વરસાદે આ સિઝનમાં ગુજરાતના આ કચ્છ ઝોનને ધમરોળ્યું, કુલ 177 ટકા વરસાદ ખાબકી ગયો
કચ્છ ઝોનનો સિઝનનો કુલ સરેરાશ વરસાદ 177 ટકા અબડાસા 40, અંજાર 33, લખપત 27, ભુજ અને ગાંધીધામ 26-26, ભચાઉ 18 અને રાપરમાં 17 ઈંચ નોંધાયો માંડવીમાં ૩૦૫ ટકા, મુંદરા, અબડાસા અને નખત્રાણામાં બસો ટકાથી વધુ : છેલ્લા પાંચ દિવસમાં 88 ટકા વરસાદ Gujarat Rain and Weather updates | અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને વાવાઝોડાની અસરના પગલે કચ્છમાં ચાલુ સપ્તાહે ભારેથી અતિભારે વરસાદ પડયો હતો. કચ્છ ઝોનનો સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૭૭ ટકા વરસ્યો હતો. જેમાં છેલ્લા પાંચ દિવસમાં સરેરાશ ૮૮ ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાનો વિક્રમી વરસાદ માંડવીમાં ૬૪ ઈંચ સાથે ૩૦૫ ટકા અને મુંદરા, અબડાસા અને નખત્રાણામાં ૨૨૫થી ૨૩૦ ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ૨૫મી જુનથી ચોમાસાનો પ્રારંભ થયો હતો. બે માસના ગાળામાં સરેરાશ ૮૯ ટકા વરસાદ વરસ્યો હતો. ડીપ ડીપ્રેશનની અસર તળે ૨૫મી ઓગષ્ટથી મેઘરાજાએ રૌદ્ર રૂપ બતાવવાનું શરૂ કર્યું હતું. બે માસના ગાળામાં જેટલો વરસાદ વરસ્યો હતો તેટલો છેલ્લા પાંચ દિવસ દરમિયાન ૮૮ ટકા વરસાદ ખાબક્યો હતો. શ્રાવણના અંતિમ દિવસોમાં સાર્વત્રિક વરસાદથી નાની અને મધ્યમ સિંચાઈના ડેમો, તળાવો, ચેકડેમો સહિતના જળાશયોમાં નવા નીરની આવકથી ઓવરફલો થઈ ગયા હતા. જિલ્લાનો વિક્રમી વરસાદ માંડવીમાં કુલ ૧૬૦૮ મિમી એટલે કે ૬૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૦માં ૬૮ ઈંચ વરસાદ નોંધાયો હતો. મંદરામાં ૧૩૦૦ મિમી (૫૨ ઈંચ), નખત્રાણામાં ૧૦૬૯ મિમિ (૪૩ ઈંચ), અબડાસામાં ૧૦૦૮ મિમી (૪૦ ઈંચ), અંજારમાં ૮૩૭ મિમી (૩૩ ઈંચ), લખપતમાં ૬૭૨ મિમી (૨૭ ઈંચ), ભુજમાં ૬૬૨ મિમી (૨૬ ઈંચ), ગાંધીધામ ૬૫૧ મિમી (૨૬ ઈંચ), ભચાઉમાં ૪૪૪ મિમી (૧૮ ઈંચ) અને રાપરમાં ૪૩૯ મિમી (૧૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ટકાવારીની દ્રષ્ટિએ માંડવી ૩૦૫ ટકા સાથે મોખરાના સ્થાને છે. મુંદરામાં ૨૨૯ ટકા, અબડાસા ૨૨૬ ટકા, નખત્રાણા ૨૨૬ ટકા, લખપત ૧૭૩ ટકા, અંજાર ૧૫૦ ટકા, ભુજ ૧૪૨ ટકા, ગાંધીધામ ૧૪૧ ટકા, ભચાઉ ૮૯ ટકા અને રાપર ૮૪ ટકા વસાદ પડયો હોવાનું નોંધાયું છે. આમ ભચાઉ અને રાપર હજુ ૧૦૦ ટકાના આંકથી દૂર છે. ભાદરવામાં મેઘરાજા મહેર કરશે તો ૧૦૦ ટકાના આંકે પહોંચી જશે તેવી સંભાવના છે. ભુજમાં ઝાપટુ વરસ્યું જિલ્લામાં સવારથી સૂર્યપ્રકાશિત વાતાવરણ જોવા મળ્યું હતું. વરાપ નિકળતા જનજીવન સામાન્ય બન્યું હતું. ભુજમાં સાંજે વાતાવરણમાં પલટો આવતા જોરદાર ઝાપટું વરસ્યું હતું. ઘનશ્યામનગર, હોસ્પિટલ રોડ સહિતના માર્ગો પર પાણી ભરાયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છ ઝોનનો સિઝનનો કુલ સરેરાશ વરસાદ 177 ટકા
અબડાસા 40, અંજાર 33, લખપત 27, ભુજ અને ગાંધીધામ 26-26, ભચાઉ 18 અને રાપરમાં 17 ઈંચ નોંધાયો
માંડવીમાં ૩૦૫ ટકા, મુંદરા, અબડાસા અને નખત્રાણામાં બસો ટકાથી વધુ : છેલ્લા પાંચ દિવસમાં 88 ટકા વરસાદ
Gujarat Rain and Weather updates | અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને વાવાઝોડાની અસરના પગલે કચ્છમાં ચાલુ સપ્તાહે ભારેથી અતિભારે વરસાદ પડયો હતો. કચ્છ ઝોનનો સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૭૭ ટકા વરસ્યો હતો. જેમાં છેલ્લા પાંચ દિવસમાં સરેરાશ ૮૮ ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાનો વિક્રમી વરસાદ માંડવીમાં ૬૪ ઈંચ સાથે ૩૦૫ ટકા અને મુંદરા, અબડાસા અને નખત્રાણામાં ૨૨૫થી ૨૩૦ ટકા વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ૨૫મી જુનથી ચોમાસાનો પ્રારંભ થયો હતો. બે માસના ગાળામાં સરેરાશ ૮૯ ટકા વરસાદ વરસ્યો હતો. ડીપ ડીપ્રેશનની અસર તળે ૨૫મી ઓગષ્ટથી મેઘરાજાએ રૌદ્ર રૂપ બતાવવાનું શરૂ કર્યું હતું. બે માસના ગાળામાં જેટલો વરસાદ વરસ્યો હતો તેટલો છેલ્લા પાંચ દિવસ દરમિયાન ૮૮ ટકા વરસાદ ખાબક્યો હતો. શ્રાવણના અંતિમ દિવસોમાં સાર્વત્રિક વરસાદથી નાની અને મધ્યમ સિંચાઈના ડેમો, તળાવો, ચેકડેમો સહિતના જળાશયોમાં નવા નીરની આવકથી ઓવરફલો થઈ ગયા હતા.
જિલ્લાનો વિક્રમી વરસાદ માંડવીમાં કુલ ૧૬૦૮ મિમી એટલે કે ૬૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૦માં ૬૮ ઈંચ વરસાદ નોંધાયો હતો. મંદરામાં ૧૩૦૦ મિમી (૫૨ ઈંચ), નખત્રાણામાં ૧૦૬૯ મિમિ (૪૩ ઈંચ), અબડાસામાં ૧૦૦૮ મિમી (૪૦ ઈંચ), અંજારમાં ૮૩૭ મિમી (૩૩ ઈંચ), લખપતમાં ૬૭૨ મિમી (૨૭ ઈંચ), ભુજમાં ૬૬૨ મિમી (૨૬ ઈંચ), ગાંધીધામ ૬૫૧ મિમી (૨૬ ઈંચ), ભચાઉમાં ૪૪૪ મિમી (૧૮ ઈંચ) અને રાપરમાં ૪૩૯ મિમી (૧૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ટકાવારીની દ્રષ્ટિએ માંડવી ૩૦૫ ટકા સાથે મોખરાના સ્થાને છે. મુંદરામાં ૨૨૯ ટકા, અબડાસા ૨૨૬ ટકા, નખત્રાણા ૨૨૬ ટકા, લખપત ૧૭૩ ટકા, અંજાર ૧૫૦ ટકા, ભુજ ૧૪૨ ટકા, ગાંધીધામ ૧૪૧ ટકા, ભચાઉ ૮૯ ટકા અને રાપર ૮૪ ટકા વસાદ પડયો હોવાનું નોંધાયું છે. આમ ભચાઉ અને રાપર હજુ ૧૦૦ ટકાના આંકથી દૂર છે. ભાદરવામાં મેઘરાજા મહેર કરશે તો ૧૦૦ ટકાના આંકે પહોંચી જશે તેવી સંભાવના છે.
ભુજમાં ઝાપટુ વરસ્યું
જિલ્લામાં સવારથી સૂર્યપ્રકાશિત વાતાવરણ જોવા મળ્યું હતું. વરાપ નિકળતા જનજીવન સામાન્ય બન્યું હતું. ભુજમાં સાંજે વાતાવરણમાં પલટો આવતા જોરદાર ઝાપટું વરસ્યું હતું. ઘનશ્યામનગર, હોસ્પિટલ રોડ સહિતના માર્ગો પર પાણી ભરાયા હતા.