Suratમા ગુરુપુષ્ય નક્ષત્ર પર સોનાની ખરીદી કરવા લોકોની ઉમટી ભીડ, વેપારીઓમાં ખુશી

સુરતમાં પુષ્ય નક્ષત્રને લઈ જ્વેલર્સોને ત્યાં ભીડ જામી છે,વહેલી સવારથી લોકો સોના-ચાંદીની ખરીદી કરવા માટે પહોંચી ગયા છે.આજે 10 ગ્રામ સોનાનો ભાવ વધીને રૂપિયા 81500ની સપાટીએ પહોંચ્યો છે.સોનાનો ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.7 દિવસમાં સોનાના ભાવમાં રૂપિયા 2500નો ઉછાળો જોવા મળ્યો છે.ગત વર્ષે આ જ સમયે સોનાનો ભાવ રૂ.63000 હતો,એક વર્ષમાં સોનામાં રૂ.18500નો ઉછાળો જોવા મળ્યો છે.સોનાની ખરીદી કરવા લોકો ઉમટયા આજે પુષ્યનક્ષત્રને લઈ સોના-ચાંદીની ખરીદી કરવા લોકો ઉમટી રહ્યાં છે.અમદાવાદ,રાજકોટ,સુરત,જામનગરમા નાના વેપારીઓથી લઈ મોટા વેપારીઓમાં ખુશીનો માહોલ છે કેમ કે આજે પુષ્યનક્ષત્ર છે એટલે લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે.ત્યારે આજે સોનું અને ચાંદી રોજ કરતા બમણું વેચાશે તેવી વેપારીઓ આશા રાખીને બેઠા છે,આજના દિવસે વણજોયું મુહર્ત હોય છે એટલે લોકો સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે,વર્ષોથી ચાલી આવ્યું છે કે ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરવામાં આવે છે. 22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે? 24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે. મિસ્ડ કોલથી જાણો ભાવ 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.

Suratમા ગુરુપુષ્ય નક્ષત્ર પર સોનાની ખરીદી કરવા લોકોની ઉમટી ભીડ, વેપારીઓમાં ખુશી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં પુષ્ય નક્ષત્રને લઈ જ્વેલર્સોને ત્યાં ભીડ જામી છે,વહેલી સવારથી લોકો સોના-ચાંદીની ખરીદી કરવા માટે પહોંચી ગયા છે.આજે 10 ગ્રામ સોનાનો ભાવ વધીને રૂપિયા 81500ની સપાટીએ પહોંચ્યો છે.સોનાનો ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.7 દિવસમાં સોનાના ભાવમાં રૂપિયા 2500નો ઉછાળો જોવા મળ્યો છે.ગત વર્ષે આ જ સમયે સોનાનો ભાવ રૂ.63000 હતો,એક વર્ષમાં સોનામાં રૂ.18500નો ઉછાળો જોવા મળ્યો છે.

સોનાની ખરીદી કરવા લોકો ઉમટયા

આજે પુષ્યનક્ષત્રને લઈ સોના-ચાંદીની ખરીદી કરવા લોકો ઉમટી રહ્યાં છે.અમદાવાદ,રાજકોટ,સુરત,જામનગરમા નાના વેપારીઓથી લઈ મોટા વેપારીઓમાં ખુશીનો માહોલ છે કેમ કે આજે પુષ્યનક્ષત્ર છે એટલે લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે.ત્યારે આજે સોનું અને ચાંદી રોજ કરતા બમણું વેચાશે તેવી વેપારીઓ આશા રાખીને બેઠા છે,આજના દિવસે વણજોયું મુહર્ત હોય છે એટલે લોકો સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે,વર્ષોથી ચાલી આવ્યું છે કે ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરવામાં આવે છે.


22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.

મિસ્ડ કોલથી જાણો ભાવ

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.