દેદાદરા ગામે પ્રસાદીના પેંડાએ ભારે કરી, 40થી વધુને ફૂડ પોઈઝનિંગ થતાં દોડધામ
વઢવાણ તાલુકાના દેદાદરા ગામે ભરવાડ સમાજના મહાકાળી માતાજીના મઢે નવરાત્રીની આઠમ પર્વે નીવેદ હતા. જેમાં એક મણ પેંડાનો પ્રસાદ ધરાવાયો હતો. આ પ્રસાદ લીધા બાદ 42 વ્યક્તિઓને ફુડ પોઈઝનીંગની અસર થતા કોઠારિયા પીએચસી, સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ અને જોરાવરનગરની સવા હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જિલ્લામાં નવલાં નોંરતાની આઠમ અને નોમના રોજ માતાજીને નીવેદ ધરાવવાની પરંપરા છે. જેમાં દેદાદરા ગામે આવેલ મહાકાળી માતાજીના મઢે આઠમના દિવસે ગુરૂવારે દુર દુરથી ભરવાડ પરીવારો એકત્ર થયા હતા. અને માતાજીને એકમણ એટલે કે 20 કિલો પેંડાનો પ્રસાદ ધરાવાયો હતો. પેંડા આરોગ્ય બાદ અમુક લોકોને ગભરામણ, ઉલ્ટી થવા લાગી હતી. જેમાં 108ને જાણ કરાતા સારવાર માટે કોઠારિયા પીએચસી, સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ, જોરાવરનગરની સવા હોસ્પિટલમાં કુલ 42 લોકોને સારવાર માટે લઈ જવાયા હતા. બનાવની જાણ થતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહીલની સુચનાથી આરોગ્યની ટીમ દેદાદરા દોડી ગઈ હતી અને પેંડાના નમુના લઈ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ એક પરિવારને 1 મણ પેંડાની માનતા હોઈ દેદાદરાના જ કંદોઈને તેનો ઓર્ડર અપાયો હતો અને તેઓએ આ પેંડાની પ્રસાદી બનાવી હતી. હાલ ફુડ પોઈઝનીંગની અસર પામેલા લોકો સ્વસ્થ હોવાનું પણ જાણવા મળે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વઢવાણ તાલુકાના દેદાદરા ગામે ભરવાડ સમાજના મહાકાળી માતાજીના મઢે નવરાત્રીની આઠમ પર્વે નીવેદ હતા. જેમાં એક મણ પેંડાનો પ્રસાદ ધરાવાયો હતો. આ પ્રસાદ લીધા બાદ 42 વ્યક્તિઓને ફુડ પોઈઝનીંગની અસર થતા કોઠારિયા પીએચસી, સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ અને જોરાવરનગરની સવા હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
જિલ્લામાં નવલાં નોંરતાની આઠમ અને નોમના રોજ માતાજીને નીવેદ ધરાવવાની પરંપરા છે. જેમાં દેદાદરા ગામે આવેલ મહાકાળી માતાજીના મઢે આઠમના દિવસે ગુરૂવારે દુર દુરથી ભરવાડ પરીવારો એકત્ર થયા હતા. અને માતાજીને એકમણ એટલે કે 20 કિલો પેંડાનો પ્રસાદ ધરાવાયો હતો. પેંડા આરોગ્ય બાદ અમુક લોકોને ગભરામણ, ઉલ્ટી થવા લાગી હતી. જેમાં 108ને જાણ કરાતા સારવાર માટે કોઠારિયા પીએચસી, સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ, જોરાવરનગરની સવા હોસ્પિટલમાં કુલ 42 લોકોને સારવાર માટે લઈ જવાયા હતા. બનાવની જાણ થતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહીલની સુચનાથી આરોગ્યની ટીમ દેદાદરા દોડી ગઈ હતી અને પેંડાના નમુના લઈ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ એક પરિવારને 1 મણ પેંડાની માનતા હોઈ દેદાદરાના જ કંદોઈને તેનો ઓર્ડર અપાયો હતો અને તેઓએ આ પેંડાની પ્રસાદી બનાવી હતી. હાલ ફુડ પોઈઝનીંગની અસર પામેલા લોકો સ્વસ્થ હોવાનું પણ જાણવા મળે છે.