Surat: ગોટાલાવાડી વિસ્તારની ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાના ગોલ્ડ પાવડરની ચોરી

સુરતમાં ફેક્ટરીમાંથી ગોલ્ડ પાવડરની ચોરીનો મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાના CCTVમાં કેદ થતાં ત્રણ જેટલાં ચોર જોવા મળ્યા હતા. એકઝોસ્ટ ફેનની જગ્યાથી ચોર ઘુસ્યા હતા. ફેક્ટરીમાં ઘુસ્યા બાદ લાકડી મારી CCTV તોડી નાખ્યા હતા. આ ઘટના સુરતના ગોટાલાવાડી વિસ્તારની છે. પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. કોઈ જાણ ભેદુ વ્યક્તિ હોવાની શક્યતા. મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંદાજિત દોઢ કરોડના ગોલ્ડ પાવડરની ચોરી થઈ છે. ગોલ્ડ એસિડમાં ડુબાડેલું હતુ. સુરતમાં લાખોની ચોરી કરનાર જાણભેદુ જ નીકળ્યા હતા સુરતના પીપલોદ વિસ્તારમાં નોકરોએ ચોરી કરી હોવાના આરોપ સાથે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ઉમરા પોલીસ દ્વારા ચોરી કરનાર ત્રણેય આરોપી નોકરોને મધ્યપ્રદેશના રીવા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતા. ઘરકામ કરનાર જ ચોર બન્યા હતા આરોપીઓ ફરિયાદીને ત્યાં નોકર તરીકે કામ કરતા હતા. જોકે, ત્રણ દિવસ પહેલા દાનત બગડતા ત્રણે નોકરો દ્વારા ઘરના બેડરૂમના કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા 20 લાખ તથા સોના-ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા 20,57,400 એમ કુલ મળી રૂપિયા 40,57,400ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્રણ નોકરો પર ચોરીનો ગુનો નોંધાયો બનાવની જાણ થતાં જ ઉમરા પોલીસ, DCB પોલીસનો કાફલો બનાવવાળી જગ્યાએ આવી પહોંચ્યો અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પોલીસે કુલ 5 ટીમો બનાવી હતી, જેમાં ડીસીપી સ્થાનિક પોલીસના માણસો હતા. જેઓને આરોપીઓના વતન, ઠેકાણા એમ અલગ-અલગ સ્થળે મોકલી આપવામાં આવ્યા હતા. આખરે ત્રણ આરોપી ઝડપાયા આ બાબતે DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, ગત 18 ઓક્ટોબરના રોજ પીપલોદ વિસ્તારમાં એક ફ્લેટમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હતી. જે મામલે ઉમરા પોલીસે ત્રણેય આરોપી નોકરોને મધ્યપ્રદેશના રીવા ખાતેથી ઝડપી પાડ્યા હતા. ચોરી કરવામાં આવેલ સોના-ચાંદીના ઘરેણાં, રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહીત કુલ રૂપિયા 72,48,868નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી જપ્ત કર્યો હતો.

Surat: ગોટાલાવાડી વિસ્તારની ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાના ગોલ્ડ પાવડરની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ફેક્ટરીમાંથી ગોલ્ડ પાવડરની ચોરીનો મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાના CCTVમાં કેદ થતાં ત્રણ જેટલાં ચોર જોવા મળ્યા હતા. એકઝોસ્ટ ફેનની જગ્યાથી ચોર ઘુસ્યા હતા. ફેક્ટરીમાં ઘુસ્યા બાદ લાકડી મારી CCTV તોડી નાખ્યા હતા. આ ઘટના સુરતના ગોટાલાવાડી વિસ્તારની છે. પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. કોઈ જાણ ભેદુ વ્યક્તિ હોવાની શક્યતા. મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંદાજિત દોઢ કરોડના ગોલ્ડ પાવડરની ચોરી થઈ છે. ગોલ્ડ એસિડમાં ડુબાડેલું હતુ.

સુરતમાં લાખોની ચોરી કરનાર જાણભેદુ જ નીકળ્યા હતા

સુરતના પીપલોદ વિસ્તારમાં નોકરોએ ચોરી કરી હોવાના આરોપ સાથે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ઉમરા પોલીસ દ્વારા ચોરી કરનાર ત્રણેય આરોપી નોકરોને મધ્યપ્રદેશના રીવા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતા.

ઘરકામ કરનાર જ ચોર બન્યા હતા

આરોપીઓ ફરિયાદીને ત્યાં નોકર તરીકે કામ કરતા હતા. જોકે, ત્રણ દિવસ પહેલા દાનત બગડતા ત્રણે નોકરો દ્વારા ઘરના બેડરૂમના કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા 20 લાખ તથા સોના-ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા 20,57,400 એમ કુલ મળી રૂપિયા 40,57,400ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ત્રણ નોકરો પર ચોરીનો ગુનો નોંધાયો

બનાવની જાણ થતાં જ ઉમરા પોલીસ, DCB પોલીસનો કાફલો બનાવવાળી જગ્યાએ આવી પહોંચ્યો અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પોલીસે કુલ 5 ટીમો બનાવી હતી, જેમાં ડીસીપી સ્થાનિક પોલીસના માણસો હતા. જેઓને આરોપીઓના વતન, ઠેકાણા એમ અલગ-અલગ સ્થળે મોકલી આપવામાં આવ્યા હતા.

આખરે ત્રણ આરોપી ઝડપાયા

આ બાબતે DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, ગત 18 ઓક્ટોબરના રોજ પીપલોદ વિસ્તારમાં એક ફ્લેટમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હતી. જે મામલે ઉમરા પોલીસે ત્રણેય આરોપી નોકરોને મધ્યપ્રદેશના રીવા ખાતેથી ઝડપી પાડ્યા હતા. ચોરી કરવામાં આવેલ સોના-ચાંદીના ઘરેણાં, રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહીત કુલ રૂપિયા 72,48,868નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી જપ્ત કર્યો હતો.