Mahisagar શામળાજી હાઈવે પર ઘૂંટણ સમા પાણી ભરાતા અનેક વાહનચાલકો અટવાયા

હાઇવે પર વરસાદી પાણી ભરાતા હાઈવે થયો બ્લોક હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા ખાનપુરના વડાગામ પાસે ભરાયા પાણી મહિસાગર શામળાજી હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો હેરાના થયા છે,સાથે સાથે અનેક વાહનચાલકો પાણીમાં અટવાયા છે.ખાનપુરના વડાગામ પાસે પાણી ભરાયા છે,જેના કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો છે.બીજી તરફ ટ્રાફિક જામ થતા ટ્રાફિક પોલીસ દ્રારા ટ્રાફિક ખુલ્લા કરવાની કામગીરી કરાઈ છે,સાથે સાથે મહીસાગર જિલ્લાની તમામ નદીઓ ઉફાન પર વહી ર્હી છે. સ્ટેટ હાઈવે પર ભારે પાણી ભરાતા બંધ થયો ભારે વરસાદે મહીસાગર જિલ્લામાં તારાજી સર્જી છે. ત્યારે સ્ટેટ હાઇવે વરસાદના કારણે બંધ થયો છે હાલોલથી શામળાજીને જોડતો આ મુખ્ય સ્ટેટ હાઇવે છે જે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાળા ગામ પાસે બ્લોક થયો છે. હાઇવે ઉપર ત્રણથી ચાર ફૂટ પાણી ફરી વળ્યા છે જેના કારણે વાહનોના પૈડા થંભી ગયા છે. વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી છે અનેક બસો, ટ્રકો સહિત નાની ફોરવ્હિલ ગાડીઓ આ પાણીમાં ફસાઈ છે. અવાર-નવાર ભરાય છે પાણી શામળાજી મહીસાગર પર સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.ત્યારે સ્થાનિકો આ સમસ્યાથી કંટાળી ગયા છે.હાઈવે ઓથોરીટી તેમજ સ્થાનિક ધારાસભ્ય પણ આ વાતને લઈ ધ્યાન આપતા નથી જેના કારણે સમસ્યા સર્જાય છે.પાણીનો પ્રવાહ ખૂબ તેજ છે અને સતત વધી રહ્યો છે જેના કારણે લોકો અટવાયા છે. વાહન ચાલકો અટવાયા છે અને આગળ જવાનું કોઈ સ્કોપ ના હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા 48 કલાકમાં સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સામાન્ય જીવન અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સ્કાયમેટ વેધર પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર કોંકણ અને ગોવા, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

Mahisagar શામળાજી હાઈવે પર ઘૂંટણ સમા પાણી ભરાતા અનેક વાહનચાલકો અટવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હાઇવે પર વરસાદી પાણી ભરાતા હાઈવે થયો બ્લોક
  • હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા
  • ખાનપુરના વડાગામ પાસે ભરાયા પાણી

મહિસાગર શામળાજી હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો હેરાના થયા છે,સાથે સાથે અનેક વાહનચાલકો પાણીમાં અટવાયા છે.ખાનપુરના વડાગામ પાસે પાણી ભરાયા છે,જેના કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો છે.બીજી તરફ ટ્રાફિક જામ થતા ટ્રાફિક પોલીસ દ્રારા ટ્રાફિક ખુલ્લા કરવાની કામગીરી કરાઈ છે,સાથે સાથે મહીસાગર જિલ્લાની તમામ નદીઓ ઉફાન પર વહી ર્હી છે.

સ્ટેટ હાઈવે પર ભારે પાણી ભરાતા બંધ થયો

ભારે વરસાદે મહીસાગર જિલ્લામાં તારાજી સર્જી છે. ત્યારે સ્ટેટ હાઇવે વરસાદના કારણે બંધ થયો છે હાલોલથી શામળાજીને જોડતો આ મુખ્ય સ્ટેટ હાઇવે છે જે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાળા ગામ પાસે બ્લોક થયો છે. હાઇવે ઉપર ત્રણથી ચાર ફૂટ પાણી ફરી વળ્યા છે જેના કારણે વાહનોના પૈડા થંભી ગયા છે. વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી છે અનેક બસો, ટ્રકો સહિત નાની ફોરવ્હિલ ગાડીઓ આ પાણીમાં ફસાઈ છે.


અવાર-નવાર ભરાય છે પાણી

શામળાજી મહીસાગર પર સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.ત્યારે સ્થાનિકો આ સમસ્યાથી કંટાળી ગયા છે.હાઈવે ઓથોરીટી તેમજ સ્થાનિક ધારાસભ્ય પણ આ વાતને લઈ ધ્યાન આપતા નથી જેના કારણે સમસ્યા સર્જાય છે.પાણીનો પ્રવાહ ખૂબ તેજ છે અને સતત વધી રહ્યો છે જેના કારણે લોકો અટવાયા છે. વાહન ચાલકો અટવાયા છે અને આગળ જવાનું કોઈ સ્કોપ ના હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.


27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા 48 કલાકમાં સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સામાન્ય જીવન અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સ્કાયમેટ વેધર પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર કોંકણ અને ગોવા, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.