્લભ જાદવને છાવરી રહી છે અને એટલે જ ફરિયાદ નોંધવામાં ગલ્લાં તલ્લાં કરે છે. જેથી આરોપી સમય મળે ત્યારે ભાગી જઈ શકે.યુવતીના પરિવારજનોએ દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધી આરોપી સામે કાર્યવાહી કરતાં ન્યાયની માગ કરી.આ ઘટનાએ સ્થાનિક પોલીસની કાર્યપદ્ધતિ અને અપરાધીઓને રક્ષણ આપવાની શક્યતાને લઈને સવાલો ઊભા કર્યા છે.