Ahmedabadમાં વિઝાના નામે 79.30 લાખની છેતરપિંડી, IE4U ગ્લોબલ કંપનીના ડીરેકટરો વિરુદ્ધ ફરિયાદ
અમદાવાદમાં ફરી વિઝાના નામે છેતરપિંડીની ઘટના સામે આવી છે જેમાં UK જવાના વિઝા અપાવાના નામે છેતરપિંડી કરાઈ છે,આ છેતરપિંડી IE4U ગ્લોબલ કંપનીના ડીરેકટરોએ કરી છે જેમાં 79.30 લાખ રૂપિયા લઈ ને વિઝા નહી આપ્યા તેવી વાત સામે આવી છે.જુહાલ સિરાજ, શ્રુજીસ શંકર સામે ફરિયાદીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સેટેલાઈટમાં શ્યામલ આઇકોનિકનીમાં હતી ઓફીસ.રૂપિયા મેળવી ઓરોપીઓ ઓફિસ બંધ કરી ફરાર થયા છે.શ્યામલ ચાર રસ્તા પાસે આવી છે ઓફીસ વિદેશ જવાનો ઉત્સાહ દિવસેને દિવસે લોકોનો વધી રહ્યો છે ત્યારે છેતરપિંડીની ઘટનાઓ પણ બની રહી છે,આવી જ એક છેતરપિંડી IE4U ગ્લોબલ કંપનીના ડીરેકટરોએ કરી છે જેમાં વિઝા આપવના બહાને 79 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઓફિસ બંધ કરીને ડીરેકટરો ફરાર થઈ ગયા હતા.ફરિયાદીએ જયારે ઓફીસ પર પહોંચે છે ત્યારે ઓફીસને તાળા હતા અને જાણવા મળ્યું હતું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે જેને લઈ પોલીસ પણ તપાસમાં લાગી હતી. વિદેશ જતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો વિદેશ જવાની ગેલછામાં લોકો લાખો રૂપિયા આપી દેતા હોય છે અને જયારે વીઝાની વાત આવે ત્યારે એજન્ટો છેતરપિંડીની કરીને ફરાર થઈ ગયા હોય છે ત્યારે આવા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે,તમે વિદેશ જાવ તેનો વાંધો નથી પણ જે એજન્ટ દ્રારા આ કામગીરી કરાવો તેની ખરાઈ કરવાનું રાખો જો ખરાઈ નહી કરો અને એક સાથે રૂપિયા આપી દેશો તો તમારી સાથે પણ આવી ઘટના બની શકે છે. પોલીસ પણ નોંધે છે ગુનો કેનેડામાં વર્ક પરમીટના નામે કે કાયમી કરી આપવાના નામે છેતરપિંડી કરવાના ગુનાઓમાં વધારો થયો છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે છેતરપિંડીની વધુ બે ફરિયાદ નોંધી છે. આ પછી આરોપીઓને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. જેમાં પહેલાં પ્રાંતિજમાં રહેતા યુવકને કેનેડામાં સ્થાયી કરવાના નામે મુંબઈના બે એજન્ટોએ રૂપિયા 34 લાખ રૂપિયા લઈ કોઈ પ્રોસેસ કરી નહોતી. બીજા બનાવમાં કલોલમાં રહેતી યુવતીને કેનેડામાં નોકરીના અપાવવાનું રહીને ગાંધીનગરના 2 એજન્ટોએ રૂપિયા 25 લાખ રૂપિયા પડાવીને પરત આપ્યા ન હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -