Surendranagar: 5 મહિના બાદ મળેલ જિ.પં.ની સામાન્ય સભા 5 મિનિટમાં આટોપાઈ
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન તા. 30 ડિસેમ્બરને સોમવારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સભાખંડમાં કરાયુ હતુ. 5 મહીનાના લાંબા અંતરાલ બાદ મળેલી ખાસ સામાન્ય સભા 5 જ મીનીટમાં યોજાઈ હતી. ખાસ સામાન્ય સભામાં સભ્યોએ ગત સામાન્ય સભાની પ્રોસીડીંગ અને વિવિધ સમિતિની બેઠકની પ્રોસીડીંગ ન મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન સોમવારે કરાયુ હતુ. જિલ્લા પંચાયતની સભાખંડ વાળુ બીલ્ડીંગ જર્જરીત હોઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેકૃષ્ણભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધીકારી સુદીપ શાહ, નાયબ જિલ્લા વિકાસ અધીકારી મીલન રાવ સહિત જિલ્લા પંચાયતના સભ્યો અને વીવીધ શાખાના અધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા. ગત સામાન્ય સભાની નોંધની બહાલી બાદ સામાન્ય સભા આગળ ધપાવાઈ હતી. જેમાં પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને વર્તમાન સદસ્યા કલ્પનાબેન મકવાણાએ ગત સામાન્ય સભાની પ્રોસીડીંગ ન મળતી હોવાનું જણાવ્યુ હતુ. જયારે સદસ્ય મોહનભાઈ ડોરીયા, નરેન્દ્રભાઈ મુંજપરાએ સામાજીક ન્યાય સમીતી અને શિક્ષણ સમીતીની બેઠકની પ્રોસીડીંગ ન મળતી હોવાનો આક્ષેપ કર્યોહ હતો. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધીકારી સુદીપ શાહે તમામ શાખા અધીકારીઓને બેઠક બાદ તુરંત જ દરેક સભ્યોને પ્રોસીડીંગ મળી જાય તેની તકેદારી રાખવા જણાવ્યુ હતુ. અને આગામી સામાન્ય સભામાં આ પ્રશ્ન ઉપસ્થીત ન રહે તે અંગે ગંભીરતા પુર્વક કામગીરી કરવા આદેશ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતની ગત સામાન્ય સભા તા. 22-7ના રોજ મળી હતી. અને 5 માસના લાંબા અંતરાલ બાદ મળેલી સામાન્ય સભા પણ ખાસ સામાન્ય સભા કરી દેવાઈ હતી. જેના લીધે અન્ય સદસ્યો પ્રશ્નોનો મારો ન ચલાવી શકે. અને 5માસના લાંબા અંતરાલ બાદ મળેલી સામાન્ય સભા 5 મીનીટમાં આટોપી સભ્યોને રતનપર બાયપાસ પરની હોટલમાં જમવા માટેનું આમંત્રણ આપી પુરી કરી દેવાઈ હતી. વિકાસના 2 કામો વિકાસ કમિશનરમાંથી પરત આવ્યા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતને મળતી ગ્રાંટમાંથી વિકાસના કામો કરાય છે. જેમાં વિવિધ વિકાસના કામો રાજયના વિકાસ કમિશ્નરને મોકલાયા હતા. જેમાં ર કામો સ્થળ તપાસની કવેરી બાબતે પરત આવ્યા છે. આ બન્ને સાયલા તાલુકાના હોવાનું હાલ સામે આવ્યુ છે. અને બાબતે પુર્તતા કરીને મોકલવા નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ બેઠકમાં જણાવ્યુ હતુ. આરોગ્ય લક્ષી સહાયના જૂના 6 કેસમાં સહાય આપવા ઠરાવ જિલ્લા પંચાયત દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને બીમારી સમયે સારવાર માટે સહાય મળી રહે તે માટેની યોજના અમલમાં હતી. જેમાં જિલ્લા પંચાયતના સભ્યો સુચવે તેઓને રૂપિયા 10 હજારની સહાય ચુકવાતી હતી. પરંતુ પી એમ જે એ વાયમાં સારવાર થતી હોઈ તા. 31-3-24ના રોજ આ યોજના બંધ કરી દેવાઈ હતી. જોકે, અગાઉના 6 કેસો આ યોજના મુજબ પડતર હોઈ તેઓને સહાય ચુકવવા ખાસ સામાન્ય સભામાં ઠરાવ કરાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન તા. 30 ડિસેમ્બરને સોમવારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સભાખંડમાં કરાયુ હતુ. 5 મહીનાના લાંબા અંતરાલ બાદ મળેલી ખાસ સામાન્ય સભા 5 જ મીનીટમાં યોજાઈ હતી. ખાસ સામાન્ય સભામાં સભ્યોએ ગત સામાન્ય સભાની પ્રોસીડીંગ અને વિવિધ સમિતિની બેઠકની પ્રોસીડીંગ ન મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન સોમવારે કરાયુ હતુ. જિલ્લા પંચાયતની સભાખંડ વાળુ બીલ્ડીંગ જર્જરીત હોઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેકૃષ્ણભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધીકારી સુદીપ શાહ, નાયબ જિલ્લા વિકાસ અધીકારી મીલન રાવ સહિત જિલ્લા પંચાયતના સભ્યો અને વીવીધ શાખાના અધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા. ગત સામાન્ય સભાની નોંધની બહાલી બાદ સામાન્ય સભા આગળ ધપાવાઈ હતી. જેમાં પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને વર્તમાન સદસ્યા કલ્પનાબેન મકવાણાએ ગત સામાન્ય સભાની પ્રોસીડીંગ ન મળતી હોવાનું જણાવ્યુ હતુ. જયારે સદસ્ય મોહનભાઈ ડોરીયા, નરેન્દ્રભાઈ મુંજપરાએ સામાજીક ન્યાય સમીતી અને શિક્ષણ સમીતીની બેઠકની પ્રોસીડીંગ ન મળતી હોવાનો આક્ષેપ કર્યોહ હતો. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધીકારી સુદીપ શાહે તમામ શાખા અધીકારીઓને બેઠક બાદ તુરંત જ દરેક સભ્યોને પ્રોસીડીંગ મળી જાય તેની તકેદારી રાખવા જણાવ્યુ હતુ. અને આગામી સામાન્ય સભામાં આ પ્રશ્ન ઉપસ્થીત ન રહે તે અંગે ગંભીરતા પુર્વક કામગીરી કરવા આદેશ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતની ગત સામાન્ય સભા તા. 22-7ના રોજ મળી હતી. અને 5 માસના લાંબા અંતરાલ બાદ મળેલી સામાન્ય સભા પણ ખાસ સામાન્ય સભા કરી દેવાઈ હતી. જેના લીધે અન્ય સદસ્યો પ્રશ્નોનો મારો ન ચલાવી શકે. અને 5માસના લાંબા અંતરાલ બાદ મળેલી સામાન્ય સભા 5 મીનીટમાં આટોપી સભ્યોને રતનપર બાયપાસ પરની હોટલમાં જમવા માટેનું આમંત્રણ આપી પુરી કરી દેવાઈ હતી.
વિકાસના 2 કામો વિકાસ કમિશનરમાંથી પરત આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતને મળતી ગ્રાંટમાંથી વિકાસના કામો કરાય છે. જેમાં વિવિધ વિકાસના કામો રાજયના વિકાસ કમિશ્નરને મોકલાયા હતા. જેમાં ર કામો સ્થળ તપાસની કવેરી બાબતે પરત આવ્યા છે. આ બન્ને સાયલા તાલુકાના હોવાનું હાલ સામે આવ્યુ છે. અને બાબતે પુર્તતા કરીને મોકલવા નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ બેઠકમાં જણાવ્યુ હતુ.
આરોગ્ય લક્ષી સહાયના જૂના 6 કેસમાં સહાય આપવા ઠરાવ
જિલ્લા પંચાયત દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને બીમારી સમયે સારવાર માટે સહાય મળી રહે તે માટેની યોજના અમલમાં હતી. જેમાં જિલ્લા પંચાયતના સભ્યો સુચવે તેઓને રૂપિયા 10 હજારની સહાય ચુકવાતી હતી. પરંતુ પી એમ જે એ વાયમાં સારવાર થતી હોઈ તા. 31-3-24ના રોજ આ યોજના બંધ કરી દેવાઈ હતી. જોકે, અગાઉના 6 કેસો આ યોજના મુજબ પડતર હોઈ તેઓને સહાય ચુકવવા ખાસ સામાન્ય સભામાં ઠરાવ કરાયો હતો.