Jamnagar: રૂ.80 લાખના ખર્ચે બનાવેલ કોઝ-વે પાણીમાં ધોવાયો, તંત્ર સામે અનેક સવાલો

જામનગરના મોટા થાવરીયા ગામે 80 લાખના ખર્ચે બનાવેલ કોઝ-વે પાણીના વહેણમાં ધોવાઈ જતા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા હતા. ગત જાન્યુઆરી મહિનામાં કોઝ-વેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે થોડા જ મહિનામાં ભારે વરસાદમાં કોઝ-વે ધોવાઈ જતા આ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે. તો બીજી તરફ ક્રોઝવેના કારણે 3 ગામને જોડતો રસ્તો બંધ થતા છેલ્લા 11 દિવસથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે.  કોઝ-વેની કામગીરી નબળી થઈ હોવાથી કોઝ-વે ધોવાયો જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડતા અનેક જગ્યાએ તંત્રની પોલ ખુલ્લી છે. ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ રોડ રસ્તા, ક્રોઝવે અને પુલ ધોવાયા હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે જામનગર જિલ્લાના મોટા થાવરીયા અને ખીમરાણા ગામને જોડતો કોઝ-વે માત્ર આઠ મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો. તે કોઝ-વે ધોવાઈ જતા ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. ગત જાન્યુઆરી મહિનામાં મંત્રી રાઘવજી પટેલના હસ્તે 80 લાખના ખર્ચે આ કોઝવેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ માત્ર આઠ માસમાં કોઝવે ધોવાઈ જતા અધિકારીઓ અને તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જિલ્લામાં અનેક રાજાશાહી વખતના કોઝ-વે હજુ પણ અડીખમ ઊભા છે. પરંતુ તંત્રએ માત્ર આઠ મહિના પહેલા બનાવેલ કોઝ-વે ધોવાતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે કોઝ-વેની કામગીરી નબળી થઈ હોવાથી કોઝ-વે ધોવાયો છે.  જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી માગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. પહેલા વરસાદે કોઝ વેનો એક ભાગ ધોવાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 80 લાખનો ખર્ચ કરવા છતાં લોકોને સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. અને લોકોને નદીમાંથી ચાલવા મજબૂર બન્યા છે. વિસ્તારમાં આ કોઝ-વે પરથી રોજ 150 જેટલા પરિવારો અવરજવર કરે છે તેમજ વિદ્યાર્થીઓ પણ આ રસ્તા પરથી ચાલતા હોવાથી છેલ્લા 20 દિવસથી સ્કૂલે જઈ ન શકતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. તો આ અંગે અધિકારી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે વધુ વરસાદ હોવાના કારણે પાણીનો પ્રવાહ વધુ હોવાથી કોઝ-વેનો એક ભાગ ધોવાયો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોનો લુલો બચાવ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનો માગ કરી રહ્યા છે કે તાત્કાલિકા કોઝ-વેનું રીનોવેશન કામ શરૂ કરવામાં આવે જેથી કરીને વાડી વિસ્તારમાં અવરજવર કરવા માટે તેમજ ત્રણ ગામના લોકોને અવરજવર કરવા માટે હાલાકી ન પડે. તેમજ તંત્ર દ્વારા કોઝ-વેની કામગીરીનું ચેકિંગ કરવામાં આવે અને જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી માગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.

Jamnagar: રૂ.80 લાખના ખર્ચે બનાવેલ કોઝ-વે પાણીમાં ધોવાયો, તંત્ર સામે અનેક સવાલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરના મોટા થાવરીયા ગામે 80 લાખના ખર્ચે બનાવેલ કોઝ-વે પાણીના વહેણમાં ધોવાઈ જતા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા હતા. ગત જાન્યુઆરી મહિનામાં કોઝ-વેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે થોડા જ મહિનામાં ભારે વરસાદમાં કોઝ-વે ધોવાઈ જતા આ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે. તો બીજી તરફ ક્રોઝવેના કારણે 3 ગામને જોડતો રસ્તો બંધ થતા છેલ્લા 11 દિવસથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે.

 કોઝ-વેની કામગીરી નબળી થઈ હોવાથી કોઝ-વે ધોવાયો

જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડતા અનેક જગ્યાએ તંત્રની પોલ ખુલ્લી છે. ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ રોડ રસ્તા, ક્રોઝવે અને પુલ ધોવાયા હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે જામનગર જિલ્લાના મોટા થાવરીયા અને ખીમરાણા ગામને જોડતો કોઝ-વે માત્ર આઠ મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો. તે કોઝ-વે ધોવાઈ જતા ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. ગત જાન્યુઆરી મહિનામાં મંત્રી રાઘવજી પટેલના હસ્તે 80 લાખના ખર્ચે આ કોઝવેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ માત્ર આઠ માસમાં કોઝવે ધોવાઈ જતા અધિકારીઓ અને તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જિલ્લામાં અનેક રાજાશાહી વખતના કોઝ-વે હજુ પણ અડીખમ ઊભા છે. પરંતુ તંત્રએ માત્ર આઠ મહિના પહેલા બનાવેલ કોઝ-વે ધોવાતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે કોઝ-વેની કામગીરી નબળી થઈ હોવાથી કોઝ-વે ધોવાયો છે.

 જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી માગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.

પહેલા વરસાદે કોઝ વેનો એક ભાગ ધોવાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 80 લાખનો ખર્ચ કરવા છતાં લોકોને સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. અને લોકોને નદીમાંથી ચાલવા મજબૂર બન્યા છે. વિસ્તારમાં આ કોઝ-વે પરથી રોજ 150 જેટલા પરિવારો અવરજવર કરે છે તેમજ વિદ્યાર્થીઓ પણ આ રસ્તા પરથી ચાલતા હોવાથી છેલ્લા 20 દિવસથી સ્કૂલે જઈ ન શકતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. તો આ અંગે અધિકારી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે વધુ વરસાદ હોવાના કારણે પાણીનો પ્રવાહ વધુ હોવાથી કોઝ-વેનો એક ભાગ ધોવાયો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોનો લુલો બચાવ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનો માગ કરી રહ્યા છે કે તાત્કાલિકા કોઝ-વેનું રીનોવેશન કામ શરૂ કરવામાં આવે જેથી કરીને વાડી વિસ્તારમાં અવરજવર કરવા માટે તેમજ ત્રણ ગામના લોકોને અવરજવર કરવા માટે હાલાકી ન પડે. તેમજ તંત્ર દ્વારા કોઝ-વેની કામગીરીનું ચેકિંગ કરવામાં આવે અને જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી માગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.