Daman: સલીમ મેમણ હત્યા કેસના 6 આરોપીઓને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

દમણના ચકચારી સલીમ મેમણ હત્યા કેસમાં આવ્યો ચુકાદો6 આરોપીઓને આજીવન કેદની સજા અને રૂપિયા 15,000નો દંડ સલીમ મેમણની તેના બાઈકના શો-રૂમમાં થઇ હતી હત્યા દમણના ચકચારી સલીમ મેમણ હત્યા કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. દમણ સેશન્સ કોર્ટે હત્યા કેસના તમામ 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે આ કેસમાં બે આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. હત્યા કેસના 6 આરોપીઓને આજીવન કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો તમને જણાવી દઈએ કે હત્યા કેસના તમામ આરોપીઓને કોર્ટે મોટી સજા ફટકારી છે અને સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હત્યા કેસના 6 આરોપીઓને આજીવન કેદની સજા અને સાથે જ રૂપિયા 15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સલીમ મેમણની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચારી મચી ગઈ હતી અને સમગ્ર જગ્યાએ માત્ર આ જ કેસની ચર્ચાઓ થતી હતી. સલીમ મેમણની તેના જ બાઈકના શો રૂમમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે 02 માર્ચ 2020ના રોજ સાંજે સલીમ અનવર બરવટીયા ઉર્ફે સલીમ મેમણની તેના જ બાઈકના શો રૂમમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ નાની દમણ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને પોલીસ દ્વારા કલમ 302,307, 34 IPC અને કલમ 27 આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે પોલીસે ઉંડી તપાસ દરમિયાન આ ગુનામાં 8 આરોપીઓ ઉપેન્દ્ર રામજી રાય, જાવેદ મતિઉલ્લા ખાન ઉર્ફે સુલતાન, સંતોષ શ્યામનારાયણ દુબે ઉર્ફે પંડિત, મેહુલ ઠાકુર, અબ્દુલ સજ્જાદ ખાન, નસીરુદ્દીન શેખ, જયરામ નામદેવ લોંધે અને હનીફ અજમેરીની ધરપકડ કરવામાં આવી હતી. બે આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા ત્યારે આજે દમણ સેશન્સ કોર્ટ દ્વારા આ આરોપીઓ પૈકી જયરામ નામદેવ, જાવેદ મતિઉલ્લા ખાન ઉર્ફે સુલતાન, સંતોષ શ્યામનારાયણ દુબે ઉર્ફે પંડિત, મેહુલ ઠાકુર, અબ્દુલ સજ્જાદ ખાન, નસીરુદ્દીન શેખને આજીવન કેદની સજા અને 15,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ત્યારે અન્ય બે આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે વાપીમાં આ હત્યાનો મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

Daman: સલીમ મેમણ હત્યા કેસના 6 આરોપીઓને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દમણના ચકચારી સલીમ મેમણ હત્યા કેસમાં આવ્યો ચુકાદો
  • 6 આરોપીઓને આજીવન કેદની સજા અને રૂપિયા 15,000નો દંડ
  • સલીમ મેમણની તેના બાઈકના શો-રૂમમાં થઇ હતી હત્યા

દમણના ચકચારી સલીમ મેમણ હત્યા કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. દમણ સેશન્સ કોર્ટે હત્યા કેસના તમામ 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે આ કેસમાં બે આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

હત્યા કેસના 6 આરોપીઓને આજીવન કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો

તમને જણાવી દઈએ કે હત્યા કેસના તમામ આરોપીઓને કોર્ટે મોટી સજા ફટકારી છે અને સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હત્યા કેસના 6 આરોપીઓને આજીવન કેદની સજા અને સાથે જ રૂપિયા 15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સલીમ મેમણની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચારી મચી ગઈ હતી અને સમગ્ર જગ્યાએ માત્ર આ જ કેસની ચર્ચાઓ થતી હતી.

સલીમ મેમણની તેના જ બાઈકના શો રૂમમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે 02 માર્ચ 2020ના રોજ સાંજે સલીમ અનવર બરવટીયા ઉર્ફે સલીમ મેમણની તેના જ બાઈકના શો રૂમમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ નાની દમણ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને પોલીસ દ્વારા કલમ 302,307, 34 IPC અને કલમ 27 આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે પોલીસે ઉંડી તપાસ દરમિયાન આ ગુનામાં 8 આરોપીઓ ઉપેન્દ્ર રામજી રાય, જાવેદ મતિઉલ્લા ખાન ઉર્ફે સુલતાન, સંતોષ શ્યામનારાયણ દુબે ઉર્ફે પંડિત, મેહુલ ઠાકુર, અબ્દુલ સજ્જાદ ખાન, નસીરુદ્દીન શેખ, જયરામ નામદેવ લોંધે અને હનીફ અજમેરીની ધરપકડ કરવામાં આવી હતી.

બે આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

ત્યારે આજે દમણ સેશન્સ કોર્ટ દ્વારા આ આરોપીઓ પૈકી જયરામ નામદેવ, જાવેદ મતિઉલ્લા ખાન ઉર્ફે સુલતાન, સંતોષ શ્યામનારાયણ દુબે ઉર્ફે પંડિત, મેહુલ ઠાકુર, અબ્દુલ સજ્જાદ ખાન, નસીરુદ્દીન શેખને આજીવન કેદની સજા અને 15,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ત્યારે અન્ય બે આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે વાપીમાં આ હત્યાનો મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.