Gujaratના 113 ડેમ 100 ટકા ભરાયા, રાજ્યના 158 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના 113 ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાયા છે. તેમજ 66 ડેમમાં 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 14 ડેમ 50 ટકાથી 70 ટકા, 8 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 5 ડેમમાં 25 ટકાથી ઓછું પાણીનો સંગ્રહ થયું છે. આ ઉપરાંત 158 ડેમને હાઈ એલર્ટ, 12 ડેમ એલર્ટ અને 9 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે. સરદાર સરોવર ડેમમાં 98 ટકાથી વધુ જળસંગ્રહ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 3,30,327 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 98 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 5,18,109 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 92 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. તેમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.ભાદર-1 ડેમ ઓવરફલો ગુજરાતના અનેક જિલ્લામાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદ વરસતા રાજકોટનો ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે જેના કારણે સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભાદર ડેમના 20 દરવાજા 6 ફૂટ ખુલ્લા કરાયા છે. ડેમમાં પાણીની આવક પ્રતિ કલાક 36687 ક્યુસેક છે જેની સાથે ડેમમાં પાણીની જાવક પ્રતિ કલાક 36687 ક્યુસેક રહી છે. હાલમાં ભાદર ડેમના પુલ ઉપર અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે. ડેમ ઓવરફ્લો થતા ભાદર નદી બે કાંઠે વહેતી થઈ છે. પૂર્ણા નદીમાં પાણીની ભરપૂર આવક નવસારીની પૂર્ણા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે.ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી છે.પૂર્ણા નદીમાં 4 કલાકમાં 5 ફૂટ જળસપાટી વધી છે. ભારે વરસાદને લઈ પૂર્ણા નદીમાં પાણીની આવક યથાવત છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે, બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક ભાવનગર પડેલા સારા વરસાદના કારણે શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ છે. હાલ શેત્રુંજી ડેમમાં ધસમસતા પ્રવાહની આવક શરૂ થવા પામી છે. જેમાં શેત્રુંજી ડેમમાં હાલ 16232 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ છે. શેત્રુંજી ડેમની સપાટી વધીને 29 ફૂટ 8 ઇંચ પહોંચી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના 113 ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાયા છે. તેમજ 66 ડેમમાં 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 14 ડેમ 50 ટકાથી 70 ટકા, 8 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 5 ડેમમાં 25 ટકાથી ઓછું પાણીનો સંગ્રહ થયું છે. આ ઉપરાંત 158 ડેમને હાઈ એલર્ટ, 12 ડેમ એલર્ટ અને 9 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે.
સરદાર સરોવર ડેમમાં 98 ટકાથી વધુ જળસંગ્રહ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 3,30,327 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 98 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 5,18,109 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 92 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. તેમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
ભાદર-1 ડેમ ઓવરફલો
ગુજરાતના અનેક જિલ્લામાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદ વરસતા રાજકોટનો ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે જેના કારણે સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભાદર ડેમના 20 દરવાજા 6 ફૂટ ખુલ્લા કરાયા છે. ડેમમાં પાણીની આવક પ્રતિ કલાક 36687 ક્યુસેક છે જેની સાથે ડેમમાં પાણીની જાવક પ્રતિ કલાક 36687 ક્યુસેક રહી છે. હાલમાં ભાદર ડેમના પુલ ઉપર અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે. ડેમ ઓવરફ્લો થતા ભાદર નદી બે કાંઠે વહેતી થઈ છે.
પૂર્ણા નદીમાં પાણીની ભરપૂર આવક
નવસારીની પૂર્ણા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે.ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી છે.પૂર્ણા નદીમાં 4 કલાકમાં 5 ફૂટ જળસપાટી વધી છે. ભારે વરસાદને લઈ પૂર્ણા નદીમાં પાણીની આવક યથાવત છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે, બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક
ભાવનગર પડેલા સારા વરસાદના કારણે શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ છે. હાલ શેત્રુંજી ડેમમાં ધસમસતા પ્રવાહની આવક શરૂ થવા પામી છે. જેમાં શેત્રુંજી ડેમમાં હાલ 16232 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ છે. શેત્રુંજી ડેમની સપાટી વધીને 29 ફૂટ 8 ઇંચ પહોંચી છે.