Banaskantha જિલ્લાના વિભાજનની વાતને લઈ રાજકારણ ગરમાયું
રાજ્યમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. ઉત્તર ગુજરાતના સૌથી મોટા બનાસકાંઠા જિલ્લાના વિભાજનની ચર્ચાના જોરે હવે રાજકારણ પણ ગરમાયું છે. જિલ્લાના પશ્ચિમ વિસ્તારના વિભાજનને લઈ દિયોદરને જિલ્લા મથક બનાવી ઓગડ જિલ્લો બનાવવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.ઓગડ જિલ્લા કોઓર્ડીનેશન કમિટીની રચના કરાઈ આ સાથે આજે દિયોદર સહિત આસપાસના 5 જેટલા તાલુકાના ભાજપ અને કોંગ્રેસના રાજકીય તેમજ સામાજિક આગેવાનો, વેપારી આગેવાનો સહિત અન્ય ઘણા લોકોની દિયોદરના રાજવીની હાજરીમાં જ સૂચિત ઓગડ જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં ઓગડ જિલ્લા કોઓર્ડીનેશન કમિટીની રચના કરાઈ અને એક સૂરે તમામ લોકોએ દિયોદરને જ જિલ્લા મથક બનાવવા માટે માગ કરી છે. બનાસકાંઠા જિલ્લો રાજ્યનો બીજા નંબર સૌથી મોટો જિલ્લો તમને જણાવી દઈએ કે વિસ્તારની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો રાજ્યનો બીજા નંબર સૌથી મોટો જિલ્લો છે. આ જિલ્લો ખૂબ જ વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે. જો કે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને અન્ય જિલ્લો બનાવવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, જોકે જિલ્લાના વિભાજનની ચર્ચાઓએ જોર પકડતા હવે બનાસકાંઠામાં રાજકારણ પણ ગરમાયું છે. જિલ્લાના પશ્ચિમ વિસ્તારનું વિભાજન થાય તો ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદરને જ જિલ્લા મથક બનાવી ઓગડ જિલ્લો બનાવવામાં આવે તેવી માગ છેલ્લા વર્ષોથી દિયોદર વિસ્તારના લોકો તરફથી કરવામાં આવી રહી છે. દિયોદરને જિલ્લા મથક બનાવવા માગ જો કે આજે દિયોદરમાં દિયોદર રાજવી અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલાની આગેવાનીમાં જ ઓગડ જિલ્લા કોઓર્ડીનેશન કમિટીની રચના કરવામાં આવી અને સંકલનની બેઠક પણ મળી. જે સંકલનની બેઠકમાં આસપાસના 5 તાલુકાના ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનો, પૂર્વ ધારાસભ્યો તથા તાલુકા પંચાયત પ્રમુખો સહિત સરપંચો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઓગડ જિલ્લો બનાવી દિયોદરને જિલ્લા મથક બનાવવા એક સુરે માગ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી મહત્વની વાત તો એ છે કે ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદરએ પશ્ચિમ વિસ્તારના તાલુકાઓની મધ્યમાં આવેલો ભાગ હોવાથી જો દિયોદરને જિલ્લા મથક બનાવવામાં આવે તો કાંકરેજ, સુઈગામ, ભાભર, વાવ, થરાદ, લાખણી સહિત ડીસાના ભીલડીના 20થી વધુ ગામોના લોકોને વહીવટી કામગીરી માટે દિયોદર જવુ ખુબ જ સરળ પડે અને લોકો પોતાની વહીવટી કામગીરી ખૂબ જ સગવડતાથી કરાવી શકે. ત્યારે આજે મળેલી બેઠકમાં રાજકીય આગેવાનોએ પક્ષા પક્ષી ભૂલીને એક સુરે જ દિયોદરને જિલ્લા મથક બનાવીને ઓગડ જિલ્લો જાહેર કરવામાં આવે તેવી માગ સાથે આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. ઉત્તર ગુજરાતના સૌથી મોટા બનાસકાંઠા જિલ્લાના વિભાજનની ચર્ચાના જોરે હવે રાજકારણ પણ ગરમાયું છે. જિલ્લાના પશ્ચિમ વિસ્તારના વિભાજનને લઈ દિયોદરને જિલ્લા મથક બનાવી ઓગડ જિલ્લો બનાવવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
ઓગડ જિલ્લા કોઓર્ડીનેશન કમિટીની રચના કરાઈ
આ સાથે આજે દિયોદર સહિત આસપાસના 5 જેટલા તાલુકાના ભાજપ અને કોંગ્રેસના રાજકીય તેમજ સામાજિક આગેવાનો, વેપારી આગેવાનો સહિત અન્ય ઘણા લોકોની દિયોદરના રાજવીની હાજરીમાં જ સૂચિત ઓગડ જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં ઓગડ જિલ્લા કોઓર્ડીનેશન કમિટીની રચના કરાઈ અને એક સૂરે તમામ લોકોએ દિયોદરને જ જિલ્લા મથક બનાવવા માટે માગ કરી છે.
બનાસકાંઠા જિલ્લો રાજ્યનો બીજા નંબર સૌથી મોટો જિલ્લો
તમને જણાવી દઈએ કે વિસ્તારની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો રાજ્યનો બીજા નંબર સૌથી મોટો જિલ્લો છે. આ જિલ્લો ખૂબ જ વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે. જો કે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને અન્ય જિલ્લો બનાવવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, જોકે જિલ્લાના વિભાજનની ચર્ચાઓએ જોર પકડતા હવે બનાસકાંઠામાં રાજકારણ પણ ગરમાયું છે. જિલ્લાના પશ્ચિમ વિસ્તારનું વિભાજન થાય તો ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદરને જ જિલ્લા મથક બનાવી ઓગડ જિલ્લો બનાવવામાં આવે તેવી માગ છેલ્લા વર્ષોથી દિયોદર વિસ્તારના લોકો તરફથી કરવામાં આવી રહી છે.
દિયોદરને જિલ્લા મથક બનાવવા માગ
જો કે આજે દિયોદરમાં દિયોદર રાજવી અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલાની આગેવાનીમાં જ ઓગડ જિલ્લા કોઓર્ડીનેશન કમિટીની રચના કરવામાં આવી અને સંકલનની બેઠક પણ મળી. જે સંકલનની બેઠકમાં આસપાસના 5 તાલુકાના ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનો, પૂર્વ ધારાસભ્યો તથા તાલુકા પંચાયત પ્રમુખો સહિત સરપંચો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઓગડ જિલ્લો બનાવી દિયોદરને જિલ્લા મથક બનાવવા એક સુરે માગ કરવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી
મહત્વની વાત તો એ છે કે ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદરએ પશ્ચિમ વિસ્તારના તાલુકાઓની મધ્યમાં આવેલો ભાગ હોવાથી જો દિયોદરને જિલ્લા મથક બનાવવામાં આવે તો કાંકરેજ, સુઈગામ, ભાભર, વાવ, થરાદ, લાખણી સહિત ડીસાના ભીલડીના 20થી વધુ ગામોના લોકોને વહીવટી કામગીરી માટે દિયોદર જવુ ખુબ જ સરળ પડે અને લોકો પોતાની વહીવટી કામગીરી ખૂબ જ સગવડતાથી કરાવી શકે. ત્યારે આજે મળેલી બેઠકમાં રાજકીય આગેવાનોએ પક્ષા પક્ષી ભૂલીને એક સુરે જ દિયોદરને જિલ્લા મથક બનાવીને ઓગડ જિલ્લો જાહેર કરવામાં આવે તેવી માગ સાથે આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે.