Ahmedabad શહેરમાં લૂંટનો ટ્રેન્ડ ફરી બદલાયો, આંગડિયા પેઢીના કર્મીઓ પર લૂંટારાઓની નજર
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે,તેમ લાગી રહ્યું છે,અમદાવાદ શહેરમાં લૂંટારૂઓની નજરે આંગડિયા પેઢીના કર્મીઓ ચઢી રહ્યાં છે તેમ લાગી રહ્યું છે.10 જુલાઈ 2024ના રોજ એલિસબ્રિજ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ થઈ અને 5 સપ્ટેમ્બર 2024ના રોજ પાલડી વિસ્તારમાં આંગડિયા પેઢીની લૂંટ થઈ.વાંચો અમારી સ્પેશિયલ સ્ટોરી આંગડિયા પેઢીને લૂંટતા આરોપીઓ. 5 સપ્ટેમ્બર 2024ના રોજ પાલડીમાં આંગડિયા પેઢીના કર્મી સાથે લૂંટની ઘટના આજે પાલડીમાં રામબાગ ક્રોસિંગ પાસે 15 લાખ રૂપિયાની લૂંટ થયાની ઘટના બની છે.જેમાં આંગડિયા પેઢીનો કર્મી રૂપિયા લઈને સીજી રોડથી નિકળ્યા હતા અને વાહન સરખુ ચલાવતા નથી તેમ કહી ઝઘડો કરીને રૂપિયા 15 લાખની લૂંટ ચલાવવામાં આવી છે,પોલીસે આસપાસના સીસીટીવી લઈને તપાસ હાથધરી છે. 10 જુલાઈ 2024ના રોજ એલિસબ્રિજ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મી સાથે લૂંટની ઘટના આંગડિયા પેઢી કર્મીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખ ની લૂંટ થઈ હતી,એલિસબ્રિજ નજીક જીમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી હતી,જેમાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.આ ઘટનાની વાત કરવામાં આવે આંગડિયા પેઢીનો કર્મી રીક્ષામાં બેસીને રૂપિયા લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન બે અજાણ્યા બાઈક સવારોએ રીક્ષાની અંદર બેઠેલા કર્મીને આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટ ચલાવી હતી અને એરગનથી ફાયરિંગ પણ કર્યુ હોવાનું સામે આવ્યુ હતુ.12 ઓગસ્ટ 2024ના રોજ પાલડીમાં અનાજની દુકાનમાં લૂંટની ઘટના પાલડી વિસ્તારમાં થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમબ્રાન્ચને સફળતા મળી છે. જો કે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પ્રથમ બે વખત નિષ્ફળ ગયા બાદ પણ લૂંટારુઓ હાર માન્યા ન હતા. અને ત્રીજી વખત નવી ગેંગ બનાવી લૂંટનો પ્લાન બનાવ્યો.50 થી 60 લાખ રૂપિયા રોકડા મળશે તે ઈરાદાથી લૂંટને અંજામ આપનાર આરોપીઓ રૂપિયા 3 લાખ 10 હજાર અને એક્ટિવાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જોકે ક્રાઈમ બ્રાન્ચએ પાંચ લૂંટારુઓએ ઝડપી લીધા છે.પાલડી ભઠ્ઠા પાસે આવેલ જે એસ બી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ગોડાઉનમાં માલિક અને વેપારીને છરી બતાવી રૂપિયા 3.10 લાખ રોકડા અને એક્ટિવાની લૂંટનો બનાવ બન્યો હતો. 16 જુલાઈ 2024ના રોજ સોનાના વેપારીને પગમાં ગોળી મારી લૂંટની ઘટના ગાંધી રોડ ઉપર આવેલી ફતાસાની પોળમાં સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોનીની ચાંદીની દુકાનમાં 16 જુલાઈની પોણા ત્રણ વાગ્યાની આસપાસ દુકાન માલિકને પગના ભાગે ગોળી મારી લૂંટની ઘટના બની હતી. ઇજાગ્રસ્ત દુકાન માલિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લૂંટ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.લરી શોપનો માલિક તેની તરફ દરવાજા બાજુ જાય છે. દરમિયાન લૂંટ કરવા આવેલા શખસ તેના ખિસ્સામાંથી બંદૂક કાઢે છે અને જ્વેલર્સની સામે તાકે છે. જ્વેલર્સ તેની પાસેથી બંદૂક છિનવવા માટે પ્રયાસ કરે છે અને બંને વચ્ચે ઝપાઝપી થાય છે. લૂંટારું જ્વેલર્સને સોફામાં પાડી દે છે અને પગના ભાગે ગોળી મારે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે,તેમ લાગી રહ્યું છે,અમદાવાદ શહેરમાં લૂંટારૂઓની નજરે આંગડિયા પેઢીના કર્મીઓ ચઢી રહ્યાં છે તેમ લાગી રહ્યું છે.10 જુલાઈ 2024ના રોજ એલિસબ્રિજ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ થઈ અને 5 સપ્ટેમ્બર 2024ના રોજ પાલડી વિસ્તારમાં આંગડિયા પેઢીની લૂંટ થઈ.વાંચો અમારી સ્પેશિયલ સ્ટોરી આંગડિયા પેઢીને લૂંટતા આરોપીઓ.
5 સપ્ટેમ્બર 2024ના રોજ પાલડીમાં આંગડિયા પેઢીના કર્મી સાથે લૂંટની ઘટના
આજે પાલડીમાં રામબાગ ક્રોસિંગ પાસે 15 લાખ રૂપિયાની લૂંટ થયાની ઘટના બની છે.જેમાં આંગડિયા પેઢીનો કર્મી રૂપિયા લઈને સીજી રોડથી નિકળ્યા હતા અને વાહન સરખુ ચલાવતા નથી તેમ કહી ઝઘડો કરીને રૂપિયા 15 લાખની લૂંટ ચલાવવામાં આવી છે,પોલીસે આસપાસના સીસીટીવી લઈને તપાસ હાથધરી છે.
10 જુલાઈ 2024ના રોજ એલિસબ્રિજ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મી સાથે લૂંટની ઘટના
આંગડિયા પેઢી કર્મીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખ ની લૂંટ થઈ હતી,એલિસબ્રિજ નજીક જીમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી હતી,જેમાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.આ ઘટનાની વાત કરવામાં આવે આંગડિયા પેઢીનો કર્મી રીક્ષામાં બેસીને રૂપિયા લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન બે અજાણ્યા બાઈક સવારોએ રીક્ષાની અંદર બેઠેલા કર્મીને આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટ ચલાવી હતી અને એરગનથી ફાયરિંગ પણ કર્યુ હોવાનું સામે આવ્યુ હતુ.
12 ઓગસ્ટ 2024ના રોજ પાલડીમાં અનાજની દુકાનમાં લૂંટની ઘટના
પાલડી વિસ્તારમાં થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમબ્રાન્ચને સફળતા મળી છે. જો કે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પ્રથમ બે વખત નિષ્ફળ ગયા બાદ પણ લૂંટારુઓ હાર માન્યા ન હતા. અને ત્રીજી વખત નવી ગેંગ બનાવી લૂંટનો પ્લાન બનાવ્યો.50 થી 60 લાખ રૂપિયા રોકડા મળશે તે ઈરાદાથી લૂંટને અંજામ આપનાર આરોપીઓ રૂપિયા 3 લાખ 10 હજાર અને એક્ટિવાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જોકે ક્રાઈમ બ્રાન્ચએ પાંચ લૂંટારુઓએ ઝડપી લીધા છે.પાલડી ભઠ્ઠા પાસે આવેલ જે એસ બી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ગોડાઉનમાં માલિક અને વેપારીને છરી બતાવી રૂપિયા 3.10 લાખ રોકડા અને એક્ટિવાની લૂંટનો બનાવ બન્યો હતો.
16 જુલાઈ 2024ના રોજ સોનાના વેપારીને પગમાં ગોળી મારી લૂંટની ઘટના
ગાંધી રોડ ઉપર આવેલી ફતાસાની પોળમાં સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોનીની ચાંદીની દુકાનમાં 16 જુલાઈની પોણા ત્રણ વાગ્યાની આસપાસ દુકાન માલિકને પગના ભાગે ગોળી મારી લૂંટની ઘટના બની હતી. ઇજાગ્રસ્ત દુકાન માલિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લૂંટ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.લરી શોપનો માલિક તેની તરફ દરવાજા બાજુ જાય છે. દરમિયાન લૂંટ કરવા આવેલા શખસ તેના ખિસ્સામાંથી બંદૂક કાઢે છે અને જ્વેલર્સની સામે તાકે છે. જ્વેલર્સ તેની પાસેથી બંદૂક છિનવવા માટે પ્રયાસ કરે છે અને બંને વચ્ચે ઝપાઝપી થાય છે. લૂંટારું જ્વેલર્સને સોફામાં પાડી દે છે અને પગના ભાગે ગોળી મારે છે.