Narmadaમાં સેવાસેતુ કાર્યક્રમમાં મનસુખ વસાવા અકળાયા, આદિવાસી વિસ્તાર છે એટલે વેઠ ઉતારવાની

નર્મદામાં સેવાસેતુ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અકળાયા હતા.કાર્યક્રમમાં TDO,મામલતદાર,પ્રાંત અધિકારી હાજર ન રહેતા સાંસદમાં રોશ જોવા મળ્યો હતો,સાંસદે બધાની સામે આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું કે,આદિવાસી વિસ્તાર છે એટલે વેઠ ઉતારવાની,આ કાર્યક્રમની નોંધ જે લખતા હોય તે લખો અને હું સરકારમાં આ બાબતે રિપોર્ટ કરવાનો છુ,ચૂંટાયેલા અધિકારીઓને સાંસદ મનુસખ વસાવાએ ટકોર કરી હતી. આજે હતો સેવાસેતુનો કાર્યક્રમ નર્મદા જિલ્લામાં આજે સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધિકારીઓ હાજર ના રહેતા સાંસદ ગુસ્સે ભરાયા હતા.અને કહ્યું કે આદિવાસી વિસ્તાર હોવાથી કોઈ ધ્યાન આપતું નથી,અધિકારીઓની ખુશામત કરવાની બંધ કરી દો,આટલા મહત્વના કાર્યક્રમમાં અધિકારી ઉપસ્થિત રહેતા નતી એ ગંભીર વાત કહેવાય,નેત્રંગ મામલદાર અને ટીડીઓને ગરીબોની ચિંતા નથી અને તેઓ તેમની મસ્તીમાં છે આ વાતને ચલાવી નહી લેવાય તેવી ચિમકી ઉચ્ચારી હતી. સરકારમાં રીપોર્ટ કરીશ : મનસુખ વસાવા મનસુખ વસાવાએ કાર્યક્રમમાં અધિકારીઓ હાજર ના રહેતા કહ્યું હતું કે જે પણ અધિકારીઓ આ સરકારી કાર્યક્રમમમાં હાજર નથી તેમની સામે સરકારમાં રીપોર્ટ કરીશ અને તેમની સામે પગલા ભરાય તેવી રજૂઆકત પણ કરીશ,હરહંમેશ માટે લોકોનો અવાજ બનતા મનસુખ વસાવા ફરીથી લોકોની વચ્ચે પહોંચીને પ્રજાની ચિંતા કરી હતી અને અધિકારીઓ સામે લાલ આંખ કરી હતી,નર્મદા જિલ્લાનો વિકાસ થયો છે અને થતો રહ્યો છે તેવી વાત મનસુખ વસાવાએ કરી હતી. ગત મહિને પણ અકળાયા હતા અધિકારીઓ પર મનસુખ વસાવા ખેતીના નુકસાનની સમીક્ષા કરવા માટે કોઈ અધિકારી કેમ આવ્યા નથી. અને કહ્યું કે, તમે ઓફીસની બહાર નીકળો જરા, હું અહીંયા જાતે આવ્યો છું કોઈ અહીંયા આવ્યો નથી એટલે મારે આવવું પડ્યું છે. એને સરખો જવાબ આપો તમે મહેરબાની કરીને, પછી કે છે કે, મનસુખભાઈ અધિકારીને ગાળો દે છે, તો ગાળો ના દે તો મનસુખભાઈ તમારી આરતી ઉતારે. જવાબ જ મને વ્યવસ્થિત આપવાનો ભાઈ. તમારો કોઈ માણસ નથી આવ્યો એટલે નથી આવ્યો. મારી જોડે તાલુકા પંચાયતના પ્રમુખ છે, ગામના આગેવાનો છે, ખેડૂતો છે, પાર્ટીના પ્રમુખ છે. અને તમે કહો છો કે કામગીરી ચાલુ છે, શું કામગીરી ચાલુ છે. વરસાદ અમને નથી નડતો તમને શેનો વરસાદ નડે છે. કોણ છે મનસુખ વસાવા? મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ છે. ભરૂચ બેઠક પર 1989થી છેલ્લા 6 ટર્મથી ચૂંટાયા છે. 1998, 1999, 2004, 2009, 2014 અને 2019માં ચૂંટાયા છે. ભાજપે મનસુખ વસાવાને 7મી ટર્મ માટે ટિકિટ આપી હતી. 1994માં ગુજરાત સરકારમાં મંત્રી હતા.

Narmadaમાં સેવાસેતુ કાર્યક્રમમાં મનસુખ વસાવા અકળાયા, આદિવાસી વિસ્તાર છે એટલે વેઠ ઉતારવાની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નર્મદામાં સેવાસેતુ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અકળાયા હતા.કાર્યક્રમમાં TDO,મામલતદાર,પ્રાંત અધિકારી હાજર ન રહેતા સાંસદમાં રોશ જોવા મળ્યો હતો,સાંસદે બધાની સામે આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું કે,આદિવાસી વિસ્તાર છે એટલે વેઠ ઉતારવાની,આ કાર્યક્રમની નોંધ જે લખતા હોય તે લખો અને હું સરકારમાં આ બાબતે રિપોર્ટ કરવાનો છુ,ચૂંટાયેલા અધિકારીઓને સાંસદ મનુસખ વસાવાએ ટકોર કરી હતી.

આજે હતો સેવાસેતુનો કાર્યક્રમ

નર્મદા જિલ્લામાં આજે સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધિકારીઓ હાજર ના રહેતા સાંસદ ગુસ્સે ભરાયા હતા.અને કહ્યું કે આદિવાસી વિસ્તાર હોવાથી કોઈ ધ્યાન આપતું નથી,અધિકારીઓની ખુશામત કરવાની બંધ કરી દો,આટલા મહત્વના કાર્યક્રમમાં અધિકારી ઉપસ્થિત રહેતા નતી એ ગંભીર વાત કહેવાય,નેત્રંગ મામલદાર અને ટીડીઓને ગરીબોની ચિંતા નથી અને તેઓ તેમની મસ્તીમાં છે આ વાતને ચલાવી નહી લેવાય તેવી ચિમકી ઉચ્ચારી હતી.


સરકારમાં રીપોર્ટ કરીશ : મનસુખ વસાવા

મનસુખ વસાવાએ કાર્યક્રમમાં અધિકારીઓ હાજર ના રહેતા કહ્યું હતું કે જે પણ અધિકારીઓ આ સરકારી કાર્યક્રમમમાં હાજર નથી તેમની સામે સરકારમાં રીપોર્ટ કરીશ અને તેમની સામે પગલા ભરાય તેવી રજૂઆકત પણ કરીશ,હરહંમેશ માટે લોકોનો અવાજ બનતા મનસુખ વસાવા ફરીથી લોકોની વચ્ચે પહોંચીને પ્રજાની ચિંતા કરી હતી અને અધિકારીઓ સામે લાલ આંખ કરી હતી,નર્મદા જિલ્લાનો વિકાસ થયો છે અને થતો રહ્યો છે તેવી વાત મનસુખ વસાવાએ કરી હતી.

ગત મહિને પણ અકળાયા હતા અધિકારીઓ પર મનસુખ વસાવા

ખેતીના નુકસાનની સમીક્ષા કરવા માટે કોઈ અધિકારી કેમ આવ્યા નથી. અને કહ્યું કે, તમે ઓફીસની બહાર નીકળો જરા, હું અહીંયા જાતે આવ્યો છું કોઈ અહીંયા આવ્યો નથી એટલે મારે આવવું પડ્યું છે. એને સરખો જવાબ આપો તમે મહેરબાની કરીને, પછી કે છે કે, મનસુખભાઈ અધિકારીને ગાળો દે છે, તો ગાળો ના દે તો મનસુખભાઈ તમારી આરતી ઉતારે. જવાબ જ મને વ્યવસ્થિત આપવાનો ભાઈ. તમારો કોઈ માણસ નથી આવ્યો એટલે નથી આવ્યો. મારી જોડે તાલુકા પંચાયતના પ્રમુખ છે, ગામના આગેવાનો છે, ખેડૂતો છે, પાર્ટીના પ્રમુખ છે. અને તમે કહો છો કે કામગીરી ચાલુ છે, શું કામગીરી ચાલુ છે. વરસાદ અમને નથી નડતો તમને શેનો વરસાદ નડે છે.

કોણ છે મનસુખ વસાવા?

મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ છે. ભરૂચ બેઠક પર 1989થી છેલ્લા 6 ટર્મથી ચૂંટાયા છે. 1998, 1999, 2004, 2009, 2014 અને 2019માં ચૂંટાયા છે. ભાજપે મનસુખ વસાવાને 7મી ટર્મ માટે ટિકિટ આપી હતી. 1994માં ગુજરાત સરકારમાં મંત્રી હતા.