MP વિનોદ ચાવડા બોલું છું તેમ કહી અમદાવાદના શખ્સે 15 હજાર પડાવ્યા

કચ્છના સાંસદ વિનોદ ચાવડાના નામે રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે અમદાવાદના શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અંજારમાં વરસામેડી રોડ પર આવેલ રિવેરા એલીગન્સમાં રહેતા મોહિત વિદ્યપ્રકાશ પ્રભાકરે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 23 ઓગસ્ટના તે ગાંધીધામમાં હતા ત્યારે અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો અને કહ્યું કે, હું સંસદસભ્ય વિનોદ ચાવડા બોલું છું અને ગણપતિ સ્થાપના પૂજા માટે 15 હજાર મોકલાવો આ માટે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ખાતા નંબર મોકલાવ્યા હતા. ફરિયાદીએ 15 હજાર ટ્રાન્સફર કર્યા, બાદમાં શંકા ગઈ અને તપાસ કરતા મોબાઈલ નંબર વિનોદ ચાવડાના ન હોવાનું જાણવા મળ્યું, બાદમાં હકીકત જોતા સામે આવ્યું કે, અમદાવાદના રિતેશ જોષીના નંબર છે. પોલીસે આ શખ્સને પકડી લીધો હોવાનું જાણવા મળતા ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં તેની સામે છેતરપીંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. કચ્છમાં નકલી સાંસદ મુદ્દે અમિત ચાવડાના શાબ્દિક પ્રહાર ભૂતિયા ટોલનાકા, ભૂતિયા શિક્ષકો, PMO અને CMOના નકલી અધિકારીઓ, અને હવે નકલી સાંસદ બની ઉઘરાણા કરવામાં આવે છે. હવે ભવિષ્યમાં નકલી મુખ્યમંત્રી ના બની જાય તે જોવું પડશે. રાજ્યમાં ઠેર-ઠેર નકલી-નકલી જોવા મળી રહ્યું છે.

MP વિનોદ ચાવડા બોલું છું તેમ કહી અમદાવાદના શખ્સે 15 હજાર પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના સાંસદ વિનોદ ચાવડાના નામે રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે અમદાવાદના શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

અંજારમાં વરસામેડી રોડ પર આવેલ રિવેરા એલીગન્સમાં રહેતા મોહિત વિદ્યપ્રકાશ પ્રભાકરે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 23 ઓગસ્ટના તે ગાંધીધામમાં હતા ત્યારે અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો અને કહ્યું કે, હું સંસદસભ્ય વિનોદ ચાવડા બોલું છું અને ગણપતિ સ્થાપના પૂજા માટે 15 હજાર મોકલાવો આ માટે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ખાતા નંબર મોકલાવ્યા હતા. ફરિયાદીએ 15 હજાર ટ્રાન્સફર કર્યા, બાદમાં શંકા ગઈ અને તપાસ કરતા મોબાઈલ નંબર વિનોદ ચાવડાના ન હોવાનું જાણવા મળ્યું, બાદમાં હકીકત જોતા સામે આવ્યું કે, અમદાવાદના રિતેશ જોષીના નંબર છે. પોલીસે આ શખ્સને પકડી લીધો હોવાનું જાણવા મળતા ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં તેની સામે છેતરપીંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી.

કચ્છમાં નકલી સાંસદ મુદ્દે અમિત ચાવડાના શાબ્દિક પ્રહાર

ભૂતિયા ટોલનાકા, ભૂતિયા શિક્ષકો, PMO અને CMOના નકલી અધિકારીઓ, અને હવે નકલી સાંસદ બની ઉઘરાણા કરવામાં આવે છે. હવે ભવિષ્યમાં નકલી મુખ્યમંત્રી ના બની જાય તે જોવું પડશે. રાજ્યમાં ઠેર-ઠેર નકલી-નકલી જોવા મળી રહ્યું છે.