Gujarat Rain: રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા

મહીસાગર જિલ્લામાં ત્રીજા દિવસે મેઘમહેર થઇ લુણાવાડા, બલસીનોર, વીરપુરમાં પણ વરસાદ જસદણ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. તેમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો છે. તેમજ કેટલી જગ્યાઓ પર નદિઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. ત્યારે કેટલી જગ્યાએ રોડ રસ્તા પાણીથી ધોવાયા છે. તેમજ મહીસાગર જિલ્લામાં ત્રીજા દિવસે મેઘમહેર થઇ છે. ખાનપુર તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. લુણાવાડા, બલસીનોર, વીરપુરમાં પણ વરસાદ લુણાવાડા, બલસીનોર, વીરપુરમાં પણ વરસાદ છે. નવધારા જતાં માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અવર જવર માટે બનાવેલ કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે. નવાગામના તળાવનું પાણી કોતરમાં ફરી વળ્યાં છે. મહીસાગર જિલ્લામાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે. રાત્રી દરમીયાન ખાનપુર તાલુકામાં 4 ઈંચ થી વધુ વરસાદ ખાબક્યો છે. ખાનપુરના બાકોરથી નવધારા જતાં માર્ગ પરના કોતર પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અવર જવર માટેનો કોઝવે પાણીમા ગરકાવ થયો છે તેમજ નવાગામના તળાવનું પાણી કોતરમાં આવ્યું છે. માર્ગ બંધ થતાં ગ્રામજનોને 10 કીમી ફરીને જવુ પડશે માર્ગ બંધ થતાં ગ્રામજનોને 10 કીમી ફરીને જવુ પડશે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ધરતીપુત્રોમાં ખુશી છે. તેમજ રાજકોટમાં લોકમેળામાં વરસાદ વિઘ્ન બન્યો છે. જેમાં કાલાવડ રોડ, 150 ફૂટ રીંગ રોડમાં વરસાદ આવ્યો છે. તેમાં રેસકોર્સ, મવડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તેમજ છોટાઉદેપુરમાં કવાંટ તાલુકાના રામી ડેમ ઓવરફલો થયો છે. નીચાણવાળા વિસ્તારના 8 ગામોને સાવચેત કરાયા છે. રામી ડેમની હાલની સપાટી 196.40 મીટર પહોંચી છે. રામી ડેમનું 127.162 ક્યુસેક પાણી નદીમાં જાય છે તેથી નદીના પટમાં નહીં જવા માટે સૂચના અપાઇ છે.જસદણ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા જસદણ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. જેમાં નવા બસ સ્ટેશન વિસ્તાર પાણી પાણી થયુ છે. તથા ચિતલીયા રોડ, જગાતનાકા પાસે પાણી ભરાયા છે. નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઇ છે. તેમજ ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે. શેત્રુંજી ડેમની સપાટી 24 ફૂટ 3 ઇંચે પહોંચી છે. હાલ ડેમમાં પાણીની આવક બંધ થઈ છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. લોકોને અવરજવર માટે ભારે હાલાકી પડી રહી છે દાહોદ, દેવગઢ બારિયા સહિતમાં વરસાદ આવ્યો છે. જેમાં ધોધમાર વરસાદને લઇ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ દેલસરના આદિત્ય નગરમાં પાણી ભરાયા છે. શકુન, સરસ્વતિ સોસાયટી તરફ પાણી પાણી જોવા મળ્યું છે. તેમજ લોકોને અવરજવર માટે ભારે હાલાકી પડી રહી છે.

Gujarat Rain: રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહીસાગર જિલ્લામાં ત્રીજા દિવસે મેઘમહેર થઇ
  • લુણાવાડા, બલસીનોર, વીરપુરમાં પણ વરસાદ
  • જસદણ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા

ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. તેમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો છે. તેમજ કેટલી જગ્યાઓ પર નદિઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. ત્યારે કેટલી જગ્યાએ રોડ રસ્તા પાણીથી ધોવાયા છે. તેમજ મહીસાગર જિલ્લામાં ત્રીજા દિવસે મેઘમહેર થઇ છે. ખાનપુર તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

લુણાવાડા, બલસીનોર, વીરપુરમાં પણ વરસાદ

લુણાવાડા, બલસીનોર, વીરપુરમાં પણ વરસાદ છે. નવધારા જતાં માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અવર જવર માટે બનાવેલ કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે. નવાગામના તળાવનું પાણી કોતરમાં ફરી વળ્યાં છે. મહીસાગર જિલ્લામાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે. રાત્રી દરમીયાન ખાનપુર તાલુકામાં 4 ઈંચ થી વધુ વરસાદ ખાબક્યો છે. ખાનપુરના બાકોરથી નવધારા જતાં માર્ગ પરના કોતર પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અવર જવર માટેનો કોઝવે પાણીમા ગરકાવ થયો છે તેમજ નવાગામના તળાવનું પાણી કોતરમાં આવ્યું છે.

માર્ગ બંધ થતાં ગ્રામજનોને 10 કીમી ફરીને જવુ પડશે

માર્ગ બંધ થતાં ગ્રામજનોને 10 કીમી ફરીને જવુ પડશે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ધરતીપુત્રોમાં ખુશી છે. તેમજ રાજકોટમાં લોકમેળામાં વરસાદ વિઘ્ન બન્યો છે. જેમાં કાલાવડ રોડ, 150 ફૂટ રીંગ રોડમાં વરસાદ આવ્યો છે. તેમાં રેસકોર્સ, મવડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તેમજ છોટાઉદેપુરમાં કવાંટ તાલુકાના રામી ડેમ ઓવરફલો થયો છે. નીચાણવાળા વિસ્તારના 8 ગામોને સાવચેત કરાયા છે. રામી ડેમની હાલની સપાટી 196.40 મીટર પહોંચી છે. રામી ડેમનું 127.162 ક્યુસેક પાણી નદીમાં જાય છે તેથી નદીના પટમાં નહીં જવા માટે સૂચના અપાઇ છે.

જસદણ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા

જસદણ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. જેમાં નવા બસ સ્ટેશન વિસ્તાર પાણી પાણી થયુ છે. તથા ચિતલીયા રોડ, જગાતનાકા પાસે પાણી ભરાયા છે. નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઇ છે. તેમજ ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે. શેત્રુંજી ડેમની સપાટી 24 ફૂટ 3 ઇંચે પહોંચી છે. હાલ ડેમમાં પાણીની આવક બંધ થઈ છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે.

લોકોને અવરજવર માટે ભારે હાલાકી પડી રહી છે

દાહોદ, દેવગઢ બારિયા સહિતમાં વરસાદ આવ્યો છે. જેમાં ધોધમાર વરસાદને લઇ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ દેલસરના આદિત્ય નગરમાં પાણી ભરાયા છે. શકુન, સરસ્વતિ સોસાયટી તરફ પાણી પાણી જોવા મળ્યું છે. તેમજ લોકોને અવરજવર માટે ભારે હાલાકી પડી રહી છે.