વઢવાણમાં ખેડૂતોનો રસ્તો બંધ કરનારા બિલ્ડર પર ફોજદારી કાર્યવાહી

વઢવાણ કોઠારિયા રોડ ઉપર શહેરના નામાંકિત બિલ્ડરે લીધેલી જમીન બિન ખેતી કરાવ્યા બાદ લીધેલી જમીનની બાજુમાંથી અનેક ખેડૂતોના ખેતરોમાં જવાનો રસ્તો જતો હતો. ત્યાં મામલતદાર ઓફીસ દ્વારા નોટીસ લગાવેલી હોવા છતાંય બિલ્ડરે તાત્કાલિક ખોદી નાંખી ગેરકાયદેસર કબજો જમાવવાનો પ્રયાસ કરતા ક્લેકટરના માર્ગદર્શન હેઠળ વઢવાણ મામલતદારે તાત્કાલિક રસ્તો ખોલાવી બિલ્ડર સામે પોલીસ ફરિયાદ દાખલ કરતા ચકચાર મચી ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર બિલ્ડરોએ ખરીદેલી જમીનની આજુબાજુમાં કબજો જમાવી રસ્તા બંધ કરવા, નકશામાં ફેરફર કરવા અને વધારાના બાંધકામ કરવા અમુક બિલ્ડરો ટેવાયેલા હોય છે. ત્યારે વઢવાણ કોઠારિયા રોડ ઉપર ખેડૂતોનો રસ્તો બંધ કરી દીધાની અધિક કલેકટર ઓઝાને રજૂઆત બાદ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ કોઠારિયા રોડ ઉપર કેમ્બ્રિજ કોલેજની સામે ઝેટકો પાસે વઢવાણ સર્વે નંબર 2759/4ની જમીન ઉપર શારદાબેન ડાયાભાઇ શહિતનાને વઢવાણ મામલતદાર ઓફ્સિ દ્વારા આ જગ્યા ઉપર જરુરી કાર્યવાહી ન કરાય ત્યાં સુધી બાંધકામ કે કોઈ કાર્યવાહી ન કરવા લેખિત અને પત્ર લગાવી સુચના અપાઈ હતી. ત્યારબાદ ત્રણ દિવસ બાદ આ જગ્યા ઉપરથી મામલતદાર ઓફ્સિ દ્વારા લગાવેલી નોટીસ સ્થળ ઉપરથી દૂર કરી દેવાઈ હતી અને ખેડૂતોના ખેતરોમાં જવાના રસ્તે ગટર ખોદી નાંખી તાર ફેન્સિગ કરી પથ્થર નાંખી દઇ માટી બૂરાણ કરી રસ્તો જ બંધ કરી દીધો હતો. આ ગંભીર બાબતની જિલ્લા કલેકટર કે. સી. સંપટ અને અધિક જિલ્લા કલેકટર આર.કે.ઓઝાને જાણ કરતાની સાથે જ ખેડૂતોના હિતમાં તાત્કાલિક ગેરકાયદે રીતે રસ્તો ખોદનાર અને તંત્રના આદેશનું ઉલ્લઘન કરનાર જમીન માલિક સામે ફરિયાદ કરી રસ્તો ખુલ્લો કરવાનો આદેશ અપાતાની સાથે જ વઢવાણ મામલતદાર પી. એમ. અટારાએ જમીન માલિક સામે ફરિયાદ દાખલ કરવા માટે જવાબ લેવા જતા જાણ થઈ કે આ જમીન પાંચ માસ પહેલા બાનાખતથી બિલ્ડર રાજુભાઈ આહિરને વેચી દીધી છે. જે પુરાવાના આધારે વઢવાણ મામલતદાર પી. એમ. અટારાએ વઢવાણ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર રાજુભાઈ આહીર અને અજાણ્યા શખ્સ સામે કલમ 126(1), 199(એ), 233, 54 એન.એસ. હેઠળ ગુનો દાખલ કરતા બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયેલ છે. ખેડૂતોનો વર્ષો જૂનો રસ્તો બંધ કરી દેતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ વઢવાણ મામલતદાર પી.એમ.અટારાએ જણાવેલ કે અમે લગાવેલી નોટીસ દૂર કરી ખેડૂતોના રસ્તામાં અવરોધ ઉભા કર્યાની જાણ થતાની સાથે જ રસ્તો ખુલ્લો કરાવી જમીન માલિકની પુછપરછ જમીન ખરીદેલા બિલ્ડર સામેં પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે. સરકારી નોટીસની ઐસીતૈસી કરી તો તંત્રે બિલ્ડરને પાઠ ભણાવ્યો ખેતરો જવાના રસ્તે સ્થાનિક મામલતદાર કચેરી દ્વારા નોટીસ લગાવી રૂબરૂ સ્પષ્ટ શબ્દો જણાવ્યું હતું કે જરુરી કાર્યવાહી ના કરાય ત્યાં સુધી બાંધકામ શરુ ન કરવું કે કોઈ કાર્યવાહી ન કરવી. એના બદલે બિલ્ડરે સરકારી આદેશની ઐસીતૈસી કરી નોટીસ દૂર કરી રસ્તો ખોદી નાંખી ફેન્સિગ પણ કરી દીધી હતી. આમ સરકારી આદેશનો ઉલાળીયો કરવાની હિંમત રાખતો બિલ્ડર ખેડૂતોનું ક્યાંથી સાંભળે? પરંતુ જિલ્લા કલેકટર, અધિક કલેકટર અને વઢવાણ મામલતદારે રસ્તો ખુલ્લો કરાવી તાત્કાલિક ન્યાય અપાવતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી. આ ઉપરાંત બિલ્ડર સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી જિલ્લામાં બીજા ખેડૂતો સામે કોઈ રસ્તો દબાવવાની હિંમત ના કરે એવો દાખલો બેસાડી દીધો છે.

વઢવાણમાં ખેડૂતોનો રસ્તો બંધ કરનારા બિલ્ડર પર ફોજદારી કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વઢવાણ કોઠારિયા રોડ ઉપર શહેરના નામાંકિત બિલ્ડરે લીધેલી જમીન બિન ખેતી કરાવ્યા બાદ લીધેલી જમીનની બાજુમાંથી અનેક ખેડૂતોના ખેતરોમાં જવાનો રસ્તો જતો હતો. ત્યાં મામલતદાર ઓફીસ દ્વારા નોટીસ લગાવેલી હોવા છતાંય બિલ્ડરે તાત્કાલિક ખોદી નાંખી ગેરકાયદેસર કબજો જમાવવાનો પ્રયાસ કરતા ક્લેકટરના માર્ગદર્શન હેઠળ વઢવાણ મામલતદારે તાત્કાલિક રસ્તો ખોલાવી બિલ્ડર સામે પોલીસ ફરિયાદ દાખલ કરતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બિલ્ડરોએ ખરીદેલી જમીનની આજુબાજુમાં કબજો જમાવી રસ્તા બંધ કરવા, નકશામાં ફેરફર કરવા અને વધારાના બાંધકામ કરવા અમુક બિલ્ડરો ટેવાયેલા હોય છે. ત્યારે વઢવાણ કોઠારિયા રોડ ઉપર ખેડૂતોનો રસ્તો બંધ કરી દીધાની અધિક કલેકટર ઓઝાને રજૂઆત બાદ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ કોઠારિયા રોડ ઉપર કેમ્બ્રિજ કોલેજની સામે ઝેટકો પાસે વઢવાણ સર્વે નંબર 2759/4ની જમીન ઉપર શારદાબેન ડાયાભાઇ શહિતનાને વઢવાણ મામલતદાર ઓફ્સિ દ્વારા આ જગ્યા ઉપર જરુરી કાર્યવાહી ન કરાય ત્યાં સુધી બાંધકામ કે કોઈ કાર્યવાહી ન કરવા લેખિત અને પત્ર લગાવી સુચના અપાઈ હતી. ત્યારબાદ ત્રણ દિવસ બાદ આ જગ્યા ઉપરથી મામલતદાર ઓફ્સિ દ્વારા લગાવેલી નોટીસ સ્થળ ઉપરથી દૂર કરી દેવાઈ હતી અને ખેડૂતોના ખેતરોમાં જવાના રસ્તે ગટર ખોદી નાંખી તાર ફેન્સિગ કરી પથ્થર નાંખી દઇ માટી બૂરાણ કરી રસ્તો જ બંધ કરી દીધો હતો. આ ગંભીર બાબતની જિલ્લા કલેકટર કે. સી. સંપટ અને અધિક જિલ્લા કલેકટર આર.કે.ઓઝાને જાણ કરતાની સાથે જ ખેડૂતોના હિતમાં તાત્કાલિક ગેરકાયદે રીતે રસ્તો ખોદનાર અને તંત્રના આદેશનું ઉલ્લઘન કરનાર જમીન માલિક સામે ફરિયાદ કરી રસ્તો ખુલ્લો કરવાનો આદેશ અપાતાની સાથે જ વઢવાણ મામલતદાર પી. એમ. અટારાએ જમીન માલિક સામે ફરિયાદ દાખલ કરવા માટે જવાબ લેવા જતા જાણ થઈ કે આ જમીન પાંચ માસ પહેલા બાનાખતથી બિલ્ડર રાજુભાઈ આહિરને વેચી દીધી છે. જે પુરાવાના આધારે વઢવાણ મામલતદાર પી. એમ. અટારાએ વઢવાણ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર રાજુભાઈ આહીર અને અજાણ્યા શખ્સ સામે કલમ 126(1), 199(એ), 233, 54 એન.એસ. હેઠળ ગુનો દાખલ કરતા બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયેલ છે.

ખેડૂતોનો વર્ષો જૂનો રસ્તો બંધ કરી દેતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ

વઢવાણ મામલતદાર પી.એમ.અટારાએ જણાવેલ કે અમે લગાવેલી નોટીસ દૂર કરી ખેડૂતોના રસ્તામાં અવરોધ ઉભા કર્યાની જાણ થતાની સાથે જ રસ્તો ખુલ્લો કરાવી જમીન માલિકની પુછપરછ જમીન ખરીદેલા બિલ્ડર સામેં પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે.

સરકારી નોટીસની ઐસીતૈસી કરી તો તંત્રે બિલ્ડરને પાઠ ભણાવ્યો

ખેતરો જવાના રસ્તે સ્થાનિક મામલતદાર કચેરી દ્વારા નોટીસ લગાવી રૂબરૂ સ્પષ્ટ શબ્દો જણાવ્યું હતું કે જરુરી કાર્યવાહી ના કરાય ત્યાં સુધી બાંધકામ શરુ ન કરવું કે કોઈ કાર્યવાહી ન કરવી. એના બદલે બિલ્ડરે સરકારી આદેશની ઐસીતૈસી કરી નોટીસ દૂર કરી રસ્તો ખોદી નાંખી ફેન્સિગ પણ કરી દીધી હતી. આમ સરકારી આદેશનો ઉલાળીયો કરવાની હિંમત રાખતો બિલ્ડર ખેડૂતોનું ક્યાંથી સાંભળે? પરંતુ જિલ્લા કલેકટર, અધિક કલેકટર અને વઢવાણ મામલતદારે રસ્તો ખુલ્લો કરાવી તાત્કાલિક ન્યાય અપાવતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી. આ ઉપરાંત બિલ્ડર સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી જિલ્લામાં બીજા ખેડૂતો સામે કોઈ રસ્તો દબાવવાની હિંમત ના કરે એવો દાખલો બેસાડી દીધો છે.