Ahmedabad: ગુજરાતમાં લાભ પાંચમ બાદ મગફળી,મગ,અડદ,સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થશે
ગુજરાતમાં કેન્દ્રની પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ મગફ્ળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે લાભ પાંચમ પછી તા. 11મી નવેમ્બર 2024ના રોજથી ખરીદી શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.રાજ્યમાં ખરીફ્ પાકોના કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે 160થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખાતેથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખરીફ્ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોએ તા. 03 ઓક્ટોબરથી 31 ઑક્ટોબર 2024 દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફ્ત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા મગફ્ળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરાશે. ભારત સરકારે ચાલુ વર્ષ 2024-25 માટે ખરીફ્ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા. જે અનુસાર મગફ્ળી રૂ. 6,783 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1356.60 પ્રતિ મણ), મગ રૂ. 8,682 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1736.40 પ્રતિ મણ), અડદ રૂ. 7,400 પ્રતિ ક્વિન્ટલ (રૂ.1480 પ્રતિ મણ) તેમજ સોયાબિન રૂ. 4,892 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 978.40 પ્રતિ મણ)ના ભાવે ખરીદી કરાશે. ગત વર્ષે ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 61,372 લાભાર્થી ખેડૂતો પાસેથી રૂ. 671 કરોડથી વધુ કિંમતના 1,18,000 મે. ટન જથ્થાની ખરીદી કરાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં કેન્દ્રની પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ મગફ્ળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે લાભ પાંચમ પછી તા. 11મી નવેમ્બર 2024ના રોજથી ખરીદી શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.
રાજ્યમાં ખરીફ્ પાકોના કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે 160થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખાતેથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખરીફ્ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોએ તા. 03 ઓક્ટોબરથી 31 ઑક્ટોબર 2024 દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફ્ત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.
રાજ્ય સરકાર દ્વારા મગફ્ળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરાશે. ભારત સરકારે ચાલુ વર્ષ 2024-25 માટે ખરીફ્ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા.
જે અનુસાર મગફ્ળી રૂ. 6,783 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1356.60 પ્રતિ મણ), મગ રૂ. 8,682 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1736.40 પ્રતિ મણ), અડદ રૂ. 7,400 પ્રતિ ક્વિન્ટલ (રૂ.1480 પ્રતિ મણ) તેમજ સોયાબિન રૂ. 4,892 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 978.40 પ્રતિ મણ)ના ભાવે ખરીદી કરાશે.
ગત વર્ષે ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 61,372 લાભાર્થી ખેડૂતો પાસેથી રૂ. 671 કરોડથી વધુ કિંમતના 1,18,000 મે. ટન જથ્થાની ખરીદી કરાઈ હતી.