Navsariમાં કેદારનાથજીની થીમ પર ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરાતા ભકતોમાં ખુશીનો માહોલ

શું તમે કેદારનાથ ધામના દર્શન કર્યા છે.ચાલો આજે અમે તમને કરાવીશું નવસારીના કેદારનાથ મંદિરમાં સ્થાપિત ગણેશજીના દર્શન.નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મજીગામ ગામ ખાતે પાછલા 57 વર્ષથી મજીગામના રાજા ગણેશ મંડળ દ્વારા દુંદાળા દેવ ગણેશજીનું સ્થાપન ખુબ જ ભક્તિભાવથી કરવામાં આવી રહ્યું છે ત્યારે દર વર્ષે ગણેશજીના ભક્તોને કંઈક અલગજ રીતે અહીંયા દર્શન કરાવવામાં આવતા હોય છે. કેદારનાથની થીમ દેવાધી દેવ મહાદેવના દુર્ગમ યાત્રાધામ કેદારનાથ ખાતે દર્શન કરવા જવું દરેક ભક્તો માટે શક્ય થતું નથી ત્યારે મજીગામના રાજા ગણેશ મંડળ દ્વારા આ વર્ષે કેદારનાથની થીમ પર ગણેશજીનું સ્થાપન કરતા મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથ મંદિર ના દર્શન કરવા ઉમટી રહ્યા છે.આ કેદારનાથ નું મંદિર 51 ફૂટ ઉચુ છે અને સંપૂર્ણ મંદિર થર્મોકોલ માંથી બનાવવામાં આવ્યું છે આ કેદારનાથનું મંદિર તૈયાર કરવામાં આ મંડળને ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે.કેદારનાથ ધામના દર્શન કરવા દરેક માટે શક્ય નથી ત્યારે મજીગામ ખાતે કેદારનાથ મંદિર માં બિરાજમાન ગણેશજીના દર્શન કરવા નવસારી જિલ્લા ભરમાંથી ભક્તો આવી રહ્યા છે અને અહીં આવી ને જાણે કેદારનાથ ધામના દર્શન કર્યા હોય એવી અનુભૂતિ કરે છે. અલગ થીમ પર શણગાર કેદારનાથના ધામના ગણેશજીના દર્શન કરવા માટે રોજના હજારો ભક્તો આવી રહ્યા છે.દૂર દૂરથી આવતા ભક્તો મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.દર વર્ષે આ મંડળ દ્રારા અલગ-અલગ થીમ કરવામાં આવે છે,આ વખતની થીમને લઈ ભકતોમાં પણ ખુશી છે કેમકે તમે ગણેશ પંડાલમાં અંદર જાવ એટલે તમને એવી લાગણી અનુભવાય કે તમે કેદારનાથ પહોંચી ગયા છો. ગુજરાતમાં અલગ-અલગ થીમ પર શણગાર હાલ સમગ્ર ભારતમાં ગણેશોત્સવનો તહેવાર ઉજવાઈ રહ્યો છે.ત્યારે ગુજરાતમાં પણ અલગ-અલગ જિલ્લાઓમાં આયોજકો દ્રારા અલગ થીમો કરીને ગણપતિનું સ્થાપન કરાઈ ગયું છે,આ વખતે ગુજરાતમાં દ્રારકા મંદીર,કેદારનાથ જેવી અલગ-અલગ થીમો ભકતો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Navsariમાં કેદારનાથજીની થીમ પર ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરાતા ભકતોમાં ખુશીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શું તમે કેદારનાથ ધામના દર્શન કર્યા છે.ચાલો આજે અમે તમને કરાવીશું નવસારીના કેદારનાથ મંદિરમાં સ્થાપિત ગણેશજીના દર્શન.નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મજીગામ ગામ ખાતે પાછલા 57 વર્ષથી મજીગામના રાજા ગણેશ મંડળ દ્વારા દુંદાળા દેવ ગણેશજીનું સ્થાપન ખુબ જ ભક્તિભાવથી કરવામાં આવી રહ્યું છે ત્યારે દર વર્ષે ગણેશજીના ભક્તોને કંઈક અલગજ રીતે અહીંયા દર્શન કરાવવામાં આવતા હોય છે.

કેદારનાથની થીમ

દેવાધી દેવ મહાદેવના દુર્ગમ યાત્રાધામ કેદારનાથ ખાતે દર્શન કરવા જવું દરેક ભક્તો માટે શક્ય થતું નથી ત્યારે મજીગામના રાજા ગણેશ મંડળ દ્વારા આ વર્ષે કેદારનાથની થીમ પર ગણેશજીનું સ્થાપન કરતા મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથ મંદિર ના દર્શન કરવા ઉમટી રહ્યા છે.આ કેદારનાથ નું મંદિર 51 ફૂટ ઉચુ છે અને સંપૂર્ણ મંદિર થર્મોકોલ માંથી બનાવવામાં આવ્યું છે આ કેદારનાથનું મંદિર તૈયાર કરવામાં આ મંડળને ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે.કેદારનાથ ધામના દર્શન કરવા દરેક માટે શક્ય નથી ત્યારે મજીગામ ખાતે કેદારનાથ મંદિર માં બિરાજમાન ગણેશજીના દર્શન કરવા નવસારી જિલ્લા ભરમાંથી ભક્તો આવી રહ્યા છે અને અહીં આવી ને જાણે કેદારનાથ ધામના દર્શન કર્યા હોય એવી અનુભૂતિ કરે છે.


અલગ થીમ પર શણગાર

કેદારનાથના ધામના ગણેશજીના દર્શન કરવા માટે રોજના હજારો ભક્તો આવી રહ્યા છે.દૂર દૂરથી આવતા ભક્તો મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.દર વર્ષે આ મંડળ દ્રારા અલગ-અલગ થીમ કરવામાં આવે છે,આ વખતની થીમને લઈ ભકતોમાં પણ ખુશી છે કેમકે તમે ગણેશ પંડાલમાં અંદર જાવ એટલે તમને એવી લાગણી અનુભવાય કે તમે કેદારનાથ પહોંચી ગયા છો.


ગુજરાતમાં અલગ-અલગ થીમ પર શણગાર

હાલ સમગ્ર ભારતમાં ગણેશોત્સવનો તહેવાર ઉજવાઈ રહ્યો છે.ત્યારે ગુજરાતમાં પણ અલગ-અલગ જિલ્લાઓમાં આયોજકો દ્રારા અલગ થીમો કરીને ગણપતિનું સ્થાપન કરાઈ ગયું છે,આ વખતે ગુજરાતમાં દ્રારકા મંદીર,કેદારનાથ જેવી અલગ-અલગ થીમો ભકતો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.