રાજ્યના પોલીસ બેડામાં બદલીની મૌસમ, 159 PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
159 PSIs get PI promotions : રાજ્યમાં હાલ બદલીની સિઝન ચાલી રહી છે. તાજેતરમાં ગુજરાતમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વધુ ચાર IAS અને IFS અધિકારીઓની બદલી અને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ત્યારબાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 159 બિન હથિયારધારી પીએસઆઇને વગર પરીક્ષાએ પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવતા લોટરી લાગી છે. એટલું જ નહી આ તમામને બઢતી બાદ મૂળ જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. આ સમાચાર બાદ પોલીસબેડામાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે.
What's Your Reaction?






