Rajkot: ભૂદેવો આકરાપાણીએ, જયંત પંડ્યાના ઘરની બહાર જ ગોઠવી સત્યનારાયણની કથા
રાજકોટમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાના ઘરની બહાર સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી છે. શહેરના કનૈયા ચોકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને ત્યારબાદ સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી છે. મંત્રોચ્ચાર સાથે ભૂદેવોએ સત્યનારાયણ ભગવાનની કથા કરી છે.મંત્રોચ્ચાર કરીને ભૂદેવોએ કરી સત્યનારાયણની કથા તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા પારડી ગામે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ સત્યનારાયણ ભગવાનની કથા બંધ કરાવી હતી અને તેને લઈને સમગ્ર બ્રહ્મસમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જેને લઈને રાજ્ય વ્યાપી ભૂદેવો દ્વારા જયંત પંડ્યા અને તેની સંસ્થાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેની સંસ્થા રાજય સરકાર બંધ કરાવે તેવી માગ બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં જયંત પંડ્યાના ઘરની બહાર ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર કરીને સત્યનારાયણ ભગવાનની કથા શરૂ કરવામાં આવી છે. જયંત પંડ્યાના ઘરની બહાર ગંગાજળનો છંટકાવ કરી નોંધાવ્યો વિરોધ ગઈકાલે પણ રાજકોટમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો ઉગ્ર વિરોધ બ્રહ્મસમાજ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરના કર્મકાંડી બ્રાહ્મણો અને સમાજના આગેવાનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના ઘરની બહાર ગઈકાલે મંત્રોચ્ચાર અને ગંગાજળનો છંટકાવ કરીને ભૂદેવોએ વિરોધ નોંધાવ્યો હતો. જયંત પંડ્યાને લઈને બ્રહ્મ સમાજમાં ભારે રોષ ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જયંત પંડ્યાએ પારડી PGVCL કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવી દીધી હતી અને આ સત્યનારાયણની કથા બંધ કરાવવામાં આવતા રાજ્યભરના બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગઈકાલે કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને જયંત પંડ્યાના ઘરની બહાર બ્રહ્મ સમાજના આગેવાનો અને કર્મકાંડી બ્રાહ્મણોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાના ઘરની બહાર સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી છે. શહેરના કનૈયા ચોકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને ત્યારબાદ સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી છે. મંત્રોચ્ચાર સાથે ભૂદેવોએ સત્યનારાયણ ભગવાનની કથા કરી છે.
મંત્રોચ્ચાર કરીને ભૂદેવોએ કરી સત્યનારાયણની કથા
તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા પારડી ગામે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ સત્યનારાયણ ભગવાનની કથા બંધ કરાવી હતી અને તેને લઈને સમગ્ર બ્રહ્મસમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જેને લઈને રાજ્ય વ્યાપી ભૂદેવો દ્વારા જયંત પંડ્યા અને તેની સંસ્થાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેની સંસ્થા રાજય સરકાર બંધ કરાવે તેવી માગ બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં જયંત પંડ્યાના ઘરની બહાર ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર કરીને સત્યનારાયણ ભગવાનની કથા શરૂ કરવામાં આવી છે.
જયંત પંડ્યાના ઘરની બહાર ગંગાજળનો છંટકાવ કરી નોંધાવ્યો વિરોધ
ગઈકાલે પણ રાજકોટમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો ઉગ્ર વિરોધ બ્રહ્મસમાજ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરના કર્મકાંડી બ્રાહ્મણો અને સમાજના આગેવાનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના ઘરની બહાર ગઈકાલે મંત્રોચ્ચાર અને ગંગાજળનો છંટકાવ કરીને ભૂદેવોએ વિરોધ નોંધાવ્યો હતો.
જયંત પંડ્યાને લઈને બ્રહ્મ સમાજમાં ભારે રોષ
ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જયંત પંડ્યાએ પારડી PGVCL કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવી દીધી હતી અને આ સત્યનારાયણની કથા બંધ કરાવવામાં આવતા રાજ્યભરના બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગઈકાલે કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને જયંત પંડ્યાના ઘરની બહાર બ્રહ્મ સમાજના આગેવાનો અને કર્મકાંડી બ્રાહ્મણોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.