Gujarat સરકાર દ્રારા અતિવૃષ્ટિથી થયેલા નુકસાનીનો ફરીથી કરાશે સર્વે

રાજય સરકાર દ્વારા અતિવૃષ્ટિથી નુકસાનીના સર્વેના પુનઃ આદેશ આપવા પડયા છે.રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ થયેલા નુકસાનીનો સર્વે સરકારે કરાવ્યો હતો.જોકે એક સર્વે બાદ ફરી પાછો રાજ્યભરમાં ભારે વરસાદ પડતા નુકસાની વધી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે નુકસાનીના સર્વેમાં જમીન, પાક નુકસાન, રોડ રસ્તા અને વીજળીના પોલ સહિત બાબતોનો કર્યો હતો સમાવેશ.કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ આપવા માટે ફાઇનલ થાય તે પહેલા રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે તેના કારણે પુનઃ નુકસાનીના સર્વેના આદેશ સરકાર દ્વારા અપાયા છે. ટીમ કરશે સર્વે હવે આ સર્વે અને વરસાદ ઉત્તર ગુજરાતમાં પૂરો થયા બાદ જ કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ આપવામાં આવશે.કેન્દ્ર સરકાર દ્વારા આવનાર ટીમ પણ હવે ત્રણ દિવસ મોડી આવશે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે.25 થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં થયેલા ભારે વરસાદથી થયેલ નુકસાનના સર્વે માટે કેન્દ્ર સરકારે કમિટી બનાવી છે. ગૃહ મંત્રાલય દ્વારા NIDMના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે.કેન્દ્રની આ કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પુરની પરિસ્થિતિના કારણે થયેલી નુકસાની અંગે સર્વે કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ આપશે. IMCT ટૂંક સમયમાં રાજ્યના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે ગૃહ મંત્રાલય (MHA) એ ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM)ના કાર્યકારી નિયામકની આગેવાની હેઠળ ઇન્ટર-મિનિસ્ટરિયલ સેન્ટ્રલ ટીમ (IMCT) ની રચના કરી છે. IMCT ટૂંક સમયમાં રાજ્યના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે. ભારતમાં ભૂસ્ખલન વગેરેથી પ્રભાવિત થયા છે 25-30 ઓગસ્ટ દરમિયાન, રાજસ્થાન અને ગુજરાત પર રચાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત રાજ્ય ભારેથી અતિભારે વરસાદથી ગંભીર રીતે પ્રભાવિત થયું હતું. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની અસર થઈ હતી. વર્ષ દરમિયાન, હિમાચલ પ્રદેશ રાજ્ય પણ ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનના વિવિધ સ્પેલથી પ્રભાવિત થયું છે. ગૃહ મંત્રાલય આ રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છે, અને જો તેમના દ્વારા ગંભીર નુકસાનની જાણ કરવામાં આવશે તો તેઓ ત્યાં પણ IMCTની નિયુક્તિ કરશે. વર્તમાન ચોમાસાની મોસમ દરમિયાન, કેટલાક અન્ય રાજ્યો ભારે વરસાદ, પૂર, વાદળ ફાટવા, ભૂસ્ખલન વગેરેથી પ્રભાવિત થયા છે.  

Gujarat સરકાર દ્રારા અતિવૃષ્ટિથી થયેલા નુકસાનીનો ફરીથી કરાશે સર્વે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજય સરકાર દ્વારા અતિવૃષ્ટિથી નુકસાનીના સર્વેના પુનઃ આદેશ આપવા પડયા છે.રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ થયેલા નુકસાનીનો સર્વે સરકારે કરાવ્યો હતો.જોકે એક સર્વે બાદ ફરી પાછો રાજ્યભરમાં ભારે વરસાદ પડતા નુકસાની વધી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે નુકસાનીના સર્વેમાં જમીન, પાક નુકસાન, રોડ રસ્તા અને વીજળીના પોલ સહિત બાબતોનો કર્યો હતો સમાવેશ.કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ આપવા માટે ફાઇનલ થાય તે પહેલા રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે તેના કારણે પુનઃ નુકસાનીના સર્વેના આદેશ સરકાર દ્વારા અપાયા છે.

ટીમ કરશે સર્વે

હવે આ સર્વે અને વરસાદ ઉત્તર ગુજરાતમાં પૂરો થયા બાદ જ કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ આપવામાં આવશે.કેન્દ્ર સરકાર દ્વારા આવનાર ટીમ પણ હવે ત્રણ દિવસ મોડી આવશે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે.25 થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં થયેલા ભારે વરસાદથી થયેલ નુકસાનના સર્વે માટે કેન્દ્ર સરકારે કમિટી બનાવી છે. ગૃહ મંત્રાલય દ્વારા NIDMના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે.કેન્દ્રની આ કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પુરની પરિસ્થિતિના કારણે થયેલી નુકસાની અંગે સર્વે કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ આપશે.

IMCT ટૂંક સમયમાં રાજ્યના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે

ગૃહ મંત્રાલય (MHA) એ ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM)ના કાર્યકારી નિયામકની આગેવાની હેઠળ ઇન્ટર-મિનિસ્ટરિયલ સેન્ટ્રલ ટીમ (IMCT) ની રચના કરી છે. IMCT ટૂંક સમયમાં રાજ્યના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે.

ભારતમાં ભૂસ્ખલન વગેરેથી પ્રભાવિત થયા છે

25-30 ઓગસ્ટ દરમિયાન, રાજસ્થાન અને ગુજરાત પર રચાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત રાજ્ય ભારેથી અતિભારે વરસાદથી ગંભીર રીતે પ્રભાવિત થયું હતું. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની અસર થઈ હતી. વર્ષ દરમિયાન, હિમાચલ પ્રદેશ રાજ્ય પણ ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનના વિવિધ સ્પેલથી પ્રભાવિત થયું છે. ગૃહ મંત્રાલય આ રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છે, અને જો તેમના દ્વારા ગંભીર નુકસાનની જાણ કરવામાં આવશે તો તેઓ ત્યાં પણ IMCTની નિયુક્તિ કરશે. વર્તમાન ચોમાસાની મોસમ દરમિયાન, કેટલાક અન્ય રાજ્યો ભારે વરસાદ, પૂર, વાદળ ફાટવા, ભૂસ્ખલન વગેરેથી પ્રભાવિત થયા છે.