Ahmedabad Rain: ભારે વરસાદથી શહેર બેહાલ, વૃક્ષો પડ્યા અને વિવિધ અંડરપાસ બંધ

મીઠાખલી અને પરિમલ અંડરપાસ પણ બંધ કરાતા સ્થાનિકો અટવાયામહાકાય વૃક્ષ ધરાશાયી થતા આખો રસ્તો બંધ કરવામાં આવ્યોહેલમેટ ચારરસ્તા, વિજય ચાર રસ્તા પર પણ પાણી ભરાયાઅમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. જેમાં અમદાવાદના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ હેલમેટ ચારરસ્તા, વિજય ચાર રસ્તા પર પણ પાણી ભરાયા છે. અખબાર નગર અંડરપાસ પાણી ભરાતા બંધ કરાયો છે. તથા મીઠાખલી અને પરિમલ અંડરપાસ પણ બંધ કરાતા સ્થાનિકો અટવાયા છે. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા આખો રસ્તો બંધ કરવામાં આવ્યો શહેરમાં ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. 1 દરવાજો 2 ફૂટ જ્યારે 1 દરવાજો 2.5 ફૂટ અને અન્ય દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.અમદાવાદમાં ભારે પવન સાથેના વરસાદ વરસ્યો છે. જેમાં ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે વૃક્ષ ધરાશાયી થયુ છે. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા આખો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જેમાં રસ્તો બંધ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. બેરેજ રોડ પર 2 વૃક્ષ, ધરણીધર દેરાસર પાછળ આરસીપટેલ શાળા પાસે 1 વૃક્ષ ધરાશયી થયુ છે. તેમજ નહેરુનગરમાં મકાનની છત થઈ ધરાશાયી થઇ છે. નહેરુનગરના ઓજસ એપાર્ટમેન્ટમાં છત ધરાશાયી થતા લોકોમાં ભયનો માહોલ નહેરુનગરના ઓજસ એપાર્ટમેન્ટમાં છત ધરાશાયી થતા લોકોમાં ભયનો માહોલ છે. સદનસીબે કોઇ જાનહાની કે ઈજા થઇ નથી, ત્યારે અમદાવાદના વોરાના રોઝા પાસે વરસાદી પાણી ભરાયા છે. તેમાં કેડસામાં પાણીમાંથી પસાર થવા સ્થાનિકો મજબૂર થયા છે. વરસાદના વિરામ બાદ પણ વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. જેમાં AMCની પ્રી મોન્સુન કામગીરી પર સવાલો થઇ રહ્યાં છે. તેમજ અસારવા GCS હોસ્પિટલ પાસે પાણી ભરાયા છે. જેમાં GCS હોસ્પિટલની બહાર પાણી ભરાતા મુશ્કેલી સર્જાઇ છે. તેમજ હોસ્પિટલમાં આવતા દર્દી અને તેમના સ્વજનોએને હાલાકી ભોગવી છે. વરસાદી અને ગટરના પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલી વધી અમદાવાદમાં ઓઢવનું મધુમાલતી આવાસ યોજના પાણીમાં ગરકાવ થઇ છે. જેમાં શહેરમાં વરસેલા વરસાદના કારણે મધુમાલતી આવાસમાં રહેતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. ઘરમાં પણ પાણી અને બહાર પાણી ભરાતા જાયે તો જાયે કહાં જેવી સ્થિતિ છે. સમગ્ર આવાસ યોજનામાં કેડ સમાણા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે. વરસાદી અને ગટરના પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલી વધી છે.

Ahmedabad Rain: ભારે વરસાદથી શહેર બેહાલ, વૃક્ષો પડ્યા અને વિવિધ અંડરપાસ બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મીઠાખલી અને પરિમલ અંડરપાસ પણ બંધ કરાતા સ્થાનિકો અટવાયા
  • મહાકાય વૃક્ષ ધરાશાયી થતા આખો રસ્તો બંધ કરવામાં આવ્યો
  • હેલમેટ ચારરસ્તા, વિજય ચાર રસ્તા પર પણ પાણી ભરાયા

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. જેમાં અમદાવાદના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ હેલમેટ ચારરસ્તા, વિજય ચાર રસ્તા પર પણ પાણી ભરાયા છે. અખબાર નગર અંડરપાસ પાણી ભરાતા બંધ કરાયો છે. તથા મીઠાખલી અને પરિમલ અંડરપાસ પણ બંધ કરાતા સ્થાનિકો અટવાયા છે.

મહાકાય વૃક્ષ ધરાશાયી થતા આખો રસ્તો બંધ કરવામાં આવ્યો

શહેરમાં ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. 1 દરવાજો 2 ફૂટ જ્યારે 1 દરવાજો 2.5 ફૂટ અને અન્ય દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.અમદાવાદમાં ભારે પવન સાથેના વરસાદ વરસ્યો છે. જેમાં ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે વૃક્ષ ધરાશાયી થયુ છે. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા આખો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જેમાં રસ્તો બંધ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. બેરેજ રોડ પર 2 વૃક્ષ, ધરણીધર દેરાસર પાછળ આરસીપટેલ શાળા પાસે 1 વૃક્ષ ધરાશયી થયુ છે. તેમજ નહેરુનગરમાં મકાનની છત થઈ ધરાશાયી થઇ છે.

નહેરુનગરના ઓજસ એપાર્ટમેન્ટમાં છત ધરાશાયી થતા લોકોમાં ભયનો માહોલ

નહેરુનગરના ઓજસ એપાર્ટમેન્ટમાં છત ધરાશાયી થતા લોકોમાં ભયનો માહોલ છે. સદનસીબે કોઇ જાનહાની કે ઈજા થઇ નથી, ત્યારે અમદાવાદના વોરાના રોઝા પાસે વરસાદી પાણી ભરાયા છે. તેમાં કેડસામાં પાણીમાંથી પસાર થવા સ્થાનિકો મજબૂર થયા છે. વરસાદના વિરામ બાદ પણ વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. જેમાં AMCની પ્રી મોન્સુન કામગીરી પર સવાલો થઇ રહ્યાં છે. તેમજ અસારવા GCS હોસ્પિટલ પાસે પાણી ભરાયા છે. જેમાં GCS હોસ્પિટલની બહાર પાણી ભરાતા મુશ્કેલી સર્જાઇ છે. તેમજ હોસ્પિટલમાં આવતા દર્દી અને તેમના સ્વજનોએને હાલાકી ભોગવી છે.

વરસાદી અને ગટરના પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલી વધી

અમદાવાદમાં ઓઢવનું મધુમાલતી આવાસ યોજના પાણીમાં ગરકાવ થઇ છે. જેમાં શહેરમાં વરસેલા વરસાદના કારણે મધુમાલતી આવાસમાં રહેતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. ઘરમાં પણ પાણી અને બહાર પાણી ભરાતા જાયે તો જાયે કહાં જેવી સ્થિતિ છે. સમગ્ર આવાસ યોજનામાં કેડ સમાણા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે. વરસાદી અને ગટરના પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલી વધી છે.