Junagadh સહિત 3 જિલ્લામાં ઈકો સેન્સેટીવ ઝોનને લઈને વિરોધ, મામલતદારને આપ્યું આવેદનપત્ર
જુનાગઢ જિલ્લા સહિત ત્રણ જિલ્લામાં ઈકો સેન્સેટીવ ઝોનને લઈને વિરોધ થઈ રહ્યો છે. આજે મેંદરડા તાલુકાના 21 ગામડાઓના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.3 જિલ્લાના 196 ગામડાઓમાં ઈકો ઝોન લાગુ પડતા વિરોધનો સૂર ઉઠ્યો કેન્દ્ર સરકાર દ્વારા ઈકો સેન્સેટીવ ઝોન કાયદો લાગુ પડતા ગીર પંથકના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જુનાગઢ જિલ્લા સહિત ત્રણ જિલ્લાના 196 ગામડાઓમાં ઈકો ઝોન લાગુ પડતા વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. આ કાયદો આવતાની સાથે જ ખેડૂતોની સમસ્યાઓમાં વધારો થશે. જેથી આ મેંદરડા તાલુકાના 21 ગામડાઓના ખેડૂતોએ આજે રોષ પૂર્ણ રેલી યોજી હતી અને મામલતદારને આવેદન પત્ર આપવવામાં આવ્યું હતું. સિંહો અને જંગલનું રક્ષણ વર્ષોથી ખેડૂતો કરી રહ્યા છે અને જે એક બીજાના પૂરક છે ઈકો ઝોન લાગુ પડતાની સાથે જ ખેડૂતોને પોતાના ખેતરમાં કૂવો કરવા, સાથી ચલાવવા વનવિભાગની મંજૂરી લેવી પડશે, જેના કારણે ખેડૂતો કાયદાકીય આંટી ઘૂંટીમાં ફસાઈ જશે અને ખેડૂતોનું કામ અટકી જશે અને ખેડૂતો હેરાન થશે. આ કાયદાની કોઈ જરૂરિયાત રહેતી નથી અને સિંહો અને જંગલનું રક્ષણ વર્ષોથી ખેડૂતો કરી રહ્યા છે અને જે એક બીજાના પૂરક છે. જેથી આ કાયદો નાબૂદ કરવામાં આવે અને તેની અમલવારી ન કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. ગાંધીનગર વિધાનસભામાં હલ્લાબોલ કરવાની ચીમકી આપવામાં આવી તેમ છતાં આ કાયદો લાગુ કરવામાં આવશે તો આગામી સમયમાં આંદોલન વધુને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને ગાંધીનગર વિધાનસભામાં હલ્લાબોલ કરવાની ચીમકી આપવામાં આવી છે. આમ, દિવસેને દિવસે ઈકો સેન્સેટીવ ઝોનને લઈને વિરોધનો વંટોળ વધી રહ્યો છે અને ખેડૂતો મક્કમ થઈ ગયા અને કાયદો અમલમાં ન આવે તે માટે વિરોધ પ્રદર્શન કરી પોતાની માગણી સંતોષવામાં આવે તેવી રજૂઆત કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જુનાગઢ જિલ્લા સહિત ત્રણ જિલ્લામાં ઈકો સેન્સેટીવ ઝોનને લઈને વિરોધ થઈ રહ્યો છે. આજે મેંદરડા તાલુકાના 21 ગામડાઓના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
3 જિલ્લાના 196 ગામડાઓમાં ઈકો ઝોન લાગુ પડતા વિરોધનો સૂર ઉઠ્યો
કેન્દ્ર સરકાર દ્વારા ઈકો સેન્સેટીવ ઝોન કાયદો લાગુ પડતા ગીર પંથકના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જુનાગઢ જિલ્લા સહિત ત્રણ જિલ્લાના 196 ગામડાઓમાં ઈકો ઝોન લાગુ પડતા વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. આ કાયદો આવતાની સાથે જ ખેડૂતોની સમસ્યાઓમાં વધારો થશે. જેથી આ મેંદરડા તાલુકાના 21 ગામડાઓના ખેડૂતોએ આજે રોષ પૂર્ણ રેલી યોજી હતી અને મામલતદારને આવેદન પત્ર આપવવામાં આવ્યું હતું.
સિંહો અને જંગલનું રક્ષણ વર્ષોથી ખેડૂતો કરી રહ્યા છે અને જે એક બીજાના પૂરક છે
ઈકો ઝોન લાગુ પડતાની સાથે જ ખેડૂતોને પોતાના ખેતરમાં કૂવો કરવા, સાથી ચલાવવા વનવિભાગની મંજૂરી લેવી પડશે, જેના કારણે ખેડૂતો કાયદાકીય આંટી ઘૂંટીમાં ફસાઈ જશે અને ખેડૂતોનું કામ અટકી જશે અને ખેડૂતો હેરાન થશે. આ કાયદાની કોઈ જરૂરિયાત રહેતી નથી અને સિંહો અને જંગલનું રક્ષણ વર્ષોથી ખેડૂતો કરી રહ્યા છે અને જે એક બીજાના પૂરક છે. જેથી આ કાયદો નાબૂદ કરવામાં આવે અને તેની અમલવારી ન કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
ગાંધીનગર વિધાનસભામાં હલ્લાબોલ કરવાની ચીમકી આપવામાં આવી
તેમ છતાં આ કાયદો લાગુ કરવામાં આવશે તો આગામી સમયમાં આંદોલન વધુને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને ગાંધીનગર વિધાનસભામાં હલ્લાબોલ કરવાની ચીમકી આપવામાં આવી છે. આમ, દિવસેને દિવસે ઈકો સેન્સેટીવ ઝોનને લઈને વિરોધનો વંટોળ વધી રહ્યો છે અને ખેડૂતો મક્કમ થઈ ગયા અને કાયદો અમલમાં ન આવે તે માટે વિરોધ પ્રદર્શન કરી પોતાની માગણી સંતોષવામાં આવે તેવી રજૂઆત કરી રહ્યા છે.