Ahmedabad કાંકરીયા કાર્નિવલનો સંપૂર્ણ કાર્યક્રમ રદ, મનમોહન સિંહના નિધનને પગલે લેવાયો નિર્ણય
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને લઈ દેશભરમાં સાત દિવસ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે,ત્યારે અમદાવાદમાં કાંકરીયા કાર્નિવલની શરૂઆત 25 ડિસેમ્બર 2024ના રોજ થઈ હતી ત્યારે અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા આજ તારીખ 27 ડિસેમ્બર 2024 થી તારીખ 31 ડિસેમ્બર 2024 સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવેલ છે. કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્ય પ્રવેશ ચાલુ રહેશે.અખબારી યાદીમાં આ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તિરંગો પણ અડધી કાઠીએ ફરકાવાશે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થઈ ગયું. ગુરુવારે સાંજે તેમની તબિયત લથડી હતી. ત્યારપછી તેમને દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર સરકારે સાત દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. આજે તિરંગો પણ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમો પણ રદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડો.મનમોહન સિંહનું ગઈકાલે રાત્રે નિધનને લઈ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.સદગતના સન્માનમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી શોકને અનુલક્ષીને આજે શુક્રવારે યોજાનારા મુખ્યમંત્રીના બધા જ કાર્યક્રમો રદ કરાયા છે. ફ્લાવર શો 3 જાન્યુઆરીએ ખુલ્લો મુકાશે પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધનના પગલે કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 31 ડિસેમ્બર સુધી યોજનારો કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ બંધ રહેશે. કાર્નિવલમાં એકપણ કાર્યક્રમ યોજાશે નહીં. કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શોનું 1 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થવાનું હતું, પરંતુ રાષ્ટ્રીય શોકના પગલે હવે 3 જાન્યુઆરીની આજુબાજુ આ ફ્લાવર શો નાગરિકો માટે ખુલ્લો મુકાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને લઈ દેશભરમાં સાત દિવસ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે,ત્યારે અમદાવાદમાં કાંકરીયા કાર્નિવલની શરૂઆત 25 ડિસેમ્બર 2024ના રોજ થઈ હતી ત્યારે અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા આજ તારીખ 27 ડિસેમ્બર 2024 થી તારીખ 31 ડિસેમ્બર 2024 સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવેલ છે. કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્ય પ્રવેશ ચાલુ રહેશે.અખબારી યાદીમાં આ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
તિરંગો પણ અડધી કાઠીએ ફરકાવાશે
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થઈ ગયું. ગુરુવારે સાંજે તેમની તબિયત લથડી હતી. ત્યારપછી તેમને દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર સરકારે સાત દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. આજે તિરંગો પણ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમો પણ રદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડો.મનમોહન સિંહનું ગઈકાલે રાત્રે નિધનને લઈ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.સદગતના સન્માનમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી શોકને અનુલક્ષીને આજે શુક્રવારે યોજાનારા મુખ્યમંત્રીના બધા જ કાર્યક્રમો રદ કરાયા છે.
ફ્લાવર શો 3 જાન્યુઆરીએ ખુલ્લો મુકાશે
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધનના પગલે કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 31 ડિસેમ્બર સુધી યોજનારો કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ બંધ રહેશે. કાર્નિવલમાં એકપણ કાર્યક્રમ યોજાશે નહીં. કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શોનું 1 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થવાનું હતું, પરંતુ રાષ્ટ્રીય શોકના પગલે હવે 3 જાન્યુઆરીની આજુબાજુ આ ફ્લાવર શો નાગરિકો માટે ખુલ્લો મુકાશે.