Valsadમાં ભારે વરસાદના કારણે ખાડીમાં આવ્યું પૂર,રસ્તા પર વહેતા થયા વરસાદી પાણી

ખાડી પર વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી ડુંગરી, દસવાડા પરિયા ગામ સંપર્ક વિહોણા થયા પારડી ભેંસલાપાડથી પરિયા જતા માર્ગે પાણી ભરાયા વલસાડમાં ભારે વરસાદ વરસતા ખાડીમાં પૂર આવ્યું છે,સાથે સાથે રસ્તા પર પાણી વહેતા થયા છે,પાણી વહેતા થયા હોવાથી નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે,ખાડીમાં પૂર આવતા આસપાસના ગામો સંપર્ક વિહોણા થયા છે,સાથે સાથે નદીના પાણી ગામમાં ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડીમાં આવ્યું પૂર વલસાડમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાડી નજીકથી પસાર થતી ખાડીમાં પૂર આવ્યું છે.પારડી ભેંસલાપાડથી પરિયા જતી ખાડી પર પાણી ફરી વળ્યાં છે,જેને પગલે ડુંગરી,દસવાડા પરિયા વગેરે જતા ગામો સંપર્ક વિહોણા થયા છે.ભારે વરસાદને કારણે લો લેવલના બ્રિજ પરથી પાણી ફરી વળતા લોકો પાણી ઉતારવાની રાહ જોઈ રહ્યાં છે,હજી પણ પાણી ઉતર્યા નથી જેના કારણે રોડ પર જઉ મુશ્કેલ બન્યું છે.બીજી તરફ વરસાદ હજી ચાલુ છે જેના કારણે પાણી વધી રહ્યું છે. ગામો થયા સંપર્ક વિહોણા ખાડી નદીમાં પૂર આવતા ગામો સંપર્ક વિહોણા થયા છે,સાથે સાથે પોલીસ,ફાયરવિભાગ તેમજ મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી છે,નીચાણવાળા વિસ્તારનો લોકોને એલર્ટ પણ કરવામાં આવી રહ્યાં છે.વલસાડ જિલ્લાના નાના ચેકડેમો તેમજ મોટા ડેમો ઓવરફલો થતા પાણી નદી તરફ છોડાઈ રહ્યું છે,હવે સ્થાનિકો એ આશ રાખીને બેઠા છે કે,જલદીથી પાણી ઉતરે અને લોકોને રાહત થાય. અંડરપાસ પણ બંધ કરાયા વલસાડ શહેરમાં મોડી રાતથી અત્યાર સુધી 4.4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના મુખ્યઅંદર પાસ બંધ થઈ જતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડયો છે વલસાડ શહેરના મોગરાવાડી અંડર પાસ તેમજ 40 ગામને જોડતો છીપડનો અંડર પાસ બંધ થઈ જતા વલસાડ શહેર તેમજ ખેરગામ તાલુકા થી આવતા જતા લોકોને 10 થી 15 કિલોમીટરનો ચકરાવો કરવો પડયો.

Valsadમાં ભારે વરસાદના કારણે ખાડીમાં આવ્યું પૂર,રસ્તા પર વહેતા થયા વરસાદી પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખાડી પર વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી
  • ડુંગરી, દસવાડા પરિયા ગામ સંપર્ક વિહોણા થયા
  • પારડી ભેંસલાપાડથી પરિયા જતા માર્ગે પાણી ભરાયા

વલસાડમાં ભારે વરસાદ વરસતા ખાડીમાં પૂર આવ્યું છે,સાથે સાથે રસ્તા પર પાણી વહેતા થયા છે,પાણી વહેતા થયા હોવાથી નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે,ખાડીમાં પૂર આવતા આસપાસના ગામો સંપર્ક વિહોણા થયા છે,સાથે સાથે નદીના પાણી ગામમાં ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાડીમાં આવ્યું પૂર

વલસાડમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાડી નજીકથી પસાર થતી ખાડીમાં પૂર આવ્યું છે.પારડી ભેંસલાપાડથી પરિયા જતી ખાડી પર પાણી ફરી વળ્યાં છે,જેને પગલે ડુંગરી,દસવાડા પરિયા વગેરે જતા ગામો સંપર્ક વિહોણા થયા છે.ભારે વરસાદને કારણે લો લેવલના બ્રિજ પરથી પાણી ફરી વળતા લોકો પાણી ઉતારવાની રાહ જોઈ રહ્યાં છે,હજી પણ પાણી ઉતર્યા નથી જેના કારણે રોડ પર જઉ મુશ્કેલ બન્યું છે.બીજી તરફ વરસાદ હજી ચાલુ છે જેના કારણે પાણી વધી રહ્યું છે.


ગામો થયા સંપર્ક વિહોણા

ખાડી નદીમાં પૂર આવતા ગામો સંપર્ક વિહોણા થયા છે,સાથે સાથે પોલીસ,ફાયરવિભાગ તેમજ મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી છે,નીચાણવાળા વિસ્તારનો લોકોને એલર્ટ પણ કરવામાં આવી રહ્યાં છે.વલસાડ જિલ્લાના નાના ચેકડેમો તેમજ મોટા ડેમો ઓવરફલો થતા પાણી નદી તરફ છોડાઈ રહ્યું છે,હવે સ્થાનિકો એ આશ રાખીને બેઠા છે કે,જલદીથી પાણી ઉતરે અને લોકોને રાહત થાય.

અંડરપાસ પણ બંધ કરાયા

વલસાડ શહેરમાં મોડી રાતથી અત્યાર સુધી 4.4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના મુખ્યઅંદર પાસ બંધ થઈ જતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડયો છે વલસાડ શહેરના મોગરાવાડી અંડર પાસ તેમજ 40 ગામને જોડતો છીપડનો અંડર પાસ બંધ થઈ જતા વલસાડ શહેર તેમજ ખેરગામ તાલુકા થી આવતા જતા લોકોને 10 થી 15 કિલોમીટરનો ચકરાવો કરવો પડયો.