Ahmedabad: વ્યાજખોરો સામે એક્શનમાં પોલીસ, 31 લોકોની કરી ધરપકડ

વ્યાજખોરોના ચક્રવ્યુમાંથી અનેક લોકોને બહાર કાઢવા પોલીસે નવી રણનીતિ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છેલ્લા બે માસમાં અમદાવાદમાં વ્યાજખોરો વિરૂદ્ધ 38 ફરિયાદો, 31 આરોપીઓની ધરપકડ પોલીસે લોક દરબાર દ્વારા વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકોની વેદના સાંભળી રાજ્ય ભરમાં વ્યાજખોરોના ત્રાસથી પીડાઈ રહેલા લોકોને ન્યાય અપાવવા ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં વ્યાજખોરોના ઝુંબેશ અંતગર્ત 31 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ હજુ પણ વ્યાજખોરોના ચક્રવ્યુમાં અનેક લોકો ફસાયા હોવાથી પોલીસે નવી રણનીતિ માટે એક્શન પ્લાન બનાવ્યો છે. ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક સતત વધી રહ્યો છે. કોરોના સમયથી આર્થિક સંકળામણમાં આવી ગયેલા અનેક લોકો નાણાંની જરૂરિયાતના કારણે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા હતા. પૈસાની જરૂર હોય તેવા લોકોને લોન આપવામાં આવી આ ભોગ બનનારાઓ વ્યાજખોરોને મૂડી અને વ્યાજ ચૂકવી દીધા બાદ પણ માથા ભારે વ્યાજખોરો અસહ્ય ત્રાસ આપીને પઠાણી ઉઘરાણી કરતા હતા. આ વ્યાજખોરોના કારણે અનેક લોકોએ આપઘાત કર્યો હોવાના કિસ્સા પણ બન્યા હતા. જેના લીધે ગુજરાત પોલીસે વ્યાજખોરો પર નિયંત્રણ લાવવા માટેની આ ઝુંબેશ શરૂ કરી. જેમાં છેલ્લા 2 મહિનામાં અમદાવાદમાં 38 ફરિયાદો નોંધી અને 31 વ્યાજખોરોની ધરપકડ કરી છે. જ્યારે રોજમદાર લોકોને વ્યાજખોરોના ત્રાસથી છુટકારો અપાવવા 700થી વધુ જરૂરિયાત લોકોને લોન આપવામાં આવી છે. અનેક અરજીઓની તપાસ બાદ ગુના નોંધવામાં આવ્યા અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો વિરુદ્ધ 125 જેટલી અરજીઓ કરવામાં આવી હતી. જેમાં વ્યાજખોરોના કારણે પીડિતો ઘર છોડીને નાસી જવા મજબુર બન્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. જ્યારે કેટલાક લોકોએ આપઘાતનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત વ્યાજખોરોએ વ્યાજની ઉઘરાણી કરવા માટે લોકોના જીવનની કમાણી અને પોતાની મિલકત પણ પચાવી પાડી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. જેમાં અનેક અરજીઓની તપાસ બાદ આરોપીઓ સામે ગુના નોંધવામાં આવ્યા છે. મહત્વનું છે કે પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે લોક દરબાર દ્વારા વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકોની વેદના સાંભળી હતી. વ્યાજખોરોનો ત્રાસ ફરી વધ્યો વ્યાજખોરો સામે પોલીસે અગાઉ પણ ઝુંબેશ દ્વારા લાલઆંખ કરી હતી. શહેરમાં પોલીસે કાર્યવાહી બંધ કરતા વ્યાજખોરોનો ત્રાસ ફરી વધ્યો હતો. જેથી પોલીસે ફરી ઝુંબેશ તો શરૂ કરી છે, પરંતુ આ ઝુંબેશ અંતર્ગત વ્યાજખોરો સામે સતત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

Ahmedabad: વ્યાજખોરો સામે એક્શનમાં પોલીસ, 31 લોકોની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વ્યાજખોરોના ચક્રવ્યુમાંથી અનેક લોકોને બહાર કાઢવા પોલીસે નવી રણનીતિ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો
  • છેલ્લા બે માસમાં અમદાવાદમાં વ્યાજખોરો વિરૂદ્ધ 38 ફરિયાદો, 31 આરોપીઓની ધરપકડ
  • પોલીસે લોક દરબાર દ્વારા વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકોની વેદના સાંભળી

રાજ્ય ભરમાં વ્યાજખોરોના ત્રાસથી પીડાઈ રહેલા લોકોને ન્યાય અપાવવા ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં વ્યાજખોરોના ઝુંબેશ અંતગર્ત 31 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે.

પરંતુ હજુ પણ વ્યાજખોરોના ચક્રવ્યુમાં અનેક લોકો ફસાયા હોવાથી પોલીસે નવી રણનીતિ માટે એક્શન પ્લાન બનાવ્યો છે. ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક સતત વધી રહ્યો છે. કોરોના સમયથી આર્થિક સંકળામણમાં આવી ગયેલા અનેક લોકો નાણાંની જરૂરિયાતના કારણે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા હતા.

પૈસાની જરૂર હોય તેવા લોકોને લોન આપવામાં આવી

આ ભોગ બનનારાઓ વ્યાજખોરોને મૂડી અને વ્યાજ ચૂકવી દીધા બાદ પણ માથા ભારે વ્યાજખોરો અસહ્ય ત્રાસ આપીને પઠાણી ઉઘરાણી કરતા હતા. આ વ્યાજખોરોના કારણે અનેક લોકોએ આપઘાત કર્યો હોવાના કિસ્સા પણ બન્યા હતા. જેના લીધે ગુજરાત પોલીસે વ્યાજખોરો પર નિયંત્રણ લાવવા માટેની આ ઝુંબેશ શરૂ કરી. જેમાં છેલ્લા 2 મહિનામાં અમદાવાદમાં 38 ફરિયાદો નોંધી અને 31 વ્યાજખોરોની ધરપકડ કરી છે. જ્યારે રોજમદાર લોકોને વ્યાજખોરોના ત્રાસથી છુટકારો અપાવવા 700થી વધુ જરૂરિયાત લોકોને લોન આપવામાં આવી છે.

અનેક અરજીઓની તપાસ બાદ ગુના નોંધવામાં આવ્યા

અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો વિરુદ્ધ 125 જેટલી અરજીઓ કરવામાં આવી હતી. જેમાં વ્યાજખોરોના કારણે પીડિતો ઘર છોડીને નાસી જવા મજબુર બન્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. જ્યારે કેટલાક લોકોએ આપઘાતનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત વ્યાજખોરોએ વ્યાજની ઉઘરાણી કરવા માટે લોકોના જીવનની કમાણી અને પોતાની મિલકત પણ પચાવી પાડી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. જેમાં અનેક અરજીઓની તપાસ બાદ આરોપીઓ સામે ગુના નોંધવામાં આવ્યા છે. મહત્વનું છે કે પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે લોક દરબાર દ્વારા વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકોની વેદના સાંભળી હતી.

વ્યાજખોરોનો ત્રાસ ફરી વધ્યો

વ્યાજખોરો સામે પોલીસે અગાઉ પણ ઝુંબેશ દ્વારા લાલઆંખ કરી હતી. શહેરમાં પોલીસે કાર્યવાહી બંધ કરતા વ્યાજખોરોનો ત્રાસ ફરી વધ્યો હતો. જેથી પોલીસે ફરી ઝુંબેશ તો શરૂ કરી છે, પરંતુ આ ઝુંબેશ અંતર્ગત વ્યાજખોરો સામે સતત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.