તપન પરમાર હત્યા કેસ: વડોદરા CP એ કારેલીબાગના PI, PSI સહિત 17 કર્મીઓની કરી બદલી
Tapan Parmar Murder Case : વડોદરા નાગરવાડા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરનાર મુખ્ય આરોપીઓ સહિત પાંચને પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓની વધુ પૂછપરછ માટે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરતા પોલીસે 10 દિવસના ડિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ રિમાન્ડ દરમિયાન આજે વહેલી સવારે બાબરખાન પઠાણને સાથે રાખી સયાજી હોસ્પિટલમાં સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તે સમયે આરોપીએ ફેંકી દીધેલું ચાકુ મળી આવતા જપ્ત કર્યું હતું. વડોદરા શહેરના નાગરવાડા મહેતા વાડીમાં જુગાર રમવા બાબતે થયેલા ઝઘડા બાદ સરકારી સ્કૂલ પાસે આમલેટ ની લારી પર રૂપિયા પરત લેવા ગયેલા વિક્રમ અને ભયલું પર માથાભારે શખ્સ એવા બાબર હબીબખાન પઠાણે ચાકુથી હુમલો કર્યો હતો. વધારે ઘા મારવાનો પ્રયાસ કરતા યુવક પોતાની જાન બચાવવા માટે પોતાના વિસ્તારમાં ભાગ્યો હતો અને તેના મિત્રો વચ્ચે મળી જતા તેમને તમામ હકીકત જણાવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Tapan Parmar Murder Case : વડોદરા નાગરવાડા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરનાર મુખ્ય આરોપીઓ સહિત પાંચને પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓની વધુ પૂછપરછ માટે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરતા પોલીસે 10 દિવસના ડિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ રિમાન્ડ દરમિયાન આજે વહેલી સવારે બાબરખાન પઠાણને સાથે રાખી સયાજી હોસ્પિટલમાં સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તે સમયે આરોપીએ ફેંકી દીધેલું ચાકુ મળી આવતા જપ્ત કર્યું હતું.
વડોદરા શહેરના નાગરવાડા મહેતા વાડીમાં જુગાર રમવા બાબતે થયેલા ઝઘડા બાદ સરકારી સ્કૂલ પાસે આમલેટ ની લારી પર રૂપિયા પરત લેવા ગયેલા વિક્રમ અને ભયલું પર માથાભારે શખ્સ એવા બાબર હબીબખાન પઠાણે ચાકુથી હુમલો કર્યો હતો. વધારે ઘા મારવાનો પ્રયાસ કરતા યુવક પોતાની જાન બચાવવા માટે પોતાના વિસ્તારમાં ભાગ્યો હતો અને તેના મિત્રો વચ્ચે મળી જતા તેમને તમામ હકીકત જણાવી હતી.