Junagadhના પલાસવા ગામે ડિગ્રી વિના દવાખાનું ચલાવતો બોગસ મુન્નાભાઈ ઝડપાયો
જૂનાગઢના પલાસવા ગામે ડિગ્રી વિના દવાખાનું ચલાવતા બોગસ ડોકટરની ધરપકડ કરાઈ છે.દર્દીઓને સ્ટીરોઈડ આપીને આ ડોકટર સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે.પોલીસે આરોપીની ધરપકડ કરીને 64 હજારનો મુદ્દામાલ ઝડપી પાડયો છે અને દવાઓનો જથ્થો પણ જપ્ત કરીને જેલ હવાલે કર્યો છે. અનેક લોકોની કરી સારવાર જૂનાગઢના પલાસવા ગામે ડિગ્રી વિના નકલી ડોકટર બની સારવાર કરતા એક ડોકટરની પોલીસે ધરપકડ કરી છે,પોલીસને બાતમી મળી હતી કે આરોપી પાસે કોઈ ડિગ્રી નથી અને ડિગ્રી વિના તે ડોકટર બનીને લોકોની સારવાર કરતો હતો અને લોકોને દવા પણ આપતો હતો,પોલીસે તેના દવાખાને જઈ રેડ કરતા તેની પાસેથી કોઈ ડોકટરનું સર્ટીફીકેટ મળી આવ્યું ન હતુ,ત્યારે દર્દીઓને સ્ટીરોઈડ આપીને સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે.અગાઉ કંઈ જગ્યાએ દવાખાનું ચલાવતો હતો તેને લઈ પણ તપાસ કરવામાં આવી રહી છે. દવાનો જથ્થો મળી આવ્યો પોલીસની તપાસમાં આરોપી પાસેથી દવાનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે.આરોપીએ પોલીસ તપાસમાં પણ કબૂલ્યું કે તેની પાસે કોઈ ડિગ્રી નથી અને તે દવાખાનું ચલાવતો હતો.પોલીસને અલગ-અલગ કંપનીની દવાઓ તેમજ ઈંજીકશન પણ મળી આવ્યા છે,આસપાસના લોકોની પણ પોલીસે પૂછપરછ કરી છે તો તેમાં સામે આવ્યું છે કે આરોપી ઘણા સમયથી દવાખાનું ચલાવતો હતો,ગામના લોકો તેની પાસેથી જ દવા લેતા હતા અને તે સારવાર પણ આપતો હતો. અમદાવાદમાં 22-08-2024ના રોજ ઝડપાયા હતા બે બોગસ ડોકટર AMCની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 2 બોગસ ડોકટર ઝડપી પાડવામાં આવ્યા હતા.લાંભાનાં રજીવનગરમાં ચાલતા માનવ સેવા ક્લિનિક અને લાંભાનાં સદાની ધાબી પાસે ચાલતા વારસી ક્લિનિક પણ આ બન્ને બોગસ ડોકટરો ચલાવતા હતા,તો આરોગ્ય વિભાગની ટીમે બન્ને કલિનિકને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.દવાખાનામાંથી ટીમે મેડિકલના સાધનો તેમજ દવાનો જથ્થો જપ્ત કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢના પલાસવા ગામે ડિગ્રી વિના દવાખાનું ચલાવતા બોગસ ડોકટરની ધરપકડ કરાઈ છે.દર્દીઓને સ્ટીરોઈડ આપીને આ ડોકટર સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે.પોલીસે આરોપીની ધરપકડ કરીને 64 હજારનો મુદ્દામાલ ઝડપી પાડયો છે અને દવાઓનો જથ્થો પણ જપ્ત કરીને જેલ હવાલે કર્યો છે.
અનેક લોકોની કરી સારવાર
જૂનાગઢના પલાસવા ગામે ડિગ્રી વિના નકલી ડોકટર બની સારવાર કરતા એક ડોકટરની પોલીસે ધરપકડ કરી છે,પોલીસને બાતમી મળી હતી કે આરોપી પાસે કોઈ ડિગ્રી નથી અને ડિગ્રી વિના તે ડોકટર બનીને લોકોની સારવાર કરતો હતો અને લોકોને દવા પણ આપતો હતો,પોલીસે તેના દવાખાને જઈ રેડ કરતા તેની પાસેથી કોઈ ડોકટરનું સર્ટીફીકેટ મળી આવ્યું ન હતુ,ત્યારે દર્દીઓને સ્ટીરોઈડ આપીને સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે.અગાઉ કંઈ જગ્યાએ દવાખાનું ચલાવતો હતો તેને લઈ પણ તપાસ કરવામાં આવી રહી છે.
દવાનો જથ્થો મળી આવ્યો
પોલીસની તપાસમાં આરોપી પાસેથી દવાનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે.આરોપીએ પોલીસ તપાસમાં પણ કબૂલ્યું કે તેની પાસે કોઈ ડિગ્રી નથી અને તે દવાખાનું ચલાવતો હતો.પોલીસને અલગ-અલગ કંપનીની દવાઓ તેમજ ઈંજીકશન પણ મળી આવ્યા છે,આસપાસના લોકોની પણ પોલીસે પૂછપરછ કરી છે તો તેમાં સામે આવ્યું છે કે આરોપી ઘણા સમયથી દવાખાનું ચલાવતો હતો,ગામના લોકો તેની પાસેથી જ દવા લેતા હતા અને તે સારવાર પણ આપતો હતો.
અમદાવાદમાં 22-08-2024ના રોજ ઝડપાયા હતા બે બોગસ ડોકટર
AMCની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 2 બોગસ ડોકટર ઝડપી પાડવામાં આવ્યા હતા.લાંભાનાં રજીવનગરમાં ચાલતા માનવ સેવા ક્લિનિક અને લાંભાનાં સદાની ધાબી પાસે ચાલતા વારસી ક્લિનિક પણ આ બન્ને બોગસ ડોકટરો ચલાવતા હતા,તો આરોગ્ય વિભાગની ટીમે બન્ને કલિનિકને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.દવાખાનામાંથી ટીમે મેડિકલના સાધનો તેમજ દવાનો જથ્થો જપ્ત કર્યો હતો.