Dwarka: વૃદ્ધની રહસ્યમય હત્યાનો આખરે ભેદ ઉકેલાયો, પોલીસકર્મી જ નીકળ્યો આરોપી

15 જુલાઈએ રાત્રે 8.30 વાગ્યે કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે વજુભા બનેસંગ જાડેજાને ગળાના ભાગે તલવારના ઘા ઝીંકી તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. 80 વર્ષીય વૃદ્ધ રાત્રીના સમયે પોતાની વાડીમાં હતા, ત્યારે તેમના ગળાના ભાગે અનેક તલવારના ઘા ઝીંકી નિર્દયતા પૂર્વક તેમની હત્યા કરવામાં આવી હતી.જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની ચર્ચા ત્યારે આ ઘટનાને પગલે કલ્યાણપુર પોલીસ મથકે હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસના ધાડે ધાડા આ ગામમાં ઉતરી આવ્યા હતા. અનેક સવાલો અને રહસ્યોથી ભરપુર આ હત્યાના બનાવમાં પોલીસ ખડેપગે દોડતી રહી પણ હત્યારો શાતિર હતો કે પોલીસ નિષ્ક્રિય રહી હતી એ સવાલો પણ આ હત્યાના બનાવના કેટલાય દિવસો અને મહિના વિત્યા પછી સ્વભાવિક થવા લાગ્યા હતા. પોલીસ માટે આ હત્યાનું કારણ મળતું નહોતું, પરંતુ આસપાસના વિસ્તારમાં આ હત્યા જૂની અદાવતમાં થઈ હોવાની ચર્ચા ગલીએ ચોરે થવા લાગી હતી. પણ બસ પોલીસને જ આ કેસમાં આરોપીના કોઈ વાવડ નહોતા મળતા કારણ પણ જાણીને આશ્ચર્ય થશે કેમ કે આ હત્યાને અંજામ આપનાર કોઈ શાતિર અપરાધી નહીં પણ કાયદાનો રક્ષક અને ખુદ આજ ગામનો પોલીસ કર્મી નીકળતા સમગ્ર જિલ્લામાં આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે. આ બનાવ વખતે આરોપીનું નામ જાણવા મળ્યું ન હતું. પરંતુ ત્યારબાદ ગુનાની તપાસ દરમિયાન આ ખૂન ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દશરથસિંહ રણુભા જાડેજા નામના વ્યક્તિએ કર્યું હોવાનું ખુલ્યું હતું. આરોપીએ અંગત અદાવતમાં વૃદ્ધની કરી હત્યા જે દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે આ દશરથસિંહ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરનાર અમલદાર સમક્ષ સરન્ડર થતાં તેની અટકાયત કરવામાં આવેલી તેમજ હાલ તેની પૂછપરછ ચાલુ છે. નામદાર કોર્ટમાંથી આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીની પૂછપરછ કરતા આરોપી દ્વારા જણાવવામાં આવ્યું કે 2012માં મરણ જનરલ વજુભા જાડેજાની વાડીમાં ઈલેક્ટ્રીક કરંટ મૂકવામાં આવ્યો હતો અને જેના કારણે કરંટ લાગતા આરોપીના કાકા તથા કાકાનો દીકરો બંનેનું મૃત્યુ થયું હતું. જે બનાવ બાબતે જેતે સમયે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે મરણ જનારના દિકરા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીએ પોતાના કાકા તથા પિતરાઈ ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે વજુભાનું ખૂન કર્યું છે. આ ગુનો કરવા માટે આરોપી દ્વારા ઉપયોગ કરવામાં આવેલી તલવાર ખાખરડા ગામના આશાપુરા માતાજીના મંદિર ખાતેથી બનાવના બીજા દિવસે કબજે કરવામાં આવેલ હતી. અત્યાર સુધીની તપાસમાં આ ગુનો આચરવામાં અન્ય કોઈ સહ આરોપીઓ સામેલ હોવાની કોઈ હકીકત જણાઈ આવી નથી. આરોપી વિરુદ્ધ અન્ય પુરાવાઓ મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે.આરોપી પોલીસકર્મીએ ખુદ સામેથી સરન્ડર કર્યું હત્યાના આ બનાવને પગલે ખાખરડા ગામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મહિના સુધી સતત રાખવામાં આવ્યો અને આખરે કાયદાના રક્ષક પોલીસ કર્મીએ જૂની અદાવતમાં આ વૃદ્ધની હત્યા નીપજાવી જૂના વેરનો બદલો લેવાની આડમાં આ હત્યાને અંજામ આપ્યો અને પોલીસ પણ જાણે આ કેસમાં ખૂબ ઢીલી નીતિથી કામ કરતી રહી હોય તેવો ઘાટ જોવા મળ્યો. આરોપી પોલીસ કર્મી પોલીસને હાથ ના લાગ્યો ખુદ સામેથી સરન્ડર કર્યું એ પણ પોલીસ માટે શરમજનક ઘટના છે. અન્ય કેસોમાં પોલીસ તાત્કાલિક ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લેવાના બણગા ફુક્તી નજરે પડે પણ આ કેસમાં પોલીસ કર્મી હત્યારો હોય પોલીસ પણ આ કેસમાં ઢીલી નીતિથી કામ કરતી નજરે પડી હોય તેવો ઘાટ સર્જાયો, હત્યાના આટલા દિવસો વિત્યા બાદ પણ આરોપીને પોલીસ ઝડપી ના શકી એ પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે, પોલીસ કર્મી હત્યારો નીકળતા પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે. 

Dwarka: વૃદ્ધની રહસ્યમય હત્યાનો આખરે ભેદ ઉકેલાયો, પોલીસકર્મી જ નીકળ્યો આરોપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

15 જુલાઈએ રાત્રે 8.30 વાગ્યે કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે વજુભા બનેસંગ જાડેજાને ગળાના ભાગે તલવારના ઘા ઝીંકી તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. 80 વર્ષીય વૃદ્ધ રાત્રીના સમયે પોતાની વાડીમાં હતા, ત્યારે તેમના ગળાના ભાગે અનેક તલવારના ઘા ઝીંકી નિર્દયતા પૂર્વક તેમની હત્યા કરવામાં આવી હતી.

જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની ચર્ચા

ત્યારે આ ઘટનાને પગલે કલ્યાણપુર પોલીસ મથકે હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસના ધાડે ધાડા આ ગામમાં ઉતરી આવ્યા હતા. અનેક સવાલો અને રહસ્યોથી ભરપુર આ હત્યાના બનાવમાં પોલીસ ખડેપગે દોડતી રહી પણ હત્યારો શાતિર હતો કે પોલીસ નિષ્ક્રિય રહી હતી એ સવાલો પણ આ હત્યાના બનાવના કેટલાય દિવસો અને મહિના વિત્યા પછી સ્વભાવિક થવા લાગ્યા હતા. પોલીસ માટે આ હત્યાનું કારણ મળતું નહોતું, પરંતુ આસપાસના વિસ્તારમાં આ હત્યા જૂની અદાવતમાં થઈ હોવાની ચર્ચા ગલીએ ચોરે થવા લાગી હતી.

પણ બસ પોલીસને જ આ કેસમાં આરોપીના કોઈ વાવડ નહોતા મળતા કારણ પણ જાણીને આશ્ચર્ય થશે કેમ કે આ હત્યાને અંજામ આપનાર કોઈ શાતિર અપરાધી નહીં પણ કાયદાનો રક્ષક અને ખુદ આજ ગામનો પોલીસ કર્મી નીકળતા સમગ્ર જિલ્લામાં આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે. આ બનાવ વખતે આરોપીનું નામ જાણવા મળ્યું ન હતું. પરંતુ ત્યારબાદ ગુનાની તપાસ દરમિયાન આ ખૂન ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દશરથસિંહ રણુભા જાડેજા નામના વ્યક્તિએ કર્યું હોવાનું ખુલ્યું હતું.

આરોપીએ અંગત અદાવતમાં વૃદ્ધની કરી હત્યા

જે દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે આ દશરથસિંહ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરનાર અમલદાર સમક્ષ સરન્ડર થતાં તેની અટકાયત કરવામાં આવેલી તેમજ હાલ તેની પૂછપરછ ચાલુ છે. નામદાર કોર્ટમાંથી આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીની પૂછપરછ કરતા આરોપી દ્વારા જણાવવામાં આવ્યું કે 2012માં મરણ જનરલ વજુભા જાડેજાની વાડીમાં ઈલેક્ટ્રીક કરંટ મૂકવામાં આવ્યો હતો અને જેના કારણે કરંટ લાગતા આરોપીના કાકા તથા કાકાનો દીકરો બંનેનું મૃત્યુ થયું હતું. જે બનાવ બાબતે જેતે સમયે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે મરણ જનારના દિકરા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપીએ પોતાના કાકા તથા પિતરાઈ ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે વજુભાનું ખૂન કર્યું છે. આ ગુનો કરવા માટે આરોપી દ્વારા ઉપયોગ કરવામાં આવેલી તલવાર ખાખરડા ગામના આશાપુરા માતાજીના મંદિર ખાતેથી બનાવના બીજા દિવસે કબજે કરવામાં આવેલ હતી. અત્યાર સુધીની તપાસમાં આ ગુનો આચરવામાં અન્ય કોઈ સહ આરોપીઓ સામેલ હોવાની કોઈ હકીકત જણાઈ આવી નથી. આરોપી વિરુદ્ધ અન્ય પુરાવાઓ મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે.

આરોપી પોલીસકર્મીએ ખુદ સામેથી સરન્ડર કર્યું

હત્યાના આ બનાવને પગલે ખાખરડા ગામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મહિના સુધી સતત રાખવામાં આવ્યો અને આખરે કાયદાના રક્ષક પોલીસ કર્મીએ જૂની અદાવતમાં આ વૃદ્ધની હત્યા નીપજાવી જૂના વેરનો બદલો લેવાની આડમાં આ હત્યાને અંજામ આપ્યો અને પોલીસ પણ જાણે આ કેસમાં ખૂબ ઢીલી નીતિથી કામ કરતી રહી હોય તેવો ઘાટ જોવા મળ્યો. આરોપી પોલીસ કર્મી પોલીસને હાથ ના લાગ્યો ખુદ સામેથી સરન્ડર કર્યું એ પણ પોલીસ માટે શરમજનક ઘટના છે.

અન્ય કેસોમાં પોલીસ તાત્કાલિક ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લેવાના બણગા ફુક્તી નજરે પડે પણ આ કેસમાં પોલીસ કર્મી હત્યારો હોય પોલીસ પણ આ કેસમાં ઢીલી નીતિથી કામ કરતી નજરે પડી હોય તેવો ઘાટ સર્જાયો, હત્યાના આટલા દિવસો વિત્યા બાદ પણ આરોપીને પોલીસ ઝડપી ના શકી એ પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે, પોલીસ કર્મી હત્યારો નીકળતા પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે.