Sabarkanthaમાં 5 ઈંચ વરસાદ, મકાનના પતરા પણ ઉડી ગયા

ભારે વરસાદને પગલે પ્રાંતિજમાં બે મકાનની દિવાલ ધરાશાયી થઈવદરાડ ખાતે બેક તથા પશુ દવાખાનામાં વરસાદી પાણી ઘુસ્યા વડ ધરાશાયી થતાં વડ નીચે આવેલા ગોગા મહારાજના મંદિરને નુકસાન સમગ્ર રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં જ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે પ્રાંતિજના વદરાડ, સોનાસણમાં મકાનના પતરા ઉડ્યા છે અને પ્રાંતિજમાં બે મકાનની દિવાલ પણ ધરાશાયી થઈ છે. વદરાડમાં બે વડ અને એક ગુંદાનું ઝાડ ધરાશાયી વદરાડમાં બેન્ક તથા પશુ દવાખાનામાં પણ વરસાદી પાણી ઉતર્યા છે. ત્યારે બે વડ ધરાશાયી થતા વડ નીચે આવેલા ગોગા મહારાજના મંદિરને પણ ભારે નુકસાન થયું છે. આ સાથે ગુંદાનું એક વૃક્ષ પણ ધરાશાયી થયું છે. વદરાડમાં વીજપોલ ધરાશાયી થતાં વીજ પ્રવાહ બંધ થયો છે અને લોકોને વીજળી વગર રહેવાનો વારો આવ્યો છે. હિંમતનગર પાસે પસાર થતી હાથમતી નદીમાં આવ્યા નવા નીર સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે હાથમતી નદી બે કાંઠે વહી રહી છે. હિંમતનગર પાસે પસાર થતી હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે અને શહેરમાં ન્યાય મંદિરથી મહેતાપુરા જતો કોઝવે બંધ કરવામાં આવ્યો છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતા અવરજવર બંધ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે ઈડરનું રાણી તળાવ પણ 70 ટકા જેટલુ ભરાયું છે અને રાણી તળાવના આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદથી નદી, તળાવમાં પાણીની આવક થઈ છે. અમરેલી જિલ્લામાં 4 દિવસના વિરામબાદ ફરી વરસાદ અમરેલી જિલ્લામાં પણ 3-4 દિવસના વિરામ બાદ ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાંભા શહેરમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. ખાંભા, કોદીયા, મોટા સરાકડીયા, નાનુડી, દીવાનના સરાકડીયા સહિત ગામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને લઈ ખાંભા ગીર પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જો કે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે અને વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

Sabarkanthaમાં 5 ઈંચ વરસાદ, મકાનના પતરા પણ ઉડી ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારે વરસાદને પગલે પ્રાંતિજમાં બે મકાનની દિવાલ ધરાશાયી થઈ
  • વદરાડ ખાતે બેક તથા પશુ દવાખાનામાં વરસાદી પાણી ઘુસ્યા
  • વડ ધરાશાયી થતાં વડ નીચે આવેલા ગોગા મહારાજના મંદિરને નુકસાન

સમગ્ર રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં જ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે પ્રાંતિજના વદરાડ, સોનાસણમાં મકાનના પતરા ઉડ્યા છે અને પ્રાંતિજમાં બે મકાનની દિવાલ પણ ધરાશાયી થઈ છે.

વદરાડમાં બે વડ અને એક ગુંદાનું ઝાડ ધરાશાયી

વદરાડમાં બેન્ક તથા પશુ દવાખાનામાં પણ વરસાદી પાણી ઉતર્યા છે. ત્યારે બે વડ ધરાશાયી થતા વડ નીચે આવેલા ગોગા મહારાજના મંદિરને પણ ભારે નુકસાન થયું છે. આ સાથે ગુંદાનું એક વૃક્ષ પણ ધરાશાયી થયું છે. વદરાડમાં વીજપોલ ધરાશાયી થતાં વીજ પ્રવાહ બંધ થયો છે અને લોકોને વીજળી વગર રહેવાનો વારો આવ્યો છે.

હિંમતનગર પાસે પસાર થતી હાથમતી નદીમાં આવ્યા નવા નીર

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે હાથમતી નદી બે કાંઠે વહી રહી છે. હિંમતનગર પાસે પસાર થતી હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે અને શહેરમાં ન્યાય મંદિરથી મહેતાપુરા જતો કોઝવે બંધ કરવામાં આવ્યો છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતા અવરજવર બંધ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે ઈડરનું રાણી તળાવ પણ 70 ટકા જેટલુ ભરાયું છે અને રાણી તળાવના આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદથી નદી, તળાવમાં પાણીની આવક થઈ છે.

અમરેલી જિલ્લામાં 4 દિવસના વિરામબાદ ફરી વરસાદ

અમરેલી જિલ્લામાં પણ 3-4 દિવસના વિરામ બાદ ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાંભા શહેરમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. ખાંભા, કોદીયા, મોટા સરાકડીયા, નાનુડી, દીવાનના સરાકડીયા સહિત ગામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને લઈ ખાંભા ગીર પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જો કે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે અને વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.