Ahmedabadની વધુ એક ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થઈ, ખાનગી સ્કૂલોનો વ્યાપ વધ્યો

અમદાવાદની વધુ એક ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થઈ છે. જેમાં ખાનગી સ્કૂલોનો વ્યાપ વધતા ગ્રાન્ટેડ સ્કૂલોને તાળા લાગ્યા છે. તેમાં બાપુનગરની રંજન સ્કૂલમાં સંખ્યા ન જળવાતા બંધ કરવામાં આવી છે. 125 વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરાશે. તથા ધોરણ 9, 11, 12 ના વર્ગમાં 25 થી 30 વિદ્યાર્થીઓ છે. સ્કૂલમાં ધોરણ 10માં 36 કરતા વધુ વિદ્યાર્થીઓ છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 150 ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 150 ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ છે. જેમાં ખાનગી સ્કૂલોનો વ્યાપ વધતાં ગ્રાન્ટેડ સ્કૂલોને તાળા લાગી રહ્યા છે. તેમાં અમદાવાદની વધુ એક ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થઈ છે. અમદાવાદમાં આવેલી બાપુનગરની રંજન સ્કૂલમાં પૂરતા વિદ્યાર્થી ન હોવાથી બંધ કરવા નોટિસ અપાઈ છે. ખાનગી શાળાઓ તરફનો વાલીઓનો લગાવ અને સરકાર દ્વારા સમયસર ભરતી ન કરાતાં રોજે રોજ ગ્રાન્ટેડ શાળાઓના પાટિયાં પડી રહ્યાં છે. આવી જ રીતે અમદાવાદ શહેરના બાપુનગરની રંજન હાઈસ્કૂલમાં પણ પૂરતા વિદ્યાર્થીઓ ન હોવાથી વર્ગો બંધ કરવા અંગે ડીઈઓ દ્વારા નોટિસ ફટકારાઈ છે. બાપુનગરની રંજન સ્કૂલમાં વર્ગદીઠ 36 વિદ્યાર્થી થતા નથી ડીઈઓની નોટિસના પગલે વાલીઓ અને સ્કૂલના સંચાલકોએ એક વર્ષની મુદત માગી હોવાથી હવે હાલમાં સ્કૂલ બંધ કરવી કે કેમ એ અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. સ્કૂલમાં વર્ગદીઠ 36 વિદ્યાર્થીનો રેશિયો જળવાતો ન હોવાથી વર્ગ બંધ થશે. આ સ્કૂલમાં અભ્યાસ કરતાં 125 વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલમાં ટ્રાન્સફર કરાઈ શકે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શાળા દીઠ વિદ્યાર્થી સંખ્યાનો રેશિયો નક્કી કરાયો છે. એ મુજબ શહેરની શાળામાં વર્ગ દીઠ 36 વિદ્યાર્થી હોવા ફરજિયાત છે. બાપુનગરની રંજન સ્કૂલમાં વર્ગદીઠ 36 વિદ્યાર્થી થતા નથી. ધો.9, 11 અને 12ના વર્ગમાં 25થી 30 જ વિદ્યાર્થી હોવાથી વર્ગ બંધ થશે. છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 150 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

Ahmedabadની વધુ એક ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થઈ, ખાનગી સ્કૂલોનો વ્યાપ વધ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદની વધુ એક ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થઈ છે. જેમાં ખાનગી સ્કૂલોનો વ્યાપ વધતા ગ્રાન્ટેડ સ્કૂલોને તાળા લાગ્યા છે. તેમાં બાપુનગરની રંજન સ્કૂલમાં સંખ્યા ન જળવાતા બંધ કરવામાં આવી છે. 125 વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરાશે. તથા ધોરણ 9, 11, 12 ના વર્ગમાં 25 થી 30 વિદ્યાર્થીઓ છે. સ્કૂલમાં ધોરણ 10માં 36 કરતા વધુ વિદ્યાર્થીઓ છે.

છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 150 ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ

છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 150 ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ છે. જેમાં ખાનગી સ્કૂલોનો વ્યાપ વધતાં ગ્રાન્ટેડ સ્કૂલોને તાળા લાગી રહ્યા છે. તેમાં અમદાવાદની વધુ એક ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થઈ છે. અમદાવાદમાં આવેલી બાપુનગરની રંજન સ્કૂલમાં પૂરતા વિદ્યાર્થી ન હોવાથી બંધ કરવા નોટિસ અપાઈ છે. ખાનગી શાળાઓ તરફનો વાલીઓનો લગાવ અને સરકાર દ્વારા સમયસર ભરતી ન કરાતાં રોજે રોજ ગ્રાન્ટેડ શાળાઓના પાટિયાં પડી રહ્યાં છે. આવી જ રીતે અમદાવાદ શહેરના બાપુનગરની રંજન હાઈસ્કૂલમાં પણ પૂરતા વિદ્યાર્થીઓ ન હોવાથી વર્ગો બંધ કરવા અંગે ડીઈઓ દ્વારા નોટિસ ફટકારાઈ છે.

બાપુનગરની રંજન સ્કૂલમાં વર્ગદીઠ 36 વિદ્યાર્થી થતા નથી

ડીઈઓની નોટિસના પગલે વાલીઓ અને સ્કૂલના સંચાલકોએ એક વર્ષની મુદત માગી હોવાથી હવે હાલમાં સ્કૂલ બંધ કરવી કે કેમ એ અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. સ્કૂલમાં વર્ગદીઠ 36 વિદ્યાર્થીનો રેશિયો જળવાતો ન હોવાથી વર્ગ બંધ થશે. આ સ્કૂલમાં અભ્યાસ કરતાં 125 વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલમાં ટ્રાન્સફર કરાઈ શકે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શાળા દીઠ વિદ્યાર્થી સંખ્યાનો રેશિયો નક્કી કરાયો છે. એ મુજબ શહેરની શાળામાં વર્ગ દીઠ 36 વિદ્યાર્થી હોવા ફરજિયાત છે. બાપુનગરની રંજન સ્કૂલમાં વર્ગદીઠ 36 વિદ્યાર્થી થતા નથી. ધો.9, 11 અને 12ના વર્ગમાં 25થી 30 જ વિદ્યાર્થી હોવાથી વર્ગ બંધ થશે. છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 150 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ હોવાનું જાણવા મળ્યું છે.