અમેરિકાથી બનાવટી પાસપોર્ટ ઉપર અમદાવાદ આવેલો આણંદનો યુવક રંગેહાથ ઝડપાયો
,રવિવારઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકાથી બોગસ પાસપોર્ટ ઉપર અમદાવાદ આવેલ યુવકને ઇમિગ્રેશન ઓફિસરે ઝડપી લીધો હતો. ઇમિગ્રેશન અધિકારીની ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસે આણંદના યુવકની ધરપકડ કરી વિવિધ મુદ્દે તપાસ કરવા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે, બોગસ પાસપોર્ટ સાથ પાસપોર્ટ પર શંકા જતા નંબરના આધારે તપાસ કરતા પાસપોર્ટ અન્ય વ્યક્તિના નામે હતો,એરપોર્ટ પોલીસે યુવક સામે ગુનો નોંધીને તે ક્યા પાસપોર્ટ આધારે અગાઉ અમેરિકા ગયો હતો તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.અમેરિકાથી પરત આવેલો યુવક કયા પાસપોર્ટના આધારે અમેરિકા ગયો હતો તે મામલે પણ એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન અધિકારી તરીકે ફરજ બજાવતા દર્શીલભાઇ શાહે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આણંદના અલ્પેશકુમાર પટેલ સામે ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૧૪ના રોજ તેઓ ફરજ ઉપર હાજર હતા તે સમયે અમેરિકાથી ફ્લાઇટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી હતી. જ્યાં આણંદનો અલ્પેશકુમાર પટેલ આવ્યો હતો. જેની ડિટેઇલ તપાસ કરતા તેના ઉપર શંકા ગઇ હતી. ત્યારબાદ તેનો પાસપોર્ટ નંબરના આધારે ચેક કરતા તે પાસપોર્ટ મોહંમદ મશરુર નામે ઇશ્યૂ થયો હોવાનું બહાર આવ્યુ હતું. જ્યારે તેમાં ફોટો અને નામ યુવકનું હતુ. જેથી ઇમિગ્રેશન અધિકારીએ આ મામલે વધુ તપાસ કર્યા બાદ પાસપોર્ટ બોગસ હોવાનો ખુલાસો થયો હતો. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને કેવી રીતે બીજાના પાસપોર્ટ ક્યાંથી પાસપોર્ટ મેળવ્યો તથા આરોપી સાથે બીજુ કોણ કોણ સંડોવાયેલું છે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
,રવિવાર
ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકાથી બોગસ પાસપોર્ટ ઉપર અમદાવાદ આવેલ યુવકને ઇમિગ્રેશન ઓફિસરે ઝડપી લીધો હતો. ઇમિગ્રેશન અધિકારીની ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસે આણંદના યુવકની ધરપકડ કરી વિવિધ મુદ્દે તપાસ કરવા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે, બોગસ પાસપોર્ટ સાથ પાસપોર્ટ પર શંકા જતા નંબરના આધારે તપાસ કરતા પાસપોર્ટ અન્ય વ્યક્તિના નામે હતો,એરપોર્ટ પોલીસે યુવક સામે ગુનો નોંધીને તે ક્યા પાસપોર્ટ આધારે અગાઉ અમેરિકા ગયો હતો તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમેરિકાથી પરત આવેલો યુવક કયા પાસપોર્ટના આધારે અમેરિકા ગયો હતો તે મામલે પણ એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન અધિકારી તરીકે ફરજ બજાવતા દર્શીલભાઇ શાહે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આણંદના અલ્પેશકુમાર પટેલ સામે ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૧૪ના રોજ તેઓ ફરજ ઉપર હાજર હતા તે સમયે અમેરિકાથી ફ્લાઇટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી હતી. જ્યાં આણંદનો અલ્પેશકુમાર પટેલ આવ્યો હતો. જેની ડિટેઇલ તપાસ કરતા તેના ઉપર શંકા ગઇ હતી. ત્યારબાદ તેનો પાસપોર્ટ નંબરના આધારે ચેક કરતા તે પાસપોર્ટ મોહંમદ મશરુર નામે ઇશ્યૂ થયો હોવાનું બહાર આવ્યુ હતું. જ્યારે તેમાં ફોટો અને નામ યુવકનું હતુ. જેથી ઇમિગ્રેશન અધિકારીએ આ મામલે વધુ તપાસ કર્યા બાદ પાસપોર્ટ બોગસ હોવાનો ખુલાસો થયો હતો.
આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને કેવી રીતે બીજાના પાસપોર્ટ ક્યાંથી પાસપોર્ટ મેળવ્યો તથા આરોપી સાથે બીજુ કોણ કોણ સંડોવાયેલું છે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.