હવે શિક્ષકોએ ગુજરાત સરકારનું ટેન્શન વધાર્યું, જૂની પેન્શન યોજના લાગુ કરવા ગાંધીનગરમાં ધામા
Representative imageTeacher's opposition in Gandhinagar: ગુજરાતનાના શિક્ષકો છેલ્લા ઘણાં સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને અનેક રજૂઆત કરી ચૂક્યા છે. જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માગણીઓ પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી. પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. ત્યારે ફરી એકવાર આજે (16મી ઑગસ્ટ) જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં રાજ્યભરના શિક્ષકો દેખાવ કરશે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી રહ્યા છેમળતી માહિતી અનુસાર, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હઠળ શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરશે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે રાજ્યના વિવિધ જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી રહ્યા છે. ગીર સોમનાથથી શિક્ષકો ટ્રેન મારફતે ગાંધીનગર આવવા માટે રવાના થયા હતા. રાજ્યભરમાં ખાનગી કાર અને બસ મારફતે મોટી સંખ્યામાં શિક્ષકો સત્યાગ્રહ છાવણી પહોંચી રહ્યા છે. આ પણ વાંચો: કોલકાતા કેસના ઘેરા પ્રત્યાઘાત, ગુજરાતમાં આજથી સરકારી હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધજૂની પેન્શન યોજના શું છે?જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત કર્મચારીઓને પેન્શનનો અધિકારી હતો. જેમાં નિવૃતિ સમયે નોકરીના પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે મળવાપાત્ર રહેતી. આમાં કર્મચારી જેટલી બેજિક પે સ્કેલ પર નોકરી પૂરી કરે છે તેટલું તેના નિવૃતિ સમયે તેના અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીને કાર્યકારી કર્મચારીની જેમ મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓનો લાભ મળતો રહે છે, એટલે કે જો સરકાર કોઈપણ ભથ્થામાં વધારો કરે છે, તો તે મુજબ પેન્શનમાં વધારો થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Representative image |
Teacher's opposition in Gandhinagar: ગુજરાતનાના શિક્ષકો છેલ્લા ઘણાં સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને અનેક રજૂઆત કરી ચૂક્યા છે. જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માગણીઓ પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી. પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. ત્યારે ફરી એકવાર આજે (16મી ઑગસ્ટ) જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં રાજ્યભરના શિક્ષકો દેખાવ કરશે.
રાજ્યના વિવિધ જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી રહ્યા છે
મળતી માહિતી અનુસાર, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હઠળ શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરશે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે રાજ્યના વિવિધ જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી રહ્યા છે. ગીર સોમનાથથી શિક્ષકો ટ્રેન મારફતે ગાંધીનગર આવવા માટે રવાના થયા હતા. રાજ્યભરમાં ખાનગી કાર અને બસ મારફતે મોટી સંખ્યામાં શિક્ષકો સત્યાગ્રહ છાવણી પહોંચી રહ્યા છે.
આ પણ વાંચો: કોલકાતા કેસના ઘેરા પ્રત્યાઘાત, ગુજરાતમાં આજથી સરકારી હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ
જૂની પેન્શન યોજના શું છે?
જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત કર્મચારીઓને પેન્શનનો અધિકારી હતો. જેમાં નિવૃતિ સમયે નોકરીના પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે મળવાપાત્ર રહેતી. આમાં કર્મચારી જેટલી બેજિક પે સ્કેલ પર નોકરી પૂરી કરે છે તેટલું તેના નિવૃતિ સમયે તેના અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે.
જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીને કાર્યકારી કર્મચારીની જેમ મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓનો લાભ મળતો રહે છે, એટલે કે જો સરકાર કોઈપણ ભથ્થામાં વધારો કરે છે, તો તે મુજબ પેન્શનમાં વધારો થશે.