Gujarat ગેસે નવા વર્ષની શરૂઆતમાં સીએનજીના ભાવમાં રૂપિયા 1.05નો કર્યો વધારો
સામાન્ય નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં મોટો વધારો કર્યો છે,CNGના ભાવમાં રૂપિયા 1.5નો વધારો કર્યો છે,6 મહિનામાં ચોથી વખત ભાવ વધારો કરાયો હોવાની માહિતી છે જેમાં હવે ગુજરાત CNG ગેસનોનો નવો ભાવ રૂપિયા 79.26 પ્રતિ કિલો રહેશે. અગાઉ 4 જુલાઈ 2024ના રોજ 1 રૂપિયાનો વધારો કંપનીએ કર્યો હતો તમને જણાવી દઈએ કે અગાઉ ગુજરાત ગેસ કંપનીએ 4 જુલાઈએ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો કર્યો હતો. જેને પગલે CNGથી ચાલતા વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે ફરી 5 મહિના રહીને 1.50 રૂપિયા પ્રતિ કિલોએ CNGમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ પહેલા 1 વર્ષ અગાઉ ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં 2 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો. સામાન્ય લોકો પર મોંઘવારીનો માર ઉલ્લેખનીય છે કે રાજ્ય સહિત દેશભરમાં સીએનજીથી ચાલતા વાહનોની સંખ્યા બહોળા પ્રમાણમાં છે અને ઓટો રિક્ષા પણ મોટા પ્રમાણમાં સીએનજીથી ચાલે છે. ત્યારે સીએનજીથી ચાલતા ટ્રાન્સપોર્ટેશન વાહનોની સંખ્યા પણ સતત વધારો થઈ રહ્યો છે અને સામે સીએનજીના ભાવમાં પણ ધીરેધીરે મોટો વધારો કરવામાં આવી રહ્યો છે. જેની સીધી અસર સામાન્ય લોકો પર પડે છે અને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સામાન્ય નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં મોટો વધારો કર્યો છે,CNGના ભાવમાં રૂપિયા 1.5નો વધારો કર્યો છે,6 મહિનામાં ચોથી વખત ભાવ વધારો કરાયો હોવાની માહિતી છે જેમાં હવે ગુજરાત CNG ગેસનોનો નવો ભાવ રૂપિયા 79.26 પ્રતિ કિલો રહેશે.
અગાઉ 4 જુલાઈ 2024ના રોજ 1 રૂપિયાનો વધારો કંપનીએ કર્યો હતો
તમને જણાવી દઈએ કે અગાઉ ગુજરાત ગેસ કંપનીએ 4 જુલાઈએ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો કર્યો હતો. જેને પગલે CNGથી ચાલતા વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે ફરી 5 મહિના રહીને 1.50 રૂપિયા પ્રતિ કિલોએ CNGમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ પહેલા 1 વર્ષ અગાઉ ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં 2 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો.
સામાન્ય લોકો પર મોંઘવારીનો માર
ઉલ્લેખનીય છે કે રાજ્ય સહિત દેશભરમાં સીએનજીથી ચાલતા વાહનોની સંખ્યા બહોળા પ્રમાણમાં છે અને ઓટો રિક્ષા પણ મોટા પ્રમાણમાં સીએનજીથી ચાલે છે. ત્યારે સીએનજીથી ચાલતા ટ્રાન્સપોર્ટેશન વાહનોની સંખ્યા પણ સતત વધારો થઈ રહ્યો છે અને સામે સીએનજીના ભાવમાં પણ ધીરેધીરે મોટો વધારો કરવામાં આવી રહ્યો છે. જેની સીધી અસર સામાન્ય લોકો પર પડે છે અને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવે છે.