Porbandarમા કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર ક્રેશને લઈ જવાન શહીદોના સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે

ગઈકાલે પોરબંદર એયરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની હતી જેમા હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં વિસ્ફોટ થયો અને 3 જવાનો શહીદ થયા હતા,ફાયર બ્રિગ્રેડ તેમજ મેડીકલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો,કોસ્ટગાર્ડના એર એન્કલેવ પર આ ઘટના બની હતી.હેલિકોપ્ટરમાં આગ લાગયા બાદ આગ બુઝાવાની કામગીરી કરાઈ હતી. મૃતદેહને પીએ કર્યા બાદ પરિવારને સોંપાશે આ ઘટનામાં કુલ 3 જવાનો શહીદ થયા હતા જેમાં કોસ્ટગાર્ડના ત્રણ જવાનોના મૃતદેહોને જામનગર ફોરેન્સિક પીએમ અર્થે લાવવામાં આવ્યા છે,પોરબંદર કોસ્ટગાર્ડના અધિકારી અને જામનગર પોલીસ જીજી હોસ્પિટલમાં ખડેપગે છે,ત્યારે ફોરેન્સિક પી.એમ. બાદ મૃતદેહોને પોરબંદર લઈ જઈ જવામાં આવશે અને જે બાદ આ ત્રણેય શહીદ જવાનોને કોસ્ટગાર્ડના અધિકારીઓ દ્વારા અંતિમ સંસ્કાર સન્માન સાથે કરવામાં આવશે.હાલ આ બનાવ બાદ કોસ્ટગાર્ડ જવાનોમા ભારે ગમગીની જોવા મળી છે.ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના સામે આવી છે. કોસ્ટગાર્ડના એર એન્કલવ પર ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થતાં 3 લોકોના મોત થયા છે. જેમાં બે પાઇલટ અને 1 અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે.પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોના મૃતદેહને લઈ જવામાં આવ્યા છે,ઘટનાની જાણ થતા કલેકટર અને ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા છે,તાલીમ પ્રેકટિસ દરમિયાન આ ઘટના બની હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે.બપોરે 12 વાગ્યાને 25 મિનિટે આ ઘટના બની હતી. પહેલી દુર્ઘટના-8 માર્ચે અરબ સાગરમાં ઈમર્જન્સી લેન્ડિંગની હતી મુંબઈથી નિયમિત ઉડાન ભરનાર ભારતીય નૌકાદળના ALH ધ્રુવનું અરબ સાગરમાં ઈમર્જન્સી લેન્ડિંગ થયું હતું. આ ઘટના 8 માર્ચની સવારે ત્યારે બની, જ્યારે નેવી આ હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ માટે રવાના થઈ હતી. પાવર અને હાઇટના અભાવે પાઇલટે હેલિકોપ્ટરને પાણીમાં જ ઉતાર્યું. ટેક્નિકલી એને ડિચિંગ કહેવામાં આવે છે, એટલે કે પાણી પર ઇમર્જન્સી લેન્ડિંગ કર્યુ હતુ. એરફોર્સની સારંગ ટીમમાં ધ્રુવનો સમાવેશ એરફોર્સની સારંગ ટીમમાં ધ્રુવ હેલિકોપ્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સારંગની ટીમે પેરિસ, એડિનબર્ગ, બર્લિન, સિંગાપોર સહિત એરો ઈન્ડિયા સહિતના અનેક એર શોમાં ભાગ લીધો છે. આ ઉપરાંત એરફોર્સ ડે, નેશનલ ડિફેન્સ એકેડમી પાસિંગ આઉટ પરેડ જેવા કાર્યક્રમોના અવસરે પણ ધ્રુવ હેલિકોપ્ટરે પર્ફોર્મન્સ આપ્યું છે. 4 સપ્ટેમ્બર 2024ના રોજ પોરબંદરમાં બની હતી ઘટના પોરબંદર જિલ્લા નજીક આવેલા અરબી સમુદ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી ગુજરાતમાં પૂરની સ્થિતિ દરમિયાન ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર (ALH)દ્વારા પોરબંદરથી લગભગ 45 કિલોમીટર દૂર એક ટેન્કરના ઘાયલ ક્રૂના બચાવ માટે પહોંચ્યુ હતુ.જ્યાં અરબી સમુદ્રમાં હેલીકોપ્ટર ક્રેશ થયું હતું.હેલિકોપ્ટર ક્રેશ થઈ દરિયામાં ડૂબ્યું હતું. જેમાં ત્રણ જવાનોના મોતના અહેવાલ હતા.

Porbandarમા કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર ક્રેશને લઈ જવાન શહીદોના સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગઈકાલે પોરબંદર એયરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની હતી જેમા હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં વિસ્ફોટ થયો અને 3 જવાનો શહીદ થયા હતા,ફાયર બ્રિગ્રેડ તેમજ મેડીકલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો,કોસ્ટગાર્ડના એર એન્કલેવ પર આ ઘટના બની હતી.હેલિકોપ્ટરમાં આગ લાગયા બાદ આગ બુઝાવાની કામગીરી કરાઈ હતી.

મૃતદેહને પીએ કર્યા બાદ પરિવારને સોંપાશે

આ ઘટનામાં કુલ 3 જવાનો શહીદ થયા હતા જેમાં કોસ્ટગાર્ડના ત્રણ જવાનોના મૃતદેહોને જામનગર ફોરેન્સિક પીએમ અર્થે લાવવામાં આવ્યા છે,પોરબંદર કોસ્ટગાર્ડના અધિકારી અને જામનગર પોલીસ જીજી હોસ્પિટલમાં ખડેપગે છે,ત્યારે ફોરેન્સિક પી.એમ. બાદ મૃતદેહોને પોરબંદર લઈ જઈ જવામાં આવશે અને જે બાદ આ ત્રણેય શહીદ જવાનોને કોસ્ટગાર્ડના અધિકારીઓ દ્વારા અંતિમ સંસ્કાર સન્માન સાથે કરવામાં આવશે.હાલ આ બનાવ બાદ કોસ્ટગાર્ડ જવાનોમા ભારે ગમગીની જોવા મળી છે.

ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ

પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના સામે આવી છે. કોસ્ટગાર્ડના એર એન્કલવ પર ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થતાં 3 લોકોના મોત થયા છે. જેમાં બે પાઇલટ અને 1 અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે.પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોના મૃતદેહને લઈ જવામાં આવ્યા છે,ઘટનાની જાણ થતા કલેકટર અને ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા છે,તાલીમ પ્રેકટિસ દરમિયાન આ ઘટના બની હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે.બપોરે 12 વાગ્યાને 25 મિનિટે આ ઘટના બની હતી.

પહેલી દુર્ઘટના-8 માર્ચે અરબ સાગરમાં ઈમર્જન્સી લેન્ડિંગની હતી

મુંબઈથી નિયમિત ઉડાન ભરનાર ભારતીય નૌકાદળના ALH ધ્રુવનું અરબ સાગરમાં ઈમર્જન્સી લેન્ડિંગ થયું હતું. આ ઘટના 8 માર્ચની સવારે ત્યારે બની, જ્યારે નેવી આ હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ માટે રવાના થઈ હતી. પાવર અને હાઇટના અભાવે પાઇલટે હેલિકોપ્ટરને પાણીમાં જ ઉતાર્યું. ટેક્નિકલી એને ડિચિંગ કહેવામાં આવે છે, એટલે કે પાણી પર ઇમર્જન્સી લેન્ડિંગ કર્યુ હતુ.

એરફોર્સની સારંગ ટીમમાં ધ્રુવનો સમાવેશ

એરફોર્સની સારંગ ટીમમાં ધ્રુવ હેલિકોપ્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સારંગની ટીમે પેરિસ, એડિનબર્ગ, બર્લિન, સિંગાપોર સહિત એરો ઈન્ડિયા સહિતના અનેક એર શોમાં ભાગ લીધો છે. આ ઉપરાંત એરફોર્સ ડે, નેશનલ ડિફેન્સ એકેડમી પાસિંગ આઉટ પરેડ જેવા કાર્યક્રમોના અવસરે પણ ધ્રુવ હેલિકોપ્ટરે પર્ફોર્મન્સ આપ્યું છે.

4 સપ્ટેમ્બર 2024ના રોજ પોરબંદરમાં બની હતી ઘટના

પોરબંદર જિલ્લા નજીક આવેલા અરબી સમુદ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી ગુજરાતમાં પૂરની સ્થિતિ દરમિયાન ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર (ALH)દ્વારા પોરબંદરથી લગભગ 45 કિલોમીટર દૂર એક ટેન્કરના ઘાયલ ક્રૂના બચાવ માટે પહોંચ્યુ હતુ.જ્યાં અરબી સમુદ્રમાં હેલીકોપ્ટર ક્રેશ થયું હતું.હેલિકોપ્ટર ક્રેશ થઈ દરિયામાં ડૂબ્યું હતું. જેમાં ત્રણ જવાનોના મોતના અહેવાલ હતા.