Vadodaraમાં ભૂગર્ભ જળ ઉપર આવતા માઇક્રો ટનલ ડ્રેનેજ પ્રોજેક્ટનો સ્થાનિકોમાં વિરોધ
વડોદરામાં માઇક્રો ટનલ ડ્રેનેજ પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે. શહેરના સરદારનગરમાં ખોદકામ બાદ ભૂગર્ભ જળ ઉપર આવતા સ્થાનિકો માઇક્રો ટનલ ડ્રેનેજ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. સરદાનગરમાં મહિનાઓથી માઈક્રો ટનલ પ્રોજેકની કામગીરી ચાલી રહી છે. દરમ્યાન ઊંડે સુધી ખોદકામ કરવામાં આવ્યું. જેને કારણે ભૂગર્ભ જળ ઉપર આવી ગયા. ભૂગર્ભ જળ તેના સ્તર કરતાં ઉપર આવતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો.માઇક્રો ટનલ ડ્રેનેજ પ્રોજેક્ટશહેરને સ્માર્ટ બનાવવાની પાલિકાની લ્હાયમાં લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. સ્માર્ટ સિટીમાં વારંવાર પ્રજાના નાણાં નો વેડફાટ થાય છે. વડોદરાની મહાનગર પાલિકાએ સરદાર નગરમાં માઇક્રો ટનલ ડ્રેનેજ પ્રોજેક્ટને લઈને લાંબા સમયથી કામગીરી કરી રહી છે. સરદારનગરમાં હાથ ધરાયેલ ખોદકામમાં 36 ફૂટ ખોદકામ કર્યા પછી ભૂગર્ભ જળ ઉપર આવી ગયા. પાણી ઉપર આવતા સ્થાનિકોને ભય છે કે તેમના મકાનોને મોટું નુકસાન થઈ શકે છે. તેઓને મકાન પડી જવાનો પણ ડર છે. જેને લઈને સ્થાનિકોએ અનેક વખત પાલિકાને પ્રોજેકટની કામગીરીને લઈને રજૂઆત કરી હતી. પાલિકાની અણઘડ નીતિ સામે રોષમાઇક્રો ટનલ ડ્રેનેજ પ્રોજેક્ટને લઈને પાલિકાની અણઘડ નીતિ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.પૂર પછી સરદારનગરમાં માઇક્રો ટનલ ડ્રેનેજ પ્રોજેક્ટ હાથ ધરાયો. પ્રોજેકટના ખોદકામને પગલે પાણી ઉપર આવતા આસપાસના મકાનો પડવાની ભીતિ. પ્રોજેક્ટ પાછળ પાલિકા દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે છતાં પણ તેમની સમસ્યા કોઈ અધિકારી સાંભળતા નથી અને આ બાબતે કોઈ કામગીરી પણ કરવામાં આવી નથી. મહિનાઓથી સ્થાનિકો કામગીરીની પગલે પરેશાન થઈ રહ્યા છે. પહેલા ટનલ ખોદવામાં આવી અને હવે બહારથી માટી લાવી ટનલ પૂરવામાં આવી રહી છે. એટલે માટી નાખવાનો ખર્ચ અલગ થશે જેનો બોજો આખરે તેમના પર જ આવશે. એટલે જ સ્થાનિકો મહાનગર પાલિકા એટલે ખોટા ખર્ચાનું નગર કહી રહ્યા છે. સ્થાનિકોએ પાલિકા ની અણઘડ કામગીરીનો વિરોધ કર્યો અને આના કરતાં ગ્રામ પંચાયત અને નગર પાલિકા ને સારી ગણાવી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં માઇક્રો ટનલ ડ્રેનેજ પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે. શહેરના સરદારનગરમાં ખોદકામ બાદ ભૂગર્ભ જળ ઉપર આવતા સ્થાનિકો માઇક્રો ટનલ ડ્રેનેજ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. સરદાનગરમાં મહિનાઓથી માઈક્રો ટનલ પ્રોજેકની કામગીરી ચાલી રહી છે. દરમ્યાન ઊંડે સુધી ખોદકામ કરવામાં આવ્યું. જેને કારણે ભૂગર્ભ જળ ઉપર આવી ગયા. ભૂગર્ભ જળ તેના સ્તર કરતાં ઉપર આવતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો.
માઇક્રો ટનલ ડ્રેનેજ પ્રોજેક્ટ
શહેરને સ્માર્ટ બનાવવાની પાલિકાની લ્હાયમાં લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. સ્માર્ટ સિટીમાં વારંવાર પ્રજાના નાણાં નો વેડફાટ થાય છે. વડોદરાની મહાનગર પાલિકાએ સરદાર નગરમાં માઇક્રો ટનલ ડ્રેનેજ પ્રોજેક્ટને લઈને લાંબા સમયથી કામગીરી કરી રહી છે. સરદારનગરમાં હાથ ધરાયેલ ખોદકામમાં 36 ફૂટ ખોદકામ કર્યા પછી ભૂગર્ભ જળ ઉપર આવી ગયા. પાણી ઉપર આવતા સ્થાનિકોને ભય છે કે તેમના મકાનોને મોટું નુકસાન થઈ શકે છે. તેઓને મકાન પડી જવાનો પણ ડર છે. જેને લઈને સ્થાનિકોએ અનેક વખત પાલિકાને પ્રોજેકટની કામગીરીને લઈને રજૂઆત કરી હતી.
પાલિકાની અણઘડ નીતિ સામે રોષ
માઇક્રો ટનલ ડ્રેનેજ પ્રોજેક્ટને લઈને પાલિકાની અણઘડ નીતિ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.પૂર પછી સરદારનગરમાં માઇક્રો ટનલ ડ્રેનેજ પ્રોજેક્ટ હાથ ધરાયો. પ્રોજેકટના ખોદકામને પગલે પાણી ઉપર આવતા આસપાસના મકાનો પડવાની ભીતિ. પ્રોજેક્ટ પાછળ પાલિકા દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે છતાં પણ તેમની સમસ્યા કોઈ અધિકારી સાંભળતા નથી અને આ બાબતે કોઈ કામગીરી પણ કરવામાં આવી નથી. મહિનાઓથી સ્થાનિકો કામગીરીની પગલે પરેશાન થઈ રહ્યા છે. પહેલા ટનલ ખોદવામાં આવી અને હવે બહારથી માટી લાવી ટનલ પૂરવામાં આવી રહી છે. એટલે માટી નાખવાનો ખર્ચ અલગ થશે જેનો બોજો આખરે તેમના પર જ આવશે. એટલે જ સ્થાનિકો મહાનગર પાલિકા એટલે ખોટા ખર્ચાનું નગર કહી રહ્યા છે. સ્થાનિકોએ પાલિકા ની અણઘડ કામગીરીનો વિરોધ કર્યો અને આના કરતાં ગ્રામ પંચાયત અને નગર પાલિકા ને સારી ગણાવી.