Gir Somnath: માવઠાએ તો ખેડૂતોની દિવાળી બગાડી..! કપાસ-મગફળી સહિતના પાકમાં ભારે નુકસાન

ગીર સોમનાથ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને લઈ કપાસ,મગફળી સહિતના ખેડૂતોના પાકમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા, ખેડૂતોના મોં માં આવેલો કોળીયો છીનવાયો. તો હવે પશુનો ચારો પણ પલળી ગયો છે.ચાલુ વર્ષે વરસાદે વિનાશ વેરતા ગીરનો ખમીરવંતો ખેડૂત પણ કુદરત સામે લાચાર બન્યો છે કારણકે ગીરમાં પડેલ વરસાદ ધરતીપુત્રોનો દુશ્મન બન્યો છે. જ્યારે ખેડૂત ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યો હતો ત્યારે તો વરસાદ થયો નહીં ઉછી ઉધારા કરીને બીજ વાવ્યા અને પિયત કરીને જેમ તેમ પાક તૈયાર થયો ત્યારે એ ઉભા મોલનો સર્વનાશ કરવા વરસાદ આવ્યું. અને ખેડૂતની દિવાળી અંધકારમાં હોમાઈ ગઈ. આખા વિશ્વને અનાજ પૂરું પાડનાર ધરતીનો તાત આજે પોતાને જ પ્રશ્ન પૂછી રહ્યો છે કે પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવશું? વ્યાજે લીધેલા નાણા કઈ રીતે ચૂકવશું? બેંક પાસેથી કૃષિ લોન લીધી છે તેના હપ્તા કેમ ભરીશું? દિવાળી માથા પર છે બાળકોને શું ખવડાવશું? ખેડૂતો કહી રહ્યા છે કે આ સ્થિતિ માં તો હવે આત્મહત્યા એજ એક વિકલ્પ છે.ગીર સહિત કોડીનાર ના ગ્રામ્ય વિસ્તારો માં મુશળધાર વરસાદ ખાબકતા ખેડૂતો એ જમીન માંથી બહાર કાઢેલી મગફળી ના પાથરા પર પાણી ફરી વળ્યા છે. ખેડૂતોએ આપવીતિ જણાવતા કહ્યું હતું કે, મગફળી પર નહિ પણ અમારા નસીબ પર પાણી ફરી વળ્યુ છે. અહી મગફળી નો પાક હાથ માં નહિ આવે. સાથે જ અમારા પશુ નો વર્ષ ભરનો ચારો પણ હવે નિષ્ફળ ગયો છે. અમારે પશુ ને નિભાવવા પણ મુશ્કેલ બનશે. ત્યારે ગીર માં સતત વરસાદ છ ખાબકી રહ્યો છે જેના કારણે મગફળી ના પાક ને લણવા નો સમય પૂર્ણ થઈ ચૂક્યો હોવાથી ના છૂટકે ખેડૂતો મગફળી લણી રહ્યા છે અને ઉપર થી કમોસમી કહેર વરસી રહ્યો છે. અને જે ખેડૂતો એ હિમ્મત કરી છે તેનો પાક તહસ નહસ થઈ ચૂક્યો છે. તો બીજા ખેડૂતો જેની મગફળી હજી જમીન અંદર છે તેના માટે મોટી મુશ્કેલી સર્જાય છે.કમોસમી વરસાદને કારણે હવે જમીન અંદર મગફળી ની ઊગવાની શરૂઆત થય ચૂકી છે. કારણ કે ચાર મહિના માં પાક ને લણી લેવાનો હોય છે પરંતુ અત્યારે અનેક ખેડૂતો એ આગોતરું વાવેતર કર્યું હતું તેને પાંચ મહિના નો સમય થવા આવ્યો છે જેના કારણે મગફળી હવે જમીન અંદર જ ઊગવાની શરૂઆત થય ચૂકી છે. સાથોસાથ બહાર કાઢેલી મગફળીના પાથરા પર સતત પડી રહેલા વરસાદને પગલે હવે તે પણ બગડવા લાગ્યા છે આ સ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લામાં સરકાર તાત્કાલિક સર્વે કરાવી અને વાસ્તવિક નુકસાન પામેલા ખેડૂતોને સહાય જાહેર કરે તો જ અહીંનો ખેડૂત બચી શકે તેમ છે અન્યથા સામૂહિક આત્મહત્યા કરવાની ખેડૂતો વાતો કરી રહ્યા છે.

Gir Somnath: માવઠાએ તો ખેડૂતોની દિવાળી બગાડી..! કપાસ-મગફળી સહિતના પાકમાં ભારે નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને લઈ કપાસ,મગફળી સહિતના ખેડૂતોના પાકમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા, ખેડૂતોના મોં માં આવેલો કોળીયો છીનવાયો. તો હવે પશુનો ચારો પણ પલળી ગયો છે.

ચાલુ વર્ષે વરસાદે વિનાશ વેરતા ગીરનો ખમીરવંતો ખેડૂત પણ કુદરત સામે લાચાર બન્યો છે કારણકે ગીરમાં પડેલ વરસાદ ધરતીપુત્રોનો દુશ્મન બન્યો છે. જ્યારે ખેડૂત ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યો હતો ત્યારે તો વરસાદ થયો નહીં ઉછી ઉધારા કરીને બીજ વાવ્યા અને પિયત કરીને જેમ તેમ પાક તૈયાર થયો ત્યારે એ ઉભા મોલનો સર્વનાશ કરવા વરસાદ આવ્યું. અને ખેડૂતની દિવાળી અંધકારમાં હોમાઈ ગઈ. આખા વિશ્વને અનાજ પૂરું પાડનાર ધરતીનો તાત આજે પોતાને જ પ્રશ્ન પૂછી રહ્યો છે કે પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવશું? વ્યાજે લીધેલા નાણા કઈ રીતે ચૂકવશું? બેંક પાસેથી કૃષિ લોન લીધી છે તેના હપ્તા કેમ ભરીશું? દિવાળી માથા પર છે બાળકોને શું ખવડાવશું? ખેડૂતો કહી રહ્યા છે કે આ સ્થિતિ માં તો હવે આત્મહત્યા એજ એક વિકલ્પ છે.

ગીર સહિત કોડીનાર ના ગ્રામ્ય વિસ્તારો માં મુશળધાર વરસાદ ખાબકતા ખેડૂતો એ જમીન માંથી બહાર કાઢેલી મગફળી ના પાથરા પર પાણી ફરી વળ્યા છે. ખેડૂતોએ આપવીતિ જણાવતા કહ્યું હતું કે, મગફળી પર નહિ પણ અમારા નસીબ પર પાણી ફરી વળ્યુ છે. અહી મગફળી નો પાક હાથ માં નહિ આવે. સાથે જ અમારા પશુ નો વર્ષ ભરનો ચારો પણ હવે નિષ્ફળ ગયો છે. અમારે પશુ ને નિભાવવા પણ મુશ્કેલ બનશે. ત્યારે ગીર માં સતત વરસાદ છ ખાબકી રહ્યો છે જેના કારણે મગફળી ના પાક ને લણવા નો સમય પૂર્ણ થઈ ચૂક્યો હોવાથી ના છૂટકે ખેડૂતો મગફળી લણી રહ્યા છે અને ઉપર થી કમોસમી કહેર વરસી રહ્યો છે. અને જે ખેડૂતો એ હિમ્મત કરી છે તેનો પાક તહસ નહસ થઈ ચૂક્યો છે. તો બીજા ખેડૂતો જેની મગફળી હજી જમીન અંદર છે તેના માટે મોટી મુશ્કેલી સર્જાય છે.

કમોસમી વરસાદને કારણે હવે જમીન અંદર મગફળી ની ઊગવાની શરૂઆત થય ચૂકી છે. કારણ કે ચાર મહિના માં પાક ને લણી લેવાનો હોય છે પરંતુ અત્યારે અનેક ખેડૂતો એ આગોતરું વાવેતર કર્યું હતું તેને પાંચ મહિના નો સમય થવા આવ્યો છે જેના કારણે મગફળી હવે જમીન અંદર જ ઊગવાની શરૂઆત થય ચૂકી છે. સાથોસાથ બહાર કાઢેલી મગફળીના પાથરા પર સતત પડી રહેલા વરસાદને પગલે હવે તે પણ બગડવા લાગ્યા છે આ સ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લામાં સરકાર તાત્કાલિક સર્વે કરાવી અને વાસ્તવિક નુકસાન પામેલા ખેડૂતોને સહાય જાહેર કરે તો જ અહીંનો ખેડૂત બચી શકે તેમ છે અન્યથા સામૂહિક આત્મહત્યા કરવાની ખેડૂતો વાતો કરી રહ્યા છે.