Khyati Hospital કાંડમાં ફરાર આરોપીઓ બદલી રહ્યાં છે લોકેશન, પોલીસે કર્યો ખુલાસો
ખ્યાતિકાંડના ફરાર આરોપીઓનો સંતાકૂકડીનો ખેલ રમી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે,ધરપકડથી બચવા આરોપીઓ બદલી રહ્યા છે લોકેશન,જેમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી ફરાર થયો છે અને ઓસ્ટ્રેલિયા છોડી કાર્તિક પટેલ ન્યૂઝીલેન્ડ ભાગી ગયો હોવાની વાત સામે આવી છે.કાર્તિકને રેડકોર્નર નોટિસ અંગે ક્રાઈમબ્રાન્ચ અસમંજસ જેવી સ્થિતિનું નિર્માણ છે.આરોપીઓને સગાસંબંધી મદદ કરતા હોવાની આશંકા સેવાઈ રહી છે. પરિવારના લેવાશે નિવેદન ક્રાઈમબ્રાન્ચ આરોપીઓના સગાસંબંધીઓના નિવેદન લેશે સાથે સાથે 14 દિવસ બાદ પણ 6 ફરાર આરોપીઓ પોલીસપકડથી દૂર હોવાની વાત સામે આવી છે.ફરાર આરોપીઓના છેલ્લા લોકેશન અલગ-અલગ જોવા મળ્યા છે.ચિરાગ રાજપૂતનું છેલ્લું લોકેશન જેસલમેરનું આવ્યું છે.મિલિંદ પટેલનું છેલ્લું લોકેશન વૈષ્ણોદેવી સર્કલ પાસે,રાજશ્રી કોઠારીનું છેલ્લું લોકેશન અમદાવાદમાં તેના ઘરનું,સંજય પટોલિયાનું છેલ્લું લોકેશન રાજકોટ નજીકનું આવ્યું છે તો રાહુલ જૈનનું છેલ્લું લોકેશન રાજસ્થાન-એમપી બોર્ડર પાસેનું આવ્યું છે.એક આરોપીએ કોર્ટમાં કરી જામીન અરજી ખ્યાતિકાંડ હોસ્પિટલના કાંડને લઈ આરોપીએ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે,આરોપી સંજય પટોળિયાએ કોર્ટમાં જામીન અરજી કરી છે,જેમાં પટોળિયાએ ફી પેટે રૂપિયા 65 લાખ લીધા હોવાની વાત સામે આવી છે.આ કેસમાં આવતીકાલે કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થઈ છે.સંજય પટોળિયાએ કોર્ટનું શરણ લીધું છે. રોજ કરાતા ઓપરેશન ખ્યાતિ હોસ્પિટલમાં રોજના 2-3 હાર્ટ ઓપરેશન થતા હોવાનો ખુલાસો પોલીસની તપાસમાં સામે આવ્યો છે.ખ્યાતિ હોસ્પિટલમાં 7 ઓપરેશનમાંથી 2-3 દર્દીઓના મોત થતા હતા તો PMJAY હેઠળ ચાલુ વર્ષમાં 20 ઓપરેશનના નાણાં જમા થયા હોવાની વાત સામે આવી છે,ખ્યાતિ હોસ્પિટલનો કાંડ દિવસેને દિવસે ચિંતા વધારી રહ્યો છે,હજી કેટલા એવા પરિવારો છે કે જેઓ ખ્યાતિકાંડને લઈ ભોગ બન્યા છે પરંતુ પોલીસ અને મીડિયાની સમક્ષ તેઓ આવ્યા નથી,નિધરાડમાં જે વ્યકિતનું મોત થયું તેના પરિવારજનોનું કહેવું છે કે,પરિજનોની મંજૂરી વગર જ એન્જિયોપ્લાસ્ટી કરી અને તેમનું મોત થયું છે.મૃતકના પુત્રએ વસ્ત્રાપુર પોલીસમાં નોંધાવી પોલીસ ફરિયાદ.એન્જિયોપ્લાસ્ટી બાદ ભીખાજીના હૃદયનું પમ્પિંગ થઈ ગયું હતુ 20 ટકા. કેસમાં રોજ નવા ખુલાસા સમગ્ર મામલે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું ત્યારબાદ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. હાલ આ સમગ્ર કૌભાંડની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે જેમાં રોજે રોજ અલગ અલગ ખુલાસા સામે આવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અમદાવાદ આસપાસના ગામોમાં પણ કેમ્પ કરવામાં આવ્યા હતા અને તેના પણ અલગ અલગ કૌભાંડ સામે આવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખ્યાતિકાંડના ફરાર આરોપીઓનો સંતાકૂકડીનો ખેલ રમી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે,ધરપકડથી બચવા આરોપીઓ બદલી રહ્યા છે લોકેશન,જેમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી ફરાર થયો છે અને ઓસ્ટ્રેલિયા છોડી કાર્તિક પટેલ ન્યૂઝીલેન્ડ ભાગી ગયો હોવાની વાત સામે આવી છે.કાર્તિકને રેડકોર્નર નોટિસ અંગે ક્રાઈમબ્રાન્ચ અસમંજસ જેવી સ્થિતિનું નિર્માણ છે.આરોપીઓને સગાસંબંધી મદદ કરતા હોવાની આશંકા સેવાઈ રહી છે.
પરિવારના લેવાશે નિવેદન
ક્રાઈમબ્રાન્ચ આરોપીઓના સગાસંબંધીઓના નિવેદન લેશે સાથે સાથે 14 દિવસ બાદ પણ 6 ફરાર આરોપીઓ પોલીસપકડથી દૂર હોવાની વાત સામે આવી છે.ફરાર આરોપીઓના છેલ્લા લોકેશન અલગ-અલગ જોવા મળ્યા છે.ચિરાગ રાજપૂતનું છેલ્લું લોકેશન જેસલમેરનું આવ્યું છે.મિલિંદ પટેલનું છેલ્લું લોકેશન વૈષ્ણોદેવી સર્કલ પાસે,રાજશ્રી કોઠારીનું છેલ્લું લોકેશન અમદાવાદમાં તેના ઘરનું,સંજય પટોલિયાનું છેલ્લું લોકેશન રાજકોટ નજીકનું આવ્યું છે તો રાહુલ જૈનનું છેલ્લું લોકેશન રાજસ્થાન-એમપી બોર્ડર પાસેનું આવ્યું છે.
એક આરોપીએ કોર્ટમાં કરી જામીન અરજી
ખ્યાતિકાંડ હોસ્પિટલના કાંડને લઈ આરોપીએ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે,આરોપી સંજય પટોળિયાએ કોર્ટમાં જામીન અરજી કરી છે,જેમાં પટોળિયાએ ફી પેટે રૂપિયા 65 લાખ લીધા હોવાની વાત સામે આવી છે.આ કેસમાં આવતીકાલે કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થઈ છે.સંજય પટોળિયાએ કોર્ટનું શરણ લીધું છે.
રોજ કરાતા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં રોજના 2-3 હાર્ટ ઓપરેશન થતા હોવાનો ખુલાસો પોલીસની તપાસમાં સામે આવ્યો છે.ખ્યાતિ હોસ્પિટલમાં 7 ઓપરેશનમાંથી 2-3 દર્દીઓના મોત થતા હતા તો PMJAY હેઠળ ચાલુ વર્ષમાં 20 ઓપરેશનના નાણાં જમા થયા હોવાની વાત સામે આવી છે,ખ્યાતિ હોસ્પિટલનો કાંડ દિવસેને દિવસે ચિંતા વધારી રહ્યો છે,હજી કેટલા એવા પરિવારો છે કે જેઓ ખ્યાતિકાંડને લઈ ભોગ બન્યા છે પરંતુ પોલીસ અને મીડિયાની સમક્ષ તેઓ આવ્યા નથી,નિધરાડમાં જે વ્યકિતનું મોત થયું તેના પરિવારજનોનું કહેવું છે કે,પરિજનોની મંજૂરી વગર જ એન્જિયોપ્લાસ્ટી કરી અને તેમનું મોત થયું છે.મૃતકના પુત્રએ વસ્ત્રાપુર પોલીસમાં નોંધાવી પોલીસ ફરિયાદ.એન્જિયોપ્લાસ્ટી બાદ ભીખાજીના હૃદયનું પમ્પિંગ થઈ ગયું હતુ 20 ટકા.
કેસમાં રોજ નવા ખુલાસા
સમગ્ર મામલે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું ત્યારબાદ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. હાલ આ સમગ્ર કૌભાંડની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે જેમાં રોજે રોજ અલગ અલગ ખુલાસા સામે આવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અમદાવાદ આસપાસના ગામોમાં પણ કેમ્પ કરવામાં આવ્યા હતા અને તેના પણ અલગ અલગ કૌભાંડ સામે આવી રહ્યા છે.